Panchmahal: થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે ભગવાન બનીને આવે છે રક્તદાતા, જાણો જિલ્લામાં કેટલા દર્દી
Updated: December 27, 2022, 4:39 PM IST
પંચમહાલ જિલ્લામાં છે આટલા થેલેસિમિયના કેસ,
પંચમહાલ જિલ્લા થેલેસિમિયાના કુલ 42 જેટલાં દર્દીઓ છે. જેમને દર 20 દિવસે આશરે 42 યુનિટ જેટલા લોહીની જરૂર પડે છે. પંચમહાલ જિલ્લામાં વાર્ષિક 15000 યુનિટ લોહીની જરૂર હોય છે, પરંતુ રેડકરોસ સોસાયટી પચમહળ પાસે વાર્ષિક 11000 યુનિટ લોહી કલેકટ થાય છે.
Prashant Samtani, Panchmahal - હાલના સમયમાં થેલેસિમિયા નો પ્રમાણ વધી રહ્યું છે. થેલેસિમિયાએ જેનેટીક ખામીના કારણે થતો રોગ છે. આ રોગ ની દવા હોતી નથી થીલસિમિયા ના દર્દીને તેની ઉંમર પ્રમાણે લોહી આપવામાં આવે છે. સામન્ય રીતે થેલેસિમિયાના દર્દીને 15 થી 20 દિવસ ના સમયગાળે 1 બોટલ લોહીની આપવી પડે છે. થેલેસિમિયા ગ્રસ્ત દર્દીના શરીરમાં જેનેટિક ખામીના કારણે તેમના શરીરમાં લોહી બનતું નથી, જેથી તેને બહાર થીજ તેના શરીરની લોહીની જરૂરિયાત પૂરી પાડવી પડે છે.
પંચમહાલ જિલ્લા થેલેસિમિયાના કુલ 42 જેટલાં દર્દીઓ છે. જેમને દર 20 દિવસે આશરે 42 યુનિટ જેટલા લોહીની જરૂર પડે છે. પંચમહાલ જિલ્લામાં વાર્ષિક 15000 યુનિટ લોહીની જરૂર હોય છે, પરંતુ રેડકરોસ સોસાયટી પંચમહાલ પાસે વાર્ષિક 11000 યુનિટ લોહી કલેકટ થાય છે.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું છે. હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો આવી રહ્યા છે. ભારત દેશમાં પણ કોરોનાનાં કેસો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તેવી સ્થિતિમાં તેવી સ્થિતિમાં થેલેસિમિયાના દર્દીઓ માટે લોહી પૂરું પાડી શકાય તે માટે વધુમાં વધુ રક્તદાન થાય તેવા પ્રયાસો ચલી રહ્યા છે.
ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા દ્વાર વધુમાં વધુ લોકો રક્ત દાન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી પાછલા વર્ષોની જેમ કોરોનની વિકટ પરિસ્થિતિમાં થેલેસિમિયાતથા અન્ય ઇજાગ્રસ્ત લોકો ને લોહીની જરૂરિયાત પૂરી કરી શકાય.
First published:
December 27, 2022, 4:39 PM IST