ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ


Updated: July 30, 2021, 12:34 AM IST
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ
પ્રતિકાત્મક તસવીર

Gujarat congress: છાલા બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર શનાભાઈ પટેલે રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ એક રાજીનામા ના ઘેરા પ્રત્યાઘાતપડયા છે.. શનાભાઇ એ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરીછે ને જિલ્લા પ્રમુખ સામે છૂપો વિરોધ વ્યક્ત કર્યો છે.

  • Share this:
ગાંધીનગરઃ ગાંધીનગર (Gandhinagar news) જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ (Internal dissension in Congress) ચરમસીમાએ પહોંચ્યો છે અને છાલા જિલ્લા પંચાયતની બેઠકના ઉમેદવારે રાજીનામું (Resignation) આપી દેતાં કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે . જિલ્લા પ્રમુખની મનમાની અને જાહૂકમી સામે કાર્યકરોમાં તીવ્ર અસંતોષ જાવા મળી રહ્યો છે અને પ્રમુખ સામે વિરોધ - વંટોળ ઉગ્ર બની રહ્યો છે. હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી સામે કોંગ્રેસમાં વિરોધની આગ ભભૂકી ઊઠી છે અને આવનારા દિવસોમાં નવા જૂની થવાના પણ એંધાણ છે.

છાલા બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર શનાભાઈ પટેલે રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ એક રાજીનામા ના ઘેરા પ્રત્યાઘાતપડયા છે.. શનાભાઇ એ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરીછે ને જિલ્લા પ્રમુખ સામે છૂપો વિરોધ વ્યક્ત કર્યો છે..

જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી પોતે ગાંધીનગર તાલુકાના હોવા છતાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કડજાદરા બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા અને કારમી હાર થઈ હતી . કોંગ્રેસ પ્રમુખને આયાતી ઉમેદવાર તરીકે કડજાદરા બેઠક ઉપર મૂક્યા ત્યારે જ કાર્યકરોમાં તીવ્ર અસંતોષ હતો. એટલે તેઓ નિષ્ક્રિય બની ગયા હતા.

આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ ઉપરાંત સમજુ મતદારોએ પણ આયાતી ઉમેદવારને જાકારો આપ્યો હતો અને પ્રમુખને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો . કોંગ્રેસને માત્ર 9 બેઠકો મળી હતી અને સત્તામાં આવવાનું સપનું માત્ર સપનું જ રહ્યું હતું.આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

હવે 2022ની વિધાનસભાની ચૂંટણી આડે ૧૫ મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે કોંગ્રેસ આવા જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં કંઈ ઉકાળી શકે તેમ નથી તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે . અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે કોગ્રેસનાંજ કાર્યકરોએ મોરચો માંડ્યો છે.

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને જિલ્લા પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે કાર્યકરો સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે હાઈકમાન્ડ તાકીદે રસ લઈને ડેમેજ કંટ્રોલ કરે તેવું કાર્યકરો ઈચ્છી રહ્યાં છે.
Published by: ankit patel
First published: July 30, 2021, 12:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading