Chandra Grahan 2020: ગોધરામાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ ચંન્દ્રદર્શન માટે ખાસ વ્યવસ્થા કરાઇ
Updated: November 8, 2022, 5:29 PM IST
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ગોધરા માંથી પણ જોઈ શકાશે
ગોધરામાં સાંજે 5.52 થી 6.20 સુધી આ નજારો જોવા મળશે. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે આ સમય દરમ્યાન સુંદર આયોજન કરવામાં આવેલું છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા પ્રવર્તે છે,
Prashant Samtani Panchmahal: સંવત 2079 ના કાર્તિક પુનમ મંગળવાર વર્ષ 2022 ની તા. 8 મી નવેમ્બરે મેષ રાશિ, ભરણી નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય અવસ્થામાં જોવા મળશે. જયારે વિશ્વના અમુક દેશો–પરદેશોમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો આજરોજ મંગળવાર તા. 8 મી નવેમ્બરે જોવા મળવાનો છે, ભારતમાં ગ્રહણના મોક્ષ સમયે આશરે 3 થી 4 મિનિટ જ ગ્રસ્તોદય નજારો લોકો જોઈ શકવાના છે.
ગોધરામાં સાંજે 5.52 થી 6.20 સુધી આ નજારો જોવા મળશે. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે આ સમય દરમ્યાન સુંદર આયોજન કરવામાં આવેલ છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી ગેરમાન્યતા પ્રવર્તે છે, ગ્રહણ માત્ર ને માત્ર પરિભ્રમણની રમત, ભૂમિતિની રમત સિવાય કશું જ નથી. ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકશે. નરી આખે ચંદ્ર ગ્રહણ જોવામાં કશું જ નુકશાન નથી. દરેક વ્યક્તિને લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે અને પોતે જે સ્થળે હોય તે સ્થળેથી જોઈ શકશે.

એશિયા, ઓસ્ટે્રલિયા, પેસિફીક અને અમેરિકામાં અદ્દભુત આહલાદક ગ્રહણ જોવા મળવાનું છે. વૈજ્ઞાનિકો, આ સમયગાળામાં માનવ કલ્યાણકારી સંશોધનો કરશે. ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : 14 કલાક 39 મિનિટ 12 સેકન્ડ(જોઈ શકશે નહીં)
ગ્રહણ સંમિલન : 15 કલાક 46 મિનિટ 39 સેકન્ડ(જોઈ શકશે નહીં), ગ્રહણ મધ્ય : 16 કલાક 29 મિનિટ 11 સેકન્ડ(જોઈ શકશે નહીં), ગ્રહણ ઉન્મીલન : 17 કલાક 11 મિનિટ 36 સેકન્ડ(જોઈ શકશે નહીં), ચંદ્રોદય : 17 કલાક ૫૨ મિનિટ, વધુમાં વધુ ગ્રહણ ગોધરામાં 17 કલાક 57 મિનિટ, ગ્રહણ મોક્ષ : 18 કલાક 19 મિનિટ 03 સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : 1.364 , સંપુર્ણ ગ્રહણ હાલ 03 કલાક 40 મિનિટ રહેવાનું છે.
લોકો આકાશ તરફ જોતા થાય, મીટ માંડે તેવું દાયકાથી અભિયાન ચાલી રહ્યું છે. અવકાશી ગ્રહણો, ખગોળીય ઘટના, ઉલ્કા વર્ષા, યુતિઓ, ગ્રહોનું નિદર્શન વિગેરે માહિતી જાથા વારંવાર લોકો સમક્ષ મુકે છે. ભારતમાં ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ ગણતરીની મિનિટો માટે જોવા મળશે. કુદરતી ખગોળીય અવકાશી ઘટના છે. ગ્રહણોનો નજારો કેવી રીતે બને છે તે ટી.વી. માં ઘરે બેઠા બેઠા જોઈ શકાય છે. છતાં ગ્રહણોની અસર બતાવી લોકોને મુર્ખ બનાવવામાં આવે છે , તે દુ:ખદ છે.
લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત વલી જણાવે છે કે, આજરોજ સાંજે 5.52 થી 6.20 સુધી લોક વિજ્ઞાન કેન્દ્ર લારા હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતેની કચેરીએ ગ્રહણ નિદર્શન કરાવી, નકારાત્મક આગાહીઓનો આ સ્વીકાર કરવામાં આવશે, આકાશ દર્શન પણ કરવવામાં આવશે. આ ચાલુ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે.
Published by:
Santosh Kanojiya
First published:
November 8, 2022, 5:29 PM IST