મહેસાણા: ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ગોપીનાળા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા


Updated: September 27, 2021, 5:53 PM IST
મહેસાણા: ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ગોપીનાળા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનચાલકો ને આવવા જવા માં પડી તકલીફ

સોમવારે વહેલી સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ (Heavy rain) વરસ્યો હતો જેને લઇને મહેસાણા (mehsana) શહેરના ગોપી નાળુ અને ભમ્મરીયા નાળા પાણીથી ભરાઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

  • Share this:

મહેસાણા: આજે સોમવારે વહેલી સવારથી વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ (Heavy rain) વરસ્યો હતો જેને લઇને મહેસાણા (mehsana) શહેરના ગોપી નાળુ અને ભમ્મરીયા નાળા પાણીથી ભરાઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક લોકોને વહેલી સવારે નોકરીએ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો કેટલાક વાહનચાલકોને હાલાકી પડી હતી અને વાહનો ખોટવાતા દોરીને જતા નજરે પડ્યા હતા.


વહેલી સવારથી જ વરસાદ મુસીબત બન્યો હતો. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં આગામી ૪ દિવસમાં  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે. મહેસાણા શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદની શરૂઆત થઇ ગઇ છે.  વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. અને બાળકો પણ વરસાદની મજા લઇ રહ્યા છે.


હાલ ચોમાસાના કારણે ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે મહેસાણા શહેરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. અને એના કારણે મહેસાણા શહેરમાં ગોપીનાળુ અને ભમ્મરીયું નાળુ ભરાઈ ગયું છે. ગોપીનાળામાં એક બાજુંનો રસ્તો બ્લોક કરી નાખવામાં આવ્યો છે. રાહદારીઓ અને વાહનચાલકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. એક બાજુનો રસ્તો બ્લોક કરી નાખવાથી બીજી બાજુનો જ રસ્તો ચાલું હોવાથી આવવા અને જવા માટે એક જ રસ્તો ચાલું રાખવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ રહી છે. કેટલીય સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તાર માં પણ પાણી ભરાઈ ગયું છે જેના કારણે લોકો ને બહાર નીકળવામાં મુશ્કેલી થઇ રહી છે.આ પણ વાંચો: રાજકોટ : દેવાયત ખવડનો Video,ઝઘડા મામલે ખુલાસો કર્યો, રાજપૂત સમાજને કરી આ વિનંતી

મહેસાણા શહેરમાં સવારથી ગાજ વીજ સાથે ભારે વરસાદ થઈ રહયો છે જેના કારણે ઠેર-ઠેર બધી જગ્યાઓએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણી ભરાતા વાહનચાલકો ને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વરસાદના કારણે વાહનો બંધ પડી રહ્યા છે. વરસાદી પાણીનાં કારણે ખાડા ન દેખાવાથી વાહનચાલકો અટવાઈ રહે છે. મોઢેરા ચોકડી પર ગટર લાઈન માટે ખોદાયેલા ખાડા ન પૂરાતાં વધુ તકલીફ જોવા મળી રહી છે. જે સમયસર ન પુરાતાં અકસ્માતનો પણ ભય રહે છે. ગોપીનાળા અને ભમ્મરીયા નાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, જ્યાં ૨૪ કલાક વાહનવ્યવહાર ચાલુ રહે છે.

Published by: kuldipsinh barot
First published: September 27, 2021, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading