Panchmahal: સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ, 525 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત


Updated: June 15, 2022, 5:48 PM IST
Panchmahal: સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ, 525 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત
સિંગલ યુઝ પ્લાસ્ટિક, શહેરા, પંચમહાલ

કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણને થઈ રહેલા નુકસાનને રોકવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,500 કિલોથી વધુનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો સિઝ કરાયો.

  • Share this:
Shivam Purohit, Panchmahal: ગત વર્ષો દરમિયાન ભારત સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર ઉદ્યોગપતિઓ તેમજ વ્યાપારીઓને સચેત કર્યા હતા અને તે દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક નું ઉત્પાદન બંધ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને તે માટે કેટલો સમય પણ કાઢવામાં આવ્યો હતો તથા 55 માઈક્રોન(micron)ની આસપાસ નો પ્લાસ્ટિક જે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે માટેના સૂચનો કરવામાં આવ્યા હતા. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં પ્લાસ્ટિકનો વેપાર કરતા બે વેપારીઓને ત્યાંથી પાલિકા દ્વારા 525 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હલકી ગુણવત્તાવાળુ પ્લાસ્ટિક ચેકિંગ દરમિયાન સિઝ કરાયું.

કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણને થઈ રહેલા નુકસાનને રોકવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ગતરોજ પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં સેનેટરી ઈન્સપેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તેમણે બાતમીના આધારે નગરના સિંધી બજારમાં આવેલ વીર પ્લાસ્ટિક નામની દુકાન અને રોહિત વાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાં પ્લાસ્ટિકનો વેપાર કરતા અલ્પેશ પરમારના મકાનમાં ચેકીંગ હાથ ધરતા ચેકિંગ દરમિયાન સિંગલ યુઝ તેમજ હલકી ગુણવત્તાવાળુ પ્લાસ્ટિક મળી આવ્યું હતું.

આ પણ વાંચો: ગોધરામાં સામાન્ચ વરસાદે તંત્રની પોલ ખોલી, ઠેર-ઠેર પાણી ભરાતા ગંદકીના થર જામ્યા

બે વેપારીઓનેની દૂકાન માંથી 500 કિલોથી વધુનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો સિઝ કરાયો.

જેને લઈને નગરપાલિકાની ટીમ દ્વારા વીર પ્લાસ્ટિક નામની દુકાન પરથી 225 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જ્યારે અલ્પેશ પરમારના મકાનમાંથી 300 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આમ નગરપાલિકાની ટીમ દ્વારા બંને વેપારીઓને ત્યાંથી 525 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડી તેઓની સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે થોડા દિવસ અગાઉ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓને નોટીસ પણ અપાઈ હોવાનું સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.
Published by: kuldipsinh barot
First published: June 15, 2022, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading