Panchmahal: દુધની આ વાનગી વિશે જાણી મોં માં પાણી આવી જશે


Updated: November 3, 2022, 4:36 PM IST
Panchmahal: દુધની આ વાનગી વિશે જાણી મોં માં પાણી આવી જશે
ગાય જ્યારે વાછરડાને જન્મ આપે ત્યારે પ્રથમ દૂધ માંથી બનાવામાં આવે છે બળી 

બળી નામની વાનગીનું નામ તો સાંભળ્યું હશે. પરંતુ આ વાનગી કાયમી નથી બનતી. ચોક્કસ સમયનાં દુધમાંથી જ આ વાનગી બને છે. માત્ર ભારતમાં જ નહી યુક્રેન દેશમાં આ વાનગી લોકો બનાવે છે.

  • Share this:
Prashant Samtani, Panchmahal: દૂધમાંથી જુદા જુદા પ્રકારની વાનગીઓ બને, જેમાં છાશ, દહી, મોન્થાલ, ચોકલેટ તેમજ જુદી જુદી મીઠાઈઓ વગેરે બનાવવામાં આવે છે. પરંતુ એ ખાસ પ્રકારની એવી વાનગી પણ બને છે જે ફક્ત ગાય જ્યારે બચ્ચાને જન્મ આપે તે પછીના સમયના પ્રથમ દૂધમાંથી જ બની શકે છે. જેને બળી કહેવામાં આવે છે.

આ દૂધને જોતા દૂધ સફેદની જગ્યાએ હળવા પીળા કલરનું દેખાય છે, જે દૂધમાંથી મસ્ત મજાની બળી બનાવી તેની મજા માણી શકાય છે . બળીને સિંધી સમુદાયના લોકો પીસ તરીકે પણ ઓળખે છે. સિંધી સમાજના લોકોમાં આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. તમિલનાડુમાં આ બળી મીઠાઈની દુકાને સાલિમ નામે વેચાય છે. યુક્રેન નામના દેશમાં મોલોજ નામે પરંપરાગત રીતે પ્રસિદ્ધ છે.



આવો જાણીએ બળી બનાવવાની રીત

બળી બનાવવા માટે સૌપ્રથમ એક કપ દૂધ - એક બાઉલ ખીરું - કાજુ જરૂર મુજબ - બદામ જરૂર મુજબ - એક ચમચી ઈલાયચી પાવડર - એક કપ ખાંડ અને સાધન સામગ્રીની જરૂરિયાત પડે છે.

એક બાઉલ લેશું. તેમાં દૂધ અને ખીરું લેશું. પછી તેમાં ખાંડ નાખીશું. પછી બધું બરાબર મિક્સ કરીશું.
પછી એક મોટું વાસણ લેશું તેમાં પાણી નાખીશું, પછી એક પ્લેટ લઈને તેમાં દૂધનું ખીરું નાખી તેના ઉપર કાજુ બદામ અને ઈલાયચી પાવડર અથવા ઈલાયચીનો ભૂકો નાખવો.
પછી વરાળમાં પાંચથી છ મિનિટ સુધી તેને સ્ટીમ કરી દેવું અને ખોલીને ચપ્પુની મદદથી ચેક કરી લેવું.

ત્યારબાદ ઠરી ગયા પછી ચપ્પુની મદદથી તેને ઢોકળાની જેમ નાના નાના ચોરસ પીસમાં કટ કરી લો અને તૈયાર છે તમારી ટેસ્ટી બળી.



કેસર યુકત સહિત 50 પ્રકારની વેરાઇટી બનાવી શકાય

આવી જ રીતે તમે બળી માં જુદા જુદા પ્રકારની વસ્તુ ઉમેરીને તેને જુદા જુદા ફ્લેવર અને જુદી જુદી વેરાઈટીઓ વાળી બળી બનાવી શકો છો.જેમ કે કેસર ઉમેરીને કેસર બળી,કાજુ ઉમેરીને કાજુ બળી,પિસ્તા ઉમેરીને પિસ્તા બળી, ઈલાયચી ઉમેરીને ઈલાયચી બળી વગેરે. આમ તમે બળીની 50 થી પણ વધુ વેરાઈટીઓ ઘેર બેઠા જ બનાવી શકો છો અને પરિવાર સાથે મોજ માણી શકો છો.



બળીનું આરોગ્યની દ્રષ્ટિએ પોષકમૂલ્ય

સ્તનધારી પ્રાણીઓની માદા જ્યારે બચ્ચાને જન્મ આપે છે, ત્યારે કુદરતે માતાના સ્થાનમાંથી નવજાતને પોષણ આપવા જે પ્રથમ દૂધનો સ્ત્રાવો કરાવે છે, એને આર્યુવેદમાં પિયુષ કહેવામાં આવે છે. ખીરુ વૃષીય શરીરને પુષ્ટિ કરનાર બળવર્ધક છે. કાચૂ ખીરું પચાવવામાં ભારે અને કફ કરનાર છે ,એની બળી બનાવીને ખાવાથી એ હૃદયને હિતકારી છે. તે વાયુ અને પિત્તનો નાશ કરે છે.જેને નીંદર ન આવતી તેના માટે પણ લાભદાયક છે. કેન્સર જેવી બીમારીથી પીડાતા હોય એને બળી ખાવી ખૂબ લાભદાયક રહે છે . આધુનિક તબીબી વિજ્ઞાન જીવાણું અને રોગપ્રતિકારક શક્તિની બહુ ચિંતા અને ચિંતન કરે છે. જેથી બળી ખાવું એ રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

ગાયનાં ખારામાં હોય છે અનેક તત્વો

ગાયના આ ખીરામાં 90 જાતના રોગપ્રતિકારક તત્વો મોજુદ હોય છે. જેમાં બેટા , માઇક્રોબુલિન, એન્ઝાઈમ્સ ,હાયમોપેક્સિન , ઇન્સ્યુલિન, સલ્ફર વગેરે સામેલ છે.
Published by: Santosh Kanojiya
First published: November 3, 2022, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading