Panchmahal: તણાવભર્યા જીવનમાં ઉર્જાવાન રહેવું હોય તો કરો આ યોગ, મીનિટોમાં થઈ જશો રીફ્રેસ


Updated: June 18, 2022, 5:15 PM IST
Panchmahal: તણાવભર્યા જીવનમાં ઉર્જાવાન રહેવું હોય તો કરો આ યોગ, મીનિટોમાં થઈ જશો રીફ્રેસ
સ્ટ્રેસ કેસ જિવન જિવવાની ચાવી, પંચમહાલ

ગોધરામાં રહેતા યોગા ટ્રેનર રિદ્ધિ કોઠારી દ્વારા જણાવવામાં આવ્યું કે રોજિંદા જીવનની ભાગદોડમાં અને તણાવભર્યા જીવનમાં યોગ એક મહત્વનો ભાગ ભજવી જતું હોય છે દરરોજ દસ મિનિટ કરવામાં આવતા યોગ અને પ્રાણાયામ આખો દિવસ વ્યક્તિને ઊર્જાવાન મહેસૂસ કરાવી શકે છે.

  • Share this:
Shivam Purohit, Panchmahal: હાલના સમયમાં રોજિંદા જીવનમાં (daily life) સામાન્ય જનજીવન નોકરી અને ધંધામાં સપડાયેલું જોવા મળે છે અને આ સમયે પોતાના કર્મ સ્થળે તેમજ ઘરે પણ તે ઘણીવાર પોતાના મનને વિચલિત પામે છે. કાર્યસ્થળ નું ભારણ તેમજ હાલના સમયમાં ટ્રાફિકના (Traffic) વધતા જતા કકળાટને કારણે વ્યક્તિ તણાવપૂર્ણ (Stressful) માહોલ માં જ રહ્યા કરે છે જેના કારણે તેની રચનાત્મક શક્તિઓમાં સતત ઘટાડો થતો જોવા મળે છે અને આ સાથે તે પોતાનું સ્વાસ્થ્ય પણ બગાડી મુકે છે સાથે સાથે તે પોતાની ઊર્જામાં સતત ઘટાડો (steady decrease in energy) મહેસૂસ કરે છે. ત્યારે આવા સમયે રોજિંદા જીવનમાં ઉર્જાવાન મહેસૂસ કરવા માટે અને તણાવમુક્ત રહેવા માટે શું કરવું જોઈએ આવો જાણીએ.

વધુ પડતા સ્ટ્રેસ માં હોય ત્યારે શરીરને પૂરતો ઓક્સિજન મળી રહેતો નથી અને આવા સમયે વ્યક્તિ પોતાનું ઉર્જા નુ લેવલ પણ નીચું અનુભવે છે.

ગોધરામાં રહેતા યોગા ટ્રેનર રિદ્ધિ કોઠારી દ્વારા જણાવવામાં આવ્યું કે રોજિંદા જીવનની ભાગદોડમાં અને તણાવભર્યા જીવનમાં યોગ એક મહત્વનો ભાગ ભજવી જતું હોય છે દરરોજ દસ મિનિટ કરવામાં આવતા યોગ અને પ્રાણાયામ આખો દિવસ વ્યક્તિને ઊર્જાવાન મહેસૂસ કરાવી શકે છે. ત્યારે રોજ ની ભાગદોડ ભરી જીંદગીમાં તણાવ વચ્ચે વ્યક્તિ વારંવાર માથાના દુખાવાની ફરિયાદ કરતો જોવા મળે છે અને મોટાભાગે એવું સાંભળવા મળે છે કે "માથું ભારે લાગે છે" એનું કારણ એ છે કે વ્યક્તિ જ્યારે વધુ પડતા સ્ટ્રેસ માં હોય ત્યારે શરીરને પૂરતો ઓક્સિજન મળી રહેતો નથી અને આવા સમયે વ્યક્તિ પોતાનું ઉર્જા નુ લેવલ પણ નીચું અનુભવે છે.

પ્રાણાયામ કરવાથી માઈગ્રેનની અસર ઓછી થાય છે સાથે-સાથે વ્યક્તિની રચનાત્મક શક્તિઓમાં પણવધારો થાય છે

રોજિંદા જીવનમાં આટલી બધી આંટીઘૂંટીઓ વચ્ચે પણ ઊર્જાવાન રહેવા માટેની ચાવી એટલે અનુલોમ-વિલોમ પ્રાણાયામ. યોગા ટ્રેનર રિદ્ધિ કોઠારી દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રાણાયામ તમે કોઈપણ જગ્યાએ બેસીને કે સુતા સુતા પણ કરી શકો છો. જ્યારે જ્યારે તમારા મનમાં તણાવનું પ્રમાણ વધારે હોય તેમજ માથું દુખવા નો પ્રશ્ન સામે આવતો હોય એવા સમયે અનુલોમ-વિલોમ કરવાથી શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ વધતું હોય છે જેના કારણે વ્યક્તિ વધુ ઉર્જાવાન મહેસૂસ કરતો હોય છે.

આ પણ વાંચો: ખેતરમાં તળાવ બનાવી તમે પણ કમાઈ શકો શો આ રીતે ડબલ નફોતેમજ અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવાના ફાયદા વિશે જણાવતાં તેમણે ઉમેર્યું કે આ પ્રાણાયામ કરવાથી માઈગ્રેન ની અસર ઓછી થાય છે સાથે સાથે વ્યક્તિની રચનાત્મક શક્તિઓમાં વધારો થાય છે તેમજ ઓક્સિજનનું પ્રમાણ વધવાને કારણે ચહેરા ઉપર તેમજ ત્વચા માં એક અનેરું તે જ જોવા મળે છે. આ પ્રાણાયામ કરતાં પહેલાં પેટ ખાલી હોવું જરૂરી છે અને એ સિવાય તમે જમ્યા બાદ એક કલાકના સમય પછી કે સુતા સુતા પણ આ પ્રાણાયમ કરી શકો છો જેથી તમે સ્વસ્થ નિદ્રા પણ માણી શકો છો.

અનુલોમ-વિલોમ સવારના સમયે કરવાથી સંપૂર્ણ દિવસ ઊર્જા જળવાઈ રહે છે અને સવારના સમયે આ પ્રાણાયામ કરવા માટે બેસવાની તેમજ હાથની મુદ્રાઓ તથા સ્વચ્છ વાસની ગતિવિધિ યોગ્ય રીતે સમજવા માટે જોઈએ વીડિયો.
Published by: kuldipsinh barot
First published: June 18, 2022, 5:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading