Godhara: આ ગુજ્જુ યુવકને છે ગજબનો શોખ, એવા સિક્કા-ચલણી નોટ જે તમે ક્યારેય નહીં જોય હોય
Updated: December 9, 2022, 11:42 AM IST
ગોધરાના આ યુવાનને છે ચલણી નોટ અને ટિકિટ સંગ્રહ કરવાનો શોખ.
online world recordsનામ ની સંસ્થાએ તેમને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી વિશ્વરેકોર્ડ માં સ્થાન આપ્યું છે, તે ઉપરાંત incredible book of records નામની સંસ્થા એ અર્પિત ભાઈને નેશનલ અવોર્ડ આપેલા છે
Prashant Samtani, Panchmahal - આપણે સાંભળ્યું હશે કે લોકોને જુદા જુદા પ્રકારના શોખ હોય છે,કોઈક ને ખાવાનો શોખ તો કોઈને ફરવાનો શોખ,કોઈને પૈસા કમાવાનો શોખ તો કોઈને ખરીદી કરવાનો શોખ,પરંતુ ગોધરાના એક યુવાનને પૈસા ભેગા કરવાનો શોખ છે, પંચમહાલ જીલ્લાના ગોધરા નગરમાં રહેતા યુવાન અર્પિત ભાઈ ખ્રિસ્તી છેલ્લા 22 વર્ષથી જુદા જુદા દેશોની ચલણી નોટો, સિક્કાઓ અને ટપાલ ટીકીટો સંઘ્રહ કરવાનો અનોખો શોખ ધરાવે છે,
અર્પિત ભાઈ ખ્રિસ્તી એ ટોટલ 257 દેશોની આશરે 900થી વધુ ચલણી નોટો,આશરે 3500થી વધુ ટપાલ ટીકીટો અને 400થી વધુ સિક્કાઓનો સંગ્રહ કર્યો છે જે ગોધરાની જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા છે.

તેમના સંગ્રહ ની વાત કરીએ તો તેમાં ખુબ કીમતી અને ભાગ્યે જોવા મળતી સ્મારક નોટો કે જેને આપડે કોમોમેરીટીવ બેંક ની નોટો તરીકે ઓળખીએ છીએ તેનો પણ સમાવેશ થાય છે,
તેમજ પ્લાસ્ટિક થી બનેલી નોટો તથાજર્મનીમાં 1920 માં
જયારે કાગળ ની આછત હતી તેવા સમયે કાર્ડબોર્ડ પર બનેલી નોટો નો ઘણો મોટો સંગ્રહ છે,અર્પિત ભાઈ ના આ શોખ ના કારણે તેઓ આજ સુધી ઘણા બધા અવોર્ડસ અને સર્ટીફીકેટો મેળવી ચુક્યા છે.
online world recordsનામ ની સંસ્થાએ તેમને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી વિશ્વરેકોર્ડ માં સ્થાન આપ્યું છે, તે ઉપરાંત incredible book of records નામની સંસ્થા એ અર્પિત ભાઈને નેશનલ અવોર્ડ આપેલા છે, અર્પિત ભાઈ ના જણાવ્યા મુજબ તેમનું સપનું છે કે ભવિષ્ય માં તેઓ પધમશ્રી અવોર્ડ થી સન્માનિત થાય,તેઓનું આ સ્વપ્ન પૂર્ણ કરવામાં તેમનો પરિવાર તેમને પુરતો સાથ સહકાર આપી પ્રોત્સાહિત કરે છે.

થદ
First published:
December 9, 2022, 11:42 AM IST