Godhra: સિંધી સમાજ દ્વારા થેલેસિમિયા અટકાવવા શરૂ કરાઇ અનોખી પહેલ, જુઓ વીડિયો


Updated: December 29, 2022, 9:00 AM IST
Godhra: સિંધી સમાજ દ્વારા થેલેસિમિયા અટકાવવા શરૂ કરાઇ અનોખી પહેલ, જુઓ વીડિયો
ગોધરા -  સિંધી સમાજ દ્વારા થેલેસિમિયા અટકાવવા શરૂ કરી અનોખી પહેલ, જીઓ વિડિયો.

પહેલાના વર્ષોમાં લોકો લગ્ન કરાવવા કુંડળી તો મેળવતા હતા પરંતુ લગ્ન કરનાર બંને પક્ષકારોના થેલેસિમિયાના રીપોર્ટ ન હતા કરાવતા તેનાથી તે લોકોને ખબર પડતી નહતી કે લગ્ન કરનાર બંને પક્ષકારો થેલેસિમિયા માઈનર છે કે નથી.

  • Share this:
Prashant Samtani, Panchmahal - હાલના સમયમાં થેલેસિમિયા નો પ્રમાણ વધી રહ્યું છે. થેલેસિમિયાએ જેનેટીક ખામીના કારણે થતો રોગ છે. આ રોગ ની દવા હોતી નથી. થીલસિમિયા ના દર્દીને તેની ઉંમર પ્રમાણે લોહી આપવામાં આવે છે. સામન્ય રીતે થેલેસિમિયાના દર્દીને 15 થી 20 દિવસ ના સમયગાળે 1 બોટલ લોહીની આપવી પડે છે. થેલેસિમિયા ગ્રસ્ત દર્દીના શરીરમાં જેનેટિક ખામીના કારણે તેમના શરીરમાં લોહી બનતું નથી, જેથી તેને બહાર થીજ તેના શરીરની લોહીની જરૂરિયાત પૂરી પાડવી પડે છે.

હાલના સમયમાં લગ્ન કરતાં પહેલાં લોકો વર વધુની કુંડળી મેળવતા હાય છે, તેના ગુણો મેચ કરતા હોય છે. જેથી તેમનું દાંપત્ય જીવન સારું રહે. પરંતુ પહેલાના વર્ષોમાં લોકો લગ્ન કરાવવા કુંડળી તો મેળવતા હતા પરંતુ લગ્ન કરનાર બંને પક્ષકારોના થેલેસિમિયાના રીપોર્ટ ન હતા કરાવતા તેનાથી તે લોકોને ખબર પડતી નહતી કે લગ્ન કરનાર બંને પક્ષકારો થેલેસિમિયા માઈનર છે કે નથી.



સામન્ય રીતે લોકોમાં થેલેસિમિયા અંગે જાગૃતિ ઓછી છે. જેથી જો લગ્ન કરનાર બને પક્ષકારો જો થેલેસિમિયા માઈનર હોય તો તેમનું આવનાર સંતાનને 25% જેટલી સંભવના હોય છે કે થેલેસિમિયા મેજર થાય, તેથી સમજમાં જાગૃતિ આવે તે હેતુ થી સિંધી સમાજ ગોધરા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં લગ્ન થતાં પહેલાં વર વધુ નો સૌ પ્રથમ થેલેસિમિયા રિપોર્ટ કરવામાં આવે છે અને કુંડળી બાદ માં મેળવવા આવે છે. જો તે બંને પક્ષકારો માંથી બંને થેલેસિમિયા માઇનર હોય તો તે લોકોના લગ્ન કરવામાં આવતા નથી જેથી થેલેસિમિયા મેજર બીમારીને અટકાવી શકાય.
First published: December 29, 2022, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading