Panchmahal: આ કોઇ સામાન્ય કેફે નથી, તેની થીમ જાણીને ગર્વ થશે, જુઓ વીડિયો  

Hyperlocal
Updated: November 25, 2022, 2:49 PM IST
Panchmahal: આ કોઇ સામાન્ય કેફે નથી, તેની થીમ જાણીને ગર્વ થશે, જુઓ વીડિયો  
This is the only cafe in Godhra city built on the theme of freedom fighters

પંચમહાલ ગોધરા શહેરમાં એક ફૂડ કોર્ટમાં અનોખી જ થીમ જોવા મળી. ગોધરામાં બાવાની મઢી પાસે આવેલું કિંગ્સ ફાસ્ટ ફૂડ કોર્ટ જ્યાં ગોધરાની પ્રજા પરિવાર સાથે વારંવાર જવાનું પસંદ કરે છે.

  • Hyperlocal
  • Last Updated: November 25, 2022, 2:49 PM IST
  • Share this:
Prashant Samtani,Panchmahal -અત્યાર સુધી આપણે ઘણા કેફે અને ફૂડ કોર્ટમાં ગયા હઇશુ. મોટાભાગના ફૂડ કોર્ટ અને કેફેમાં આપણને હિરો હિરોઈન તથા મોડેલ્સના પોસ્ટર્સ અને ફોટા જોવા મળે. પરંતુ પંચમહાલ ગોધરા શહેરમાં એક ફૂડ કોર્ટમાં અનોખી જ થીમ જોવા મળી. ગોધરામાં બાવાની મઢી પાસે આવેલું કિંગ્સ ફાસ્ટ ફૂડ કોર્ટ જ્યાં ગોધરાની પ્રજા પરિવાર સાથે વારંવાર જવાનું પસંદ કરે. એનું કારણ કિંગ્સ ફાસ્ટ ફૂડ કોર્ટના વડાપાઉં, ભૂંગળા બટાકા, તેમજ સેવ ડુંગળીની દાબેલીના અનેક ચાહકો ગોધરામાં છે. તેના સિવાય આજની યંગ જનરેશન કિંગ્સ ના બર્ગર અને સેન્ડવીચ પાછળ દિવાના છે.

કિંગ ફાસ્ટ ફૂડ સ્વાદિષ્ટ વાનગીઓ માટે તો પ્રખ્યાત છે જ પણ તેને એક વિશેષતા પણ છે. રવિ વ્યાસ દ્વારા ફાસ્ટ ફૂડનો વ્યવસાય 2016માં શરૂ કરવામાં આવ્યો ત્યારે તેમને અનેક ગણું રિસર્ચ પણ કર્યું. જેમાં ડેકોરેશનની થીમ માટે અલગ અલગ જગ્યાઓ નિહાળી પરંતુ જ્યાં પણ જોયું ત્યાં તેમને રીલ લાઈફ-ફિલ્મોના હીરો અને હીરોઇનો તેમજ મોડેલ્સ ના પોસ્ટર અને ફોટા જોવા મળ્યા. પરંતુ તેમને વિચાર આવ્યો કે ઘણા લોકો આ ફોટા અને પોસ્ટર જોઈ તેમનું અનુસરણ કરે છે.

પરંતુ જો રીલ લાઈફ ના હીરો ને જોઈ ઘણા લોકો ઇન્સ્પાયર થતા હોય તો પછી રીયલ લાઈફ હીરો ને જોઈને ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કરી શકાય. બસ આજ એક વિચાર લઈ તેમને પોતાના ફૂડ કોર્ટ ની થીમ સ્વાતંત્ર સેનાનીઓ અને દેશના વીર સપૂતો જેવા કે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ ,ચંદ્રશેખર આઝાદ ,ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાણી લક્ષ્મીબાઈ તથા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, મિસાઈલ મેન એપીજે અબ્દુલ કલામ જેવા રિયલ લાઇફ હીરોની તસવીરોથી પોતાના ફૂડ કોર્ટ ની દીવાલો સજાવી લીધી.
First published: November 25, 2022, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading