Panchmahal: અહીં માત્ર 80 રૂપિયામાં મળે છે ગુજરાતી થાળી, જુઓ વીડિયો!
Updated: December 2, 2022, 10:07 AM IST
ગોધરા શહેરમાં આ જગ્યાએ મળે છે ફક્ત 80 રૂપિયામાં ગુજરાતી થાળી,
શ્રીનાથ ડાઈનિંગ હોલની ગુજરાતી થાળીમાં 3 પ્રકારની અલગ અલગ સબ્જી , 4 ચપાતી, છાસ,પાપડ,સલાડ વગેરે જેવી વાનગીઓ મળે છે.
PRASHANT SAMTANI, PANCHMAHAL –ગુજરાતના લોકો પહેલેથી જ ખાવા-પીવાના શોખીન રહ્યા છે. એમ તો દરેક પ્રકારની વાનગી જેમ કે ચાઇનીઝ,સાઉથ ઇન્ડીયન, ઈટાલીયન, મેક્સિકન વગેરે લોકો ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ ગુજરાતી થાળી આ બધી વાનગીઓ કરતા અગ્રેસર રહી છે. લોકો દુર-દુરથી ગુજરાતી થાળી ખાવા ગુજરાતી હોટલોમાં જતા હોય છે. ગુજરાતના લોકો સૌથી વધારે ગુજરાતી થાળી ખાવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતી થાળીમાં દરેક જાતની ગુજરાતી વાનગીઓનો સમાવેશ થઇ જતો હોય છે. જેથી લોકો વધારે ગુજરાતી થાળી ખાવાનું પસંદ કરતા હોય છે.ગુજરાતી હોટલો હવે ગુજરાતમાં સીમિત નથી રહી પરંતુ સમગ્ર દેશ સહીત દુનીયાના ઘણા દેશોમાં ગુજરાતી થાળી ધૂમ મચાવી રહી છે.
જો ગુજરાતી થાળીની વાત થઇ રહી હોય તો ગોધરા શહેરની શ્રીનાથ ડાઈનિંગ હોલ ને કેવી રીતે ભૂલી શકાય. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા શ્રીનાથ ડાઈનિંગ હોલ હોલમાં મળે છે ફ્ક્ય 80 રૂપિયામાં ગુજરાતી થાળી અને 130 રૂપિયામાં પંજાબી થાળી. લોકો અહીની ગુજરાતી થાળી ખાવા દુર દુર થી આવે છે.

શું-શું મળે છે 80 રૂપિયાની ગુજરાતી થાળીમાં –
શ્રીનાથ ડાઈનિંગ હોલની ગુજરાતી થાળીમાં 3 પ્રકારની અલગ અલગ સબ્જી , 4 ચપાતી, છાસ,પાપડ,સલાડ વગેરે જેવી વાનગીઓ મળે છે. શ્રી નાથ ડાઈનિંગ હોલ માં દરોજ મોટી સંખ્યમાં લોકો આવતા હોય છે. દરોજ 700 થી 800 લોકો અહી જમવા આવતા હોય છે. લોકો ને પીરસવામાં આવતી તમામ પ્રકારની વાનગીઓસ્વાદ સાથે લોકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને બનાવવામાં આવે છે. ફૂડકવોલિટી માં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઈઝ કરવામાં આવતું નથી દરેક લોકોનેસ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે.
શ્રી નાથ ડાઇનીંગહોલમાં રવિવારે સ્પેશીયલ દાળ-બાટી બનાવવામાં આવે છે, જે ગોધરાના લોકો વધુ પસંદ કરતા હોય છે ફક્ત રવિવારે બપોરના 12 વાગ્યા સુધી તમામ દાળ બાટી ખત્મ થઇ જતી હોય છે. લોકો અહી દુર દુર થી જમવા માટે આવતા હોય છે.
લગ્ન સિઝનમાં કેટરિંગની સર્વિસ પણ પૂરી પડે છે. –
હોટલના માલિક ચેતનભાઈ ભાવસારે જણાવ્યું હતું કે, તેઓ લગ્ન તથામીટીંગ કે કોઈ પણ પ્રકારના પ્રસંગોમાં તેઓની હોટલ કેટરિંગ સેર્વીસ પૂરી પડતા હોય છે.

શ્રી નાથ ડાઇનીંગહોલ – નવા બસ સ્ટેન્ડ પાસે , અમી આર્કેડ સામે , ગોધરા.
મોબાઈલ - 9426105263
Published by:
Vijaysinh Parmar
First published:
December 2, 2022, 9:00 AM IST