Panchmahal: ગરમાગરમ કચોરી ખાવી હોય તો બેસ્ટ છે ગુજરાતનું આ શહેર, જુઓ વીડિયો
Updated: December 8, 2022, 8:00 AM IST
ગોધરા શહેરમાં આ જગ્યાએ મળે છે સૌથી સ્વાદિષ્ટ કચોરી.
શ્રી કૃષ્ણ સ્વીટ્સની કચોરી સમગ્ર ગુજરતમાં ફેમસ છે. લોકો ફક્ત ખાસ કચોરી ખાવા માટે દુર દુરથી આવતા હોય છે. લોકોને અહીની કચોરીનો સ્વાદ ખુબજ પસંદ છે.
Prashant Samtani, Panchmahal– ગુજરાત રાજ્યના લોકો પહેલે થીજ ખાવા-પીવાના શોખીન રહ્યા છે. ગુજરાતી લોકો નાસ્તામાં સમોસા કચોરી ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જુદી જુદી કચોરી સમોસા મળતા હોય છે. જેમાં જુદા જુદા ફ્લેવર વાળા સમોસા કચોરીમળતા હોય છે. જેમાં ડ્રાય ફ્રુટ કચોરી , સદી કચોરી , ચાઇનીસ સમોસા , સાદા સમોસા વગેરે પ્રકારણી વાગીઓ મળે છે. ગુજરાતના લોકો ફરસાણ ખાવાના પણ શોખીન હોય છે.
પંચમહાલ જીલ્લાના મુખ્યમથક ગોધરા ખાતેશ્રી કૃષ્ણ સ્વીટ્સ છેલ્લા 14 વર્ષોથી કચોરી, સમોસા , ફરસાણ, અને મીઠાઈ વહેચવાનો ધંધો કેરે છે.

1936 માં દાહોદમાં શરુ કરી હતી પહેલી દુકાન-
શ્રી કૃષ્ણ સ્વીટ્સનીસ્થાપના 1936 માં દાહોદ ખાતે કરવામાં આવી હતી. દાહોદમાં શ્રી કૃષ્ણ સ્વીટ્સની હેડ ઓફીસ અને ફેક્ટરી આવેલી છે. મુકેશભાઈ દેસાઈ ધ્વારા 1936માં દાહોદમાં કચોરી, સમોસા, ફરસાણ , નમકીન તથા સ્વીટ્સ નો વ્યાપાર શરુ કર્યો હતો. દાહોદમાં 87 વર્ષથી શ્રી કૃષ્ણ સ્વીટ્સ દુકાન ચાલે છે. અને ગોધરા શહેરમાં છેલ્લા 14 વર્ષોથી શ્રી કૃષ્ણ સ્વીટ્સની બ્રાંચ ચાલે છે.

શ્રી કૃષ્ણ સ્વીટ્સની કચોરી છે ફેમસ –
શ્રી કૃષ્ણ સ્વીટ્સની કચોરી સમગ્ર ગુજરત રાજ્યમાં ફેમસ છે. લોકો ફક્ત ખાસ કચોરી ખાવા માટે દુર દુરથીઆવતા હોય છે. લોકો ને અહીની કચોરીનો સ્વાદ ખુબજ પસંદ છે. લોકોને અહીની ફક્ત કચોરી નહિ પણ અહીની દરેક વસ્તુ ગમે છે.

દિવસના 600 થી 700 લોકો લે છે મુલાકાત –
શ્રી કૃષ્ણ સ્વીટ્સમાં દિવસના 600 થી 700 લોકો પોતાનો નાસ્તો ખરીદવા આવતા હોય છે. લોકો દુર દુરથી અહીના ફરસાણ ખરીદવા આવે છે. ખાસ કરીને બહારના લોકો અહીંથી કચોરી વગેરે પેકિંગ કરી ઘરે લઇ જતા હોય છે.
શ્રી કૃષ્ણ સ્વીટ્સ ધ્વારા સમગ્ર ભારતમાં નમકીનની ડીલીવરી કરવામાં આવે છે – શ્રી કૃષ્ણ સ્વીટ્સ ધ્વારા સમગ્ર ભારત ભરમાં નમકીનની ડીલીવરીની પણ સગવડ પૂરી પાડે છે.
શ્રી કૃષ્ણ સ્વીટ્સ (ગોધરા) -પ્રેસીડન્ટ ટ્રાવેલ્સ બાજુમાં, બસ સ્ટેન્ડ રોડ , ગોધરા
મોબાઈલ - 9426504090.

First published:
December 8, 2022, 8:00 AM IST