Panchmahal: નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરાઈ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી


Updated: June 27, 2022, 4:15 PM IST
Panchmahal: નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરાઈ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી
પ્રિમોનસુન કામગીરી, નગરપાલિકા ગોધરા 

Panchmahal Pre Monsoon Plan: ગોધરાના ભુરાવાવ, રાણાવાસ, FCI ગોડાઉન, સાપા રોડ, તુલસીધામ સોસાયટી, પોલીસ લાઈનની સામે બસ સ્ટેન્ડ રોડ, મીસરી નદી પટ નો વિસ્તાર, બામરોલી રોડના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે આ વિસ્તારોમાં જરૂરી...

  • Share this:
Shivam Purohit, Panchmahal: હાલ પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગોધરામાં (Godhra) છેલ્લા બે દિવસથી વરસાદ (rain) પડવાનો શરૂ થયો છે ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે પાણી ભરાવવાની શરૂઆત થતી હોય છે ત્યારે ચાલુ વર્ષે નગરપાલિકા ગોધરા દ્વારા પ્રિમોન્સુન (pre monsoon) કામગીરી હાથ ધરીને ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત પાણી ભરાઈ શકે નહીં તે માટેની ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારાજરૂરી સાફ-સફાઈ તથા સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ની કામગીરી કરીને પાકું કામ કરવામાં આવ્યું

ગોધરાના ભુરાવાવ, રાણાવાસ, FCI ગોડાઉન, સાપા રોડ, તુલસીધામ સોસાયટી, પોલીસ લાઈનની સામે બસ સ્ટેન્ડ રોડ, મીસરી નદી પટ નો વિસ્તાર, બામરોલી રોડના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે આ વિસ્તારોમાં જરૂરી સાફ-સફાઈ તથા સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ની કામગીરી કરીને પાકું કામ કરવામાં આવ્યું હતું તેવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વરસાદના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા અંગે નિચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો. બીજી તરફ જો વરસાદના કારણે કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાવવાની કે અન્ય કોઈ મુશકેલી ચોમાસામાં વરસાદ પડવાના કારણે ઉભી થાય તો પાલિકાના ઓફિસ નંબર પર જાણ કરી શકાય છે. પાલિકાનો ઓફિસ નંબર , 02672243184 આ છે.

સિંદુરી માતા કોતર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં સાફ-સફાઇ કરવામાં આવી

ગોધરા નગરપાલિકાના સિનિયર સેનેટરી ઇન્સપેક્ટર મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરી ૨ મે 2022 થી શરૂ કરવામાં આવી છે જમા સિંદુરી માતા કોતર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં સાફ-સફાઇ કરવામાં આવી છે તેમજ મીંડી નું કોતર જે પોલન બજાર વિસ્તારમાં મેસરી નદીના પટ ને મળે છે તેની પણ સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી.આ સાથે જ તેમણે ઉમેર્યું કે સિવિલ હોસ્પિટલ ની સામે આવેલી લારા હોસ્પિટલ પાસેથી પસાર થતા નાળાની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી.પ્રિ-મોન્સુનનીતૈયારીના ભાગરૂપેમાર્કેટિંગ યાર્ડ રાણાવાસ સોસાયટી, તેમજ હરી દયાળ સોસાયટીની આસપાસનું નાડું પણ ક્લીન કરવામાં આવ્યું હતું.

વરસાદને લઈ ખાસ કરીને pre-monsoon તૈયારીમાં ગોધરાના એવા વિસ્તારોકે જ્યાં પાણી ભરાવવાની શક્યતાઓ છે જેવા કે માર્કેટિંગ યાર્ડ રાણાવાસ સોસાયટી, તેમજ હરી દયાળ સોસાયટીની આસપાસનું નાડું પણ ક્લીન કરવામાં આવ્યું હતું.તેમજ ભુરાવાવ વિસ્તારમાં આવેલું રામસાગર તળાવને જોડતું નાડુ સાફ કરીને પાણીનો નિકાલ થઈ શકે એ માટેની સુવિધા કરવામાં આવી છે સાથે-સાથે સાપા રોડ કોલીયારી FCI ગોડાઉન પાસે પાણી ભરાઇ જવાની સમસ્યાને કારણે હાલ થોડા સમય પહેલાં જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે. જેથી કરીને ભુરાવાવ વિસ્તારમાં યોગેશ્વર સોસાયટી તેમજ સાપર રોડ પાસે તુલસીધામ સોસાયટીમાં ચાલુ વર્ષે પાણી ભરાવવાની શક્યતા નહિવત છે.
Published by: Margi Pandya
First published: June 27, 2022, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading