શિક્ષણ વિભાગની લાલીયાવાડી, ધોરણ 10ની પ્રાથમિક કસોટીનું પેપર પરીક્ષા પહેલા ફરતું થયું


Updated: October 25, 2021, 11:51 AM IST
શિક્ષણ વિભાગની લાલીયાવાડી, ધોરણ 10ની પ્રાથમિક કસોટીનું પેપર પરીક્ષા પહેલા ફરતું થયું
ગુજરાત શિક્ષણ વિભાગની લાલીયાવાડી

Gujarat Education Board: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શીખ  બોર્ડનાં પરીક્ષા સચિવ બી એ ચૌધરી એ જણાવ્યું હતું કે પ્રથમ પરિક્ષા સ્કૂલોએ તૈયાર કરવાની હોય છે. અમુક વિષય ના વિષય ની બ્લુ પ્રિન્ટ નીકાળીને ડીઇઓને આપવામાં આવતી હોય છે.

  • Share this:
ગાંધીનગરમાં પરીક્ષાનાં નામે શિક્ષણ વિભાગની (Gujarat Education Department) લાલીયાવાડી સામે આવી છે. આજ રોજ લેવાનાર પ્રથમ કસોટીની પરીક્ષાનું પેપર ફરતું થતા શિક્ષણ વિભાગનાં અધિકારો દોડતા થયા હતા.આ પરીક્ષા પેપર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢે છે.

બે દિવસ પહેલા પણ આજ પ્રકારે પેપર ફરતા થયા હતા ત્યારે આજે ફરી ધોરણ 10 વિજ્ઞાનનું  પેપર ગાંધીનગરના એક ટ્યુશન ક્લાસ મારફતે વિધ્યાર્થીઓને મોકલતા ગુજરાત મધ્યયમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે.આ અંગે વાત કરતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શીખ  બોર્ડનાં પરીક્ષા સચિવ બી એ ચૌધરી એ જણાવ્યું હતું કે પ્રથમ પરિક્ષા સ્કૂલોએ તૈયાર કરવાની હોય છે. અમુક વિષય ના વિષય ની બ્લુ પ્રિન્ટ નીકાળીને ડીઇઓને આપવામાં આવતી હોય છે.

ડીઈઓ કચેરીથી આ પેપરો સ્કૂલોને જે જરૂરિયાત હોય તે પેપર પહોંચતા હોય છે. કોઈ પણ પ્રશ્ન પેપર બહાર આવે તે ખોટું છે. જિલ્લા શિક્ષણાધિકારીને આ ઘટનામાં તપાસ કરવા અને જરૂરી પગલાંઓ લેવા માટે સૂચનાઓ આપી છે.
Published by: Margi Pandya
First published: October 25, 2021, 11:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading