ગુજરાતના આ શહેરમાં યુવાનો ટોપી પહેરીને રમે છે ગરબા, રસપ્રદ છે કારણ


Updated: September 27, 2022, 2:50 PM IST
ગુજરાતના આ શહેરમાં યુવાનો ટોપી પહેરીને રમે છે ગરબા, રસપ્રદ છે કારણ
અહીં ગરબા ગાઈને સૌ કોઈ યુવાનો-પુરુષો ગરબી રમે છે.

જ્યાં સ્થાનિક ગરબી મંડળના આયોજકો દ્વારા ભદ્રકાળી માતાજીના ગરબા સ્વમુખે ગાય છે. તો સામે યુવાનો પણ ગરબે ઘુમતા-ઘુમતા આ ગરબાને ઝીલતા જાય છે અને રમતા જાય છે.

  • Share this:
પ્રતિશ શીલુ, પોરબંદર: રાજ્ય સહિત દેશભરમાં હાલ નવલા નોરતા ચાલી રહ્યા હોવાથી ઠેક-ઠેકાણે ગરબીઓના આયોજનો થયા છે. આજના આધુનિક યુગમાં મોટાભાગના યુવાનો અને ખેલૈયાઓ જ્યારે ડીજેવાળી ખાનગી ગરબીઓમાં રમવા જવાનુ પસંદ કરતા હોય છે. ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 98 વર્ષથી પોરબંદરની ભદ્રકાલી માતાજીના મંદિરે યોજાતી ગરબી કે, જ્યાં કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરના બદલે દેશી ઢોલ અને મંઝીરાના નાદથી ચાલે છે. અહીં ગરબા ગાઈને સૌ કોઈ યુવાનો-પુરુષો ગરબી રમે છે. પરંતુ આ ગરબી રમતા પુરુષોએ માથા પર ટોપી પહેરવી ફરજીયાત છે તો ચાલો જોઈએ અન્ય શું વિશેષતા છે આ અનોખી ગરબીની.

કોરોના મહામારીનો પ્રકોપ ઘટતા રાજ્ય સહિત દેશભરમાં ઠેક-ઠેકાણે શેરી ગરબીના આયોજનો થયા છે. છેલ્લા ઘણા વર્ષોથી પ્રાઈવેટ ગરબીઓનુ ચલણ વધ્યુ હોય અને યુવાનો પણ આવી ગરબીઓમાં જવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે પોરબંદરમાં હજુ પણ એવી પ્રાચીન ગરબીઓનું અસ્તીત્વ છે કે, જેણે આજે પણ આપણી જુની સાંસ્કૃતિક અને પ્રાચિન પરંપરાને સાચવી રાખી છે.પોરબંદર શહેરમાં પ્રાચિન ગરબીની વાત આવે ત્યારે સૌ કોઈના મુખમાંથી એક જ નામ નીકળે છે તે છે ભ્રદ્રકાલીની ગરબી. છેલ્લા 98 વર્ષથી યોજાતી આ ગરબીની ખાસીયત એવી છે કે, આ ગરબીમાં ફક્ત પુરુષો જ રમે છે અને કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર કે ઈલેકટ્રોનિક યંત્રોના ઉપયોગ વગર દેશી તબલા અને ઝાંઝર પેટીના નાદ વાગે છે. જ્યાં સ્થાનિક ગરબી મંડળના આયોજકો દ્વારા ભદ્રકાળી માતાજીના ગરબા સ્વમુખે ગાય છે. તો સામે યુવાનો પણ ગરબે ઘુમતા-ઘુમતા આ ગરબાને ઝીલતા જાય છે અને રમતા જાય છે.આ ગરબીની સૌથી વધુ આશ્ચર્યની વાત જો કોઈ આપણને લાગે તો તે છે ટોપી. ગરબીમાં ટોપી વગર રમવા પર પ્રતિબંધ છે. ગરબે રમતા ટોપી પહેરવાના કારણ અંગે જ્યારે ગરબીના આયોજકને પુછવામાં આવ્યુ ત્યારે તેઓએ એવુ જણાવ્યુ હતુ કે, પહેલાના સમયમાં જ્યારે કોઈ શુભકાર્ય થતુ ત્યારે લોકો ટોપી પહેરતા તેથી અહીંની ગરબીમાં પણ માતાજીની આમાન્યા જળવાઈ રહે તેવા હેતુથી ગરબીમાં ટોપી પહેરવી ફરજીયાત હોવાનું આયોજક રામજી બામણીયાએ જણાવ્યુ હતુ.વહેલી ચૂંટણીના એંધાણ વચ્ચે અમિત શાહ, સીએમ પટેલ અને પાટીલ વચ્ચે થશે મહત્ત્વની બેઠક

આજે ખાનગી ગરબીઓમાં મોંઘી ટિકિટો ખર્ચીને ગરબા રમવા જતા મોટા ભાગના યુવાનોમાં નિસ્વાર્થ અને દેશી પરંપરાગત ગરબે રમવાને બદલે તેઓને પ્રિન્સ-પ્રિન્સેસનો ખિતાબ મળે તે માટે રમતા જોવા મળે છે. ત્યારે પોરબંદરની ભદ્રકાલી ગરબીમાં દરકે વયના લોકો ખાનગી ગરબીઓમાં રમવા કે જોવા જવાને બદલે પોરબંદરની ભદ્રકાલી મંદિર જેવી પ્રાચિન ગરબીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી રમતા જોવા મળી રહ્યા છે. અહીં રમીને પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે. તો આ જ પરંપરાને આગળ પણ જાળવી રાખશે તેવું જણાવી રહ્યા છે.

આપણી સંસ્કૃતિની ધરોહર સમાન ભદ્રકાલી ગરબીને નિહાળતા એટલુ જરુર કહી શકાય કે,અહી ખેલૈયાઓ ગરબી રમાવાની સાથે માતાજીની આરાધના પણ કરતા હોય તેવી અનુભુતી થાય છે. તેથી આવી સાંસ્કૃતિક ગરબીઓ આવનારી પેઢી જોઈ શકે તે માટે આવી ગરબીઓ ચાલુ રહે તેમજ યુવાનો પણ આ ગરબીમાં રમીને આપણો વારસો જાળવે તે જરુરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 27, 2022, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading