Panchmahal: પંચમહાલને મળશે ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટથી ભૂતકાળમાં પડેલી તકલીફ થશે દૂર


Updated: May 27, 2022, 8:35 PM IST
Panchmahal: પંચમહાલને મળશે ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન પ્લાન્ટથી ભૂતકાળમાં પડેલી તકલીફ થશે દૂર
Panchamrut Oxygen plant, Panchmahal

પંચમહાલ જિલ્લામાં આવેલા તાડવા ગામે પંચામૃત બટર કોલ્ડ સ્ટોર નું પણ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જે પંચમહાલ દૂધ સંઘ દ્વારા સંપાદિત થતા દૂધમાંથી બટર નું ઉત્પાદન કરવામાં આવે છે અને બટર માંથી ઉત્પન્ન કરવામાં આવતી બનાવટો બાદ ....

  • Share this:
Shivam Purohit, Panchmahal: હાલ ગોધરામાં પંચામૃત ડેરી ની આસપાસ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાંથી પસાર થતા લોકોના મનમાં અસમંજસતા હોય કે આ શાની આટલી બધી તૈયારી છે ? આ સંપૂર્ણ તૈયારી 29 મે ના રોજ ગોધરા તાલુકાના છબનપુર ગામ પાસે આવેલા પંચામૃત ડેરી ની બાજુમાં ખુલ્લા પ્રાંગણમાં ભારતના ગૃહપ્રધાન અમિત શાહ આવી રહ્યા છે. જેને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. જેને લઇને પ્રજાના કુતૂહલ વચ્ચે પ્રશાસન પણ સંપૂર્ણ તૈયારીમાં તહેનાત જોવા મળી રહ્યું છે.

ગૃહ મંત્રી અમિત શાહ પંચામૃત ડેરી ખાતે પંચામૃત ઓક્સિજન પ્લાન્ટ તથા પંચામૃત બટર કોલ્ડ સ્ટોર (તાડવા) નાં ઉદ્ઘાટન હેતુ ગોધરા ખાતે આવશે.

ગોધરાના મહેમાન બનવા જઈરહેલા ભારતના ગૃહપ્રધાન ૨૯ મીના રોજ પંચામૃત ડેરી ખાતે પંચામૃત ઓક્સિજન પ્લાન્ટ તથા પંચામૃત બટર કોલ્ડ સ્ટોર (તાડવા) નાં ઉદ્ઘાટન હેતુ ગોધરા ખાતે પધારી રહ્યા છે.આ સાથે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નવી બિલ્ડિંગના લોકાર્પણ માટે પણ તેઓના આગમનનો હેતુ છે. જેને લઇને છેલ્લા કેટલાય દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે જ્યારે બીજી તરફ પંચમહાલ જિલ્લામાં 250 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલ અને 30 ઘનમીટર પ્રતિ કલાકની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટ માં ઓક્સિજન જનરેશન અને બોટલ ફીલિંગ પ્રક્રિયા શરૂ થશે જેનાથી ભવિષ્યમાં કોરોના સમયે આવેલી ઓક્સિજનની અછત દૂર થશે તેની ખુશી લોકોમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો કિંમત કરે તેવા ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન

દૂધ સંઘ પાસે હાલ 400 મેટ્રિક ટન ના સંગ્રહ માટે જ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ,નવુ સ્ટોરેજ ઉમેરાતા સંગ્રહ ક્ષમતા 4700 મેટ્રિક ટન થશે.પંચમહાલ જિલ્લામાં આવેલા તાડવા ગામે પંચામૃત બટર કોલ્ડ સ્ટોરનું પણ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જે પંચમહાલ દૂધ સંઘ દ્વારા સંપાદિત થતા દૂધમાંથી બટરનું ઉત્પાદન કરવામાં આવે છે અને બટર માંથી ઉત્પન્ન કરવામાં આવતી બનાવટો બાદ ઉપલબ્ધ બટરની જરૂરિયાત મુજબ સંગ્રહ કરવામાં આવે છે દૂધ સંઘ પાસે હાલ 400 મેટ્રિક ટન ના સંગ્રહ માટે જ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉપલબ્ધ છે તેથી બટર સંગ્રહ માટે બટર કોલ્ડ સ્ટોરેજ ની આવશ્યકતા ને ધ્યાને લઇને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ના તાડવા શીતકેન્દ્ર મુકામે બટર કોલ્ડ સ્ટોર પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે જેમાં આ કોલ્ડ સ્ટોરેજ નો વિસ્તાર 2600 ચોરસ મીટર છે અને તેની સંગ્રહ ક્ષમતા 4700 મેટ્રિક ટન છે. ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાત આપણે આ વિડીયો દરમ્યાન લઈ શું.
Published by: kuldipsinh barot
First published: May 27, 2022, 8:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading