Godhra: આજે જ ઘરે ટ્રાય કરો, પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી વિથ ચોકલેટ નાન

Hyperlocal
Updated: November 25, 2022, 11:11 AM IST
Godhra: આજે જ ઘરે ટ્રાય કરો, પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી વિથ ચોકલેટ નાન
આ સ્વાદિસ્ટ વાનગી તમે ઘરે જાતે જ બનાવી શકો છો.

રાણી સોનીએ વાનગીઓને લગતી પોતાની બૂક 'પ્રિન્સેસ સરપ્રાઈઝ' પણ પબ્લિશ કરી છે. રાણીના શોખને પરિણામે રાણીને બેસ્ટ ફૂડ ફોટોગ્રાફીના 4 એવોર્ડ મલ્યા છે .

  • Hyperlocal
  • Last Updated: November 25, 2022, 11:11 AM IST
  • Share this:
Prashant Samtani panchmahal - ગોધરા શહેરમાં રહેતી રાણી સોનીને નવી નવી વાનગીઓ બનવાનો ઘણો શોખ છે. રાણી સોનીએ વાનગીઓને લગતી પોતાની બૂક 'પ્રિન્સેસ સરપ્રાઈઝ' પણ પબ્લિશ કરી છે. રાણીના શોખને પરિણામે રાણીને બેસ્ટ ફૂડ ફોટોગ્રાફીના 4 એવોર્ડ મલ્યા છે . ઉપરાંત 250 થી પણ વધારે પ્રમાણપત્ર મલ્યા છે. તો આવો જાણીએ રાણી દ્વારા બનાવામાં આવેલી નવી રેસિપી, પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી વિથ ચોકલેટ નાન બનાવવાની રીત .

કોફતા બોલ્સ બનાવવા માટે સામગ્રી.

250 ગ્રામ પનીર

3-4 મધ્યમ સાઈઝ ના બાફેલા બટાકા
મીઠું સ્વાદાનુસાર
ચપટી મરી પાઉડર1 ચમચી ધાણા જીરું પાઉડર
1/2 ચમચી ગરમ મસાલા
2 ચમચી કોર્ન ફ્લોર
1 ઇંચ આદું છીણેલ
2-3 લીલા મરચાં ઝીણાં સમારેલાં
આરા લોટ કોટિંગ માટે
તેલ કોફતા ફ્રાય કરવા માટે.



ગ્રેવી માટે:
4 - 6 કાંદા
2 - 3લીલા મરચાં
1-2 કપ કાજૂ
1 કપ પાણી
1 ચમચી તેલ
1 નાની ચમચી આખું જીરું
1 ઇલાયચી
2-3 લવિંગ
1 ઇંચ તજ
1 ઈંચ આદુ છીણેલું
2 તમાલ પત્ર
1 ચમચી ફ્રેશ ક્રીમ
1 નાની ચમચી ખાંડ
1 ચમચી ધાણા જીરું પાઉડર
1/4 નાની ચમચી મરી પાઉડર
મીઠું સ્વાદાનુસાર
1/2 કપ દહીં
1 નાની ચમચી ગરમ મસાલા
1 ચમચી કસૂરી મેથી
1 ચમચી રોગન

પદ્ધતિ:

એક બાઉલ માં પનીર અને બાફેલા બટાકા મીઠું, મરી, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલા, કોર્ન ફ્લોર, આદું ની પેસ્ટ, મરચાં ઉમેરી મિક્સ કરવું. ત્યારબાદ નાના બોલ બનાવી આરા લોટ માં કોટ કરી ૫ મિનીટ રેસ્ટ કરવું. એક પેન માં કોફતા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકવું. ત્યારબાદ એક પેન માં પાણી લઈ તેમાં કાંદા, અને કાજૂ ઉમેરી 7-8 મિનિટ સુધી ઉકાળી બૉઇલ કરવું. કાંદા અને કાજૂ ઉકળે ત્યાં સુધી કોફતા ફ્રાય કરી લેવા. કોટ કરેલા કોફતા ને ધીરે થી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવું.

બીજી બાજુ કાજૂ કાંદા પણ બૉઇલ થઈ જશે એને ઠંડુ કરવું. ત્યારબાદ લીલા મરચા પણ ઉમરી ગ્રાઈન્ડર માં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવવી.

હવે કોફતા કરી બનાવવા માટે એક પેન માં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં જીરું, લવિંગ, તજ, ઇલાયચી, તમાલપત્ર, આદું ઉમેરી કાજુ કાંદા ની પેસ્ટ ઉમેરી થીક થાય ત્યાં સુધી હલાવવું.

ત્યારબાદ ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરી ફરીથી 2 - 3 મિનિટ હલાવવું. ખાંડ, ધાણાજીરું પાઉડર, મીઠું, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું. પછી દહીં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. અને ગ્રેવી ની જોઇતી કંસિસ્ટન્સી પ્રમાણે પાણી ઉમેરવું.

ત્યારબાદ ગરમ મસાલા અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરવું અને ઉકાળવું. ગેસ બંધ કરી ગરમ ગ્રેવી માં કોફતા મૂકી ઉપર ગ્રેવી ઉમેરવી.રોગન ,લીલા ધાણા થી ગાર્નિશ કરી ચોકલેટ નાન, સાથે સર્વ કરવું.

ચોકલેટ નાન બનાવવા માટે સામગ્રી:
2 કપ ઘઉં નો લોટ
1 ચમચી ખાંડ
મીઠું પ્રમાણસર
2 ચમચી તેલ
1/8 ચમચી બેકિંગ પાઉડર
2-3 ચમચી ખાટું દહીં
ડાર્ક ચોકલેટ 4 ચમચી

રીત
લોટ માં મીઠું,ખાંડ,તેલ,બેકિંગ પાઉડર ઉપર દહીં ઉમેરી પાણી કઠણ લોટ બાંધવો.10 મિનિટ ઢાંકી રાખો...

એકસરખાં લુવા કરી વણવું. ગેસ પર તવી ગરમ કરી ધીમા તાપે બંને બાજુ શેકી લો. ડાર્ક ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો.

તો આમ તૈયાર થઈ જશે પનીર કોફતા વિથ વાઈટ ગ્રેવી વિથ ચોકલેટ મસ્ત મજાની વાનગી. તમે પોતાના ઘરે જ વાનગી બનાવીને પરિવાર સાથે મજા માણી શકો છો આવી જવું નવીન વાનગીઓ જોવા તથા શીખવા માટે ન્યુઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહો.
First published: November 25, 2022, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading