National Games 2022: આ બન્ને દીકરીઓ તીરંદાજી સ્પર્ધામાં ઝળકી; આટલા મેડલ જીત્યા


Updated: October 7, 2022, 8:15 PM IST
National Games 2022: આ બન્ને દીકરીઓ તીરંદાજી સ્પર્ધામાં ઝળકી; આટલા મેડલ જીત્યા
નેશનલ ગેમ્સમાં પંચમહાલની બે દીકરીઓએ કુલ 3 મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ

ઐતિહાસિક રમતોત્સવમાં દેશના 36 રાજ્યોમાંથી જુદા જુદા 7000 થી વધુ ખેલાડીઓ એ જુદા જુદા પ્રકારની રમતમાં ભાગ લીધો હતો.આર્ચરીમાં કુલ ચાર વિદ્યાર્થીઓ બારીયા પ્રેમિલા, રાઠવા અમિતા, રાઠવા છગન, અને રાઠવાએ ભાગ લીધો હતો.

  • Share this:
Prashant Samtani, panchmahal: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 36મી નેશનલ ગેમનું ભવ્ય ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું,આ અંતર્ગત 12 ઓક્ટોબર સુધી રાજ્યના છ અલગ અલગ મહાનગરપાલિકા શહેરોમાં જુદા-જુદા પ્રકારની ગેમ્સનુ આયોજન થનાર છે. સાત વર્ષ પછી આ નેશનલ ગેમનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે આ ઐતિહાસિક રમતોત્સવમાં દેશના 36 રાજ્યોમાંથી જુદા જુદા 7000 થી વધુ ખેલાડીઓ એ જુદા જુદા પ્રકારની રમતમાં ભાગ લીધેલ છે. જેમાં આર્ચરી એટલે કે તીરંદાજી ની રમતમાં પંચમહાલ જિલ્લાના કુલ ચાર વિદ્યાર્થીઓ બારીયા પ્રેમિલા, રાઠવા અમિતા, રાઠવા છગન, અને રાઠવા સર્જન ભાગ લીધો છે.

36મી નેશનલ ગેમ્સમાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના સામાન્ય નાના એવા ગામ શામલકુંડા માંથી આવતી દીકરી અમિતા રાઠવા એ બીજા ત્રણ ખેલાડીઓની સાથે ટીમ ઇવેન્ટમાં અન્ય રાજ્યોની 16 ટીમો સામે સ્પર્ધામાં જીત મેળવી હતી . ગેમના અંતમાં ઝારખંડની ટીમ સાથે પાંચ પોઇન્ટની લીડ મેળવી બ્રોન્ઝ મોડલને પોતાના નામે કર્યું હતું . આ ઉપરાંત અમિતા રાઠવા એ વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધામાં અલગ અલગ રાજ્યના 32 ખેલાડીઓ સામે જીત મેળવી, ફાઇનલમાં પોઇન્ટ સાથે સિલ્વર મેડલ મેળવી પંચમહાલનું નામ રોશન કર્યું છે.ગુરુવારના રોજ ટીમ ઇવેન્ટ માં પંચમહાલની બીજી દિકરી પ્રેમિલા બારીયાના નેતૃત્વ માં ટીમે બ્રોન્ઝ મેડલ મેળવી, એમ કુલ 3 મેડલ જેમાં 2 બ્રોન્ઝ અને એક સિલ્વર મેળવી પંચમહાલ જિલ્લાના નામે કર્યા હતા. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના કલેક્ટર સુજા મયાત્રાએ ખાસ પંચમહાલની બંને દીકરીને અભિનંદન પાઠવી તેમનું ઉષ્માભેર અભિવાદન કર્યું હતું.વિજેતા અમિતા રાઠવા સાથે વાત કરતા જણાવ્યું હતું કે " હું હાલ બી. એ ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરું છું.અને છેલ્લા 8 વર્ષ થી આર્ચરી રમતની પ્રેક્ટિસ કરું છું. મે ધોરણ 1 થી 8 મારી ગામની જ શાળામાં ભણી અને ત્યાંથી જ આ રમત શીખી.હાલ હું નડિયાદ એકેડેમી માં રહી ત્યાં જ રમત સીખું છું. હું હજી ખૂબ આગળ વધી દેશનું નામ રોશન કરવા માંગુ છું."

પંચમહાલ જિલ્લાના ચારે ખેલાડીઓ એ ઘોગંબા ની શ્રીજી આશ્રમશાળા ખાતેથી ધોરણ એક થી આઠ સુધીનો અભ્યાસ કરેલ છે.જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપ પસાયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે " આ શાળાના ખેલાડીઓ આર્ચરી રમત સિવાય ખોખો રમતમાં પણ અગાઉ ઘણા મેડલ મેળવી ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આવી રમતોમાં ખૂબ સારું ટેલેન્ટ ધરાવતા ખેલાડીઓ છુપાયેલા છે.પંચમહાલ જિલ્લાના ખેલાડીઓ આખા ગુજરાતમાં ડંકો વગાડે કેમ છે,ઉપરાંત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર પણ આવા ખેલાડીઓને આગળ વધવામાં ખૂબ મદદ કરતું આવ્યું છે. તેથી જ પંચમહાલ જિલ્લાના ખેલાડીઓ રાજ્ય અને નેશનલ સ્તરે પંચમહાલ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. સામાન્ય ગામડામાંથી આવતી છોકરી અમિતા રાઠવા અને પ્રેમિલા બારીયા એ જ્યારે નેશનલ ગેમમાં ત્રણ મેડલ મેળવ્યા હોય તે પંચમહાલ જિલ્લા માટે અને જિલ્લા ના તમામ લોકો માટે ખૂબ ગર્વની વાત છે. પંચમહાલની દીકરીઓની પ્રેરણા લઈને પંચમહાલ જિલ્લામાંથી કૂદકે ને ભૂસકે ખેલાડીઓ પેદા થાય અને ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારત દેશનું નામ રોશન કરે તે અમારો હેતુ છે ,જે માટે અમે પંચમહાલના ખેલાડીઓને દિવસ રાત મહેનત કરાવી તૈયાર કરી રહ્યા છીએ.
Published by: Santosh Kanojiya
First published: October 7, 2022, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading