Panchmahal: ગુજરાતમાં દશેરાના દિવસે કેમ ખવાય છે ફાફડા જલેબી? રોચક છે ઈતિહાસ


Updated: October 5, 2022, 8:35 AM IST
Panchmahal: ગુજરાતમાં દશેરાના દિવસે કેમ ખવાય છે ફાફડા જલેબી? રોચક છે ઈતિહાસ
જલેબી અને ફાફડા વિશે કેટલીક રોચક બાબતો.

જલેબી શબ્દ એ અરેબિક શબ્દ ઝુલાબિયા પરથી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે મધ્ય યુગમાં પર્સિયાના વેપારીઓ મારફતે ભારતમાં જલેબી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી,

  • Share this:
Prashant Samtani, panchmahal: દશેરો એ અસત્ય પર સત્યને વિજય દર્શાવતું મહાપર્વ છે. ભગવાન રામ એ મહાકાલના ભક્ત અને અસુર કહેવાતા રાવણનો જ્યારે વધ કર્યો હતો, તે દિવસે આસોસુદ દશમ હતી , તેથી નવરાત્રીના નવ દિવસ બાદ આવતી દશમને દશેરા તરીકે ઓળખવામાં આવે છે.

અને આ દશેરાના દિવસે લોકો રાવણ દહન નો કાર્યક્રમ માણ્યા બાદ ,જલેબી અને ફાફડા ખાઈને આ પર્વને ઉજવતા હોય છે. ગુજરાતીઓ તો હર હંમેશ ખાવાના શોખીન જ હોય છે , પણ જ્યારે પરંપરા જ ગુજરાતીઓને જલેબી ફાફડા ખાવા માટે પ્રેરિત કરતી હોય , ત્યારે જલેબી ફાફડા ની દુકાને ગુજરાતીઓની લાઈન લાગે તે વાતમાં કોઈ નવાઈ નથી.

જલેબી, ફાફડા અને દશેરા વચ્ચેનો શું સંબંધ છે તેને સમજીએ

સૌથી પહેલા તો એ જાણવું જોઈએ કે જલેબી નામ પડ્યું કેવી રીતે - જલેબી શબ્દ એ અરેબિક શબ્દ ઝુલાબિયા પરથી આવ્યો છે. એવું માનવામાં આવે છે કે મધ્ય યુગમાં પર્સિયાના વેપારીઓ મારફતે ભારતમાં જલેબી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી, ત્યારથી લઈને પેઢીઓની પેઢીઓથી આપણે જુલેબિયાના શબ્દ પરથી ઓળખાતી ખાસ પ્રકારની લઝીઝ જલેબીની મજા માણીએ છીએ.

નવ દિવસના ઉપવાસ કર્યા પછી જ્યારે ઉપવાસને તોડવાનો દિવસ આવે, ત્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ અપવાસ ને ચણાના લોટની બનતી વાનગીથી ખાઈને તોડવો જોઈએ. જેથી નવરાત્રિના નવ દિવસ બાદ દસમા દીવસે ચણાના લોટ માંથી બનતા ફાફડા ખાઈને ઉપવાસને તોડવામાં આવતો હોય છે.

જલેબી અને ભગવાન રામનો નાતો - એવું માનવામાં આવે છે કે, ભગવાન રામને જલેબી ખૂબ પ્રિય હતી , તે સમયે જલેબીને શશકૌલી ના નામથી ઓળખવામાં આવતી હતી , આથી જ લોકો ભગવાન રામની રાવણ ઉપર થયેલ જીતને સેલિબ્રેટ કરવા માટે રામ ભગવાનની પ્રિય એવી વાનગી જલેબી સાથે ફાફડા ખાઈને આ પર્વની ઉજવણી કરતા હોય છે.ગોધરા શહેરના કેટલાક ફૂડિસ સાથે વાત કરતા તેઓ શું કહ્યું આવો જાણીએ

ગોધરા શહેરના ટ્યુશન ક્લાસના સંચાલક એવા નિતેશ ગંગારામણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે " હું ખાવા પીવાનો ઘણો શોખીન છું , આમ તો વર્ષ દરમિયાન જુદા જુદા પ્રકારની વાનગીઓ ખાતા હોઈએ છીએ ,પરંતુ ભાગ્ય જ ક્યારેક સ્પેશ્યલી ફાફડા અને જલેબી ખરીદીને ખાતા હોઈએ છીએ. પરંતુ જ્યારે દશેરો આવે છે , ત્યારે ખાસ દશેરાના દિવસે વહેલી સવારે ઊઠીને સુંદર મજાનો લેંગો ઝબ્બો પહેરીને હું મારા પરિવાર સાથે ફાફડા , જલેબી ની દુકાને જઈ પરિવાર સાથે ફાફડા જલેબી ની લિજ્જત માણીએ છીએ"બોટાદ શહેરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા , મૂળ ગોધરાના વતની ,ભરત રામનાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે "ભલે હું નોકરી ક્યાંય પણ કરતો હોઉં. પરંતુ નવરાત્રી અને દશેરો મનાવવા હું ખાસ મારા મૂળ વતન ગોધરા જ પરત ફરું છું અને મારા પરિવાર સાથે નવરાત્રી અને દશેરાનો પર્વ મનાવું છું. આ દિવસે હું અને મારા મિત્રો અમે સાથે મળી ફરસાણની દુકાનેથી તીખી પાપડી અને મસ્ત મજાની મીઠી જલેબી ખરીદીને મિત્રો સાથે વાતચીત કરતા કરતા પાપડી અને જલેબી ની મોજ માણીએ છે.

શું તમે જાણો છો જલેબી આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે - ફિટનેસ એક્સપર્ટ પરેશ દેરાઇ સાથે વાત કરતા જાણવા મળ્યું કે " સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનોએ સંધિઋતુનો કાળ છે હવામાનમાં આ સમયમાં ઘણા મોટા ફેરફારો થતા હોય છે અને ઋતુ શિયાળા તરફ વળતી હોય છે. આ ઋતુમાં લોકોને અવારનવાર માથું દુખવાની સંભાવના રહે છે અને કેટલીક વખતતો માઈગ્રેન ની સમસ્યા પણ થાય છે , જેથી આ ઋતુમાં ગરમાગરમ જલેબી ખાવાથી માથાનો દુખાવો તથા માઈગ્રેન જેવી સમસ્યાથી છુટકારો મળતો હોય છે .જલેબીમાં ટીરામાઈન નામનું તત્વ હોય છે, જે શરીરમાં સેરાટોનિન નામના તત્વને કંટ્રોલ કરે છે, આ ઉપરાંત દૂધને જલેબી સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. નવરાત્રીના નવ દિવસ ઉપવાસ કરતા કેટલાક લોકોને બ્લડ સુગરની જો સમસ્યા થઈ હોય તો ,દશેરાના દિવસે જલેબી ખાવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં આવે છે .જલેબી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે. પરંતુ એનો મતલબ એ નથી કે તમે ખૂબ મોટી માત્રામાં જલેબી અને ફાફડા ખાઓ તેનાથી શરીરને નુકસાન પણ થાય છે.

જલેબીએ મેદા માંથી બનાવવામાં આવતી હોય છે અને ફાફડા એ ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે ,વધારે પડતા ફાફડા ખાવાથી આળસ ચડે છે અને થાક પણ લાગે છે. ઉપરાંત તળેલી વસ્તુ વધુ ખાવાથી પેટની ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે. જેથી જો મર્યાદામાં ફાફડાને જલેબી ની મજા માણવામાં આવે તો એ ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ ગણાય છે.
First published: October 5, 2022, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading