Panchmahal: શું તમે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો? અહીથી મેળવી શકો છો 8 લાખ સુઘીની લોન


Updated: September 27, 2022, 6:15 PM IST
Panchmahal: શું તમે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો? અહીથી મેળવી શકો છો 8 લાખ સુઘીની લોન
ગુજરાત સરકારના કમિશ્નર અને ગ્રામઉદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા દરેક જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી વાજપાઈ બેંકેબલ યોજના ચલાવામાં આવે છે, જે અંતર્ગત 8 લાખ સુધીની લોન વેપારકર્તાને સબસીડી સહિત આપવામાં આવે છે.

ગુજરાત સરકારના કમિશ્નર અને ગ્રામઉદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા દરેક જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી વાજપાઈ બેંકેબલ યોજના ચલાવામાં આવે છે, જે અંતર્ગત 8 લાખ સુધીની લોન વેપારકર્તાને સબસીડી સહિત આપવામાં આવે છે.

  • Share this:
Prashant Samtani, panchmahal: ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. દેશમાં ઠેર ઠેર નવયુવાનો પોતાની અવનવીન આઈડિયાઓથી StartUps શરૂ કરી વેપાર કરવા માંગતા હોંય છે, પરંતુ ઘણી વખત નાણાંના અભાવે યુવાનો પોતાનું StartUp શરૂ કરી શકતા નથી. પરંતુ જો યુવાનોને કેટલીક ચોક્કસ માહિતી ખરા સમયએ મળી જાય તો તેઓ સરળતાથી પોતાના StartUp માટે નાણાં મેળવી, કામ શરૂ કરી શકે છે. એવી જ અગત્યની માહિતી આજે અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ.

ગુજરાત સરકારના કમિશ્નર અને ગ્રામઉદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા દરેક જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી વાજપાઈ બેંકેબલ યોજના ચલાવામાં આવે છે, જે અંતર્ગત 8 લાખ સુધીની લોન વેપારકર્તાને સબસીડી સહિત આપવામાં આવે છે. ખાસ વાત તો તે છે કે, આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા રાખવામાં આવેલ નથી, કોઈ પણ વેપારી મિત્ર પોતાના StartUp માટે અહીંથી લોન લઈ શકે છે.

પરંતુ કેટલીક બાબતો જેમ કે,

1. ઉંમર - 18 થી 65 વર્ષ હોવી જોઈએ.
2. શૈક્ષણિક લાયકાત - ઓછામાં ઓછું ધોરણ 4 પાસ જોઈએ.
3. અનુભવ - વ્યવસાયને અનુરૂપ ઓછામાં ઓછા 3 માસની તાલીમ અથવા સરકારી માન્ય સંસ્થા માંથી 1 માસની તાલીમ. અથવા 1 વર્ષનો અનુભવનો દાખલો હોવો જોઈએ, અથવા વારસાગત કારીગર હોવા જોઈએ.સહાયની રકમ પર મળનાર ફાયદાઓ -

ગ્રામીણ વિસ્તારોમાટે - sc / St / સૌનિક /અંધજન /અપંગ વ્યક્તિ ને 40% સબસીડી, અન્ય માટે 25%

શહેરી વિસ્તારો માટે - sc / St / સૌનિક /અંધજન /અપંગ વ્યક્તિ ને 30% સબસીડી, અન્ય માટે 20%

જેમાં મહત્તમ સહાયની મર્યાદા 125,000/- સુધી રહેશે.

લોન માટે અરજી કરવાની પ્રક્રિયા.

આ યોજનાનો લાભ લેવા માટે www.blp.gujarat.govt.in પર જઈને bankable loan Registration પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોંય છે.

અરજી કર્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તમારી અરજીની તપાસ કર્યા પછી, જેતે બેંકમાં તમારું ખાતું હોંય ત્યાં ભલામણ કરે છે, ત્યાર બાદ બેંક તમારી લોનને મંજૂર કરે છે, અને તે પછી તમારી સબસીડી ની રકમનો લાભ તમને મળવા પાત્ર થાય છે.

ઓનલાઈન અરજી કરવા જરૂરી દસ્તાવેજો

આધારકાર્ડ, પાસપોર્ટ ફોટો, L.c / જન્મ નો દાખલો, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપાત્ર, જાતિનું પ્રમાણ પત્ર, તાલીમ અનુભવ નું પ્રમાણપાત્ર, ધંધાના સ્થળનો પુરાવો, અપંગતા હોંય તો તેનો પુરાવો, વીજળીનું બિલ.

જો ફોર્મ ભરવામાં તકલીફ જણાય તો સંપર્ક કરી શકો છો.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગાંધીનગર

ફોન - 079-23256923/59281
Email - gm-dic-gnr@gujarat.govt.in.

પંચમહાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર -
કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં, જિલ્લા સેવા સદન, ગોધરા.
Email - gm-dic-pan@gujarat.govt.in
હાલનું સ્થળ(ટૂંક સમય માટે) - પંચમહાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નવરંગ સોસાઈટી, ચર્ચ પાસે, ગોધરા 389001.

કયા કયા વેપાર/ સેવા ઉદ્યોગ શરૂ કરવા લોન લઈ શકાશે.
Published by: Santosh Kanojiya
First published: September 27, 2022, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading