Rajkot News: જો તમારા ધ્યાનમાં ઠંડીમાં ઠુંઠવાતું કોઇ દેખાય તો તુરંત આ નંબર પર ફોન કરજો!
Updated: February 2, 2023, 5:00 AM IST
બાનું ઘર નિરાધાર વૃદ્ધાશ્રમ અને માનવ કલ્યાણ મંડળ કરી રહ્યું ધાબળાનું વિતરણ
સેવાકર્મી મુકેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે 'બા'નું ઘર નિરાધાર વૃદ્ધાશ્રમ, પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી અમારા કર્મીઓ જે પણ ઓઢ્યા વગર સુતુ હશે તેને ધાબળા પહોંચાડી દેશે.
Mustufa Lakdawala ,Rajkot : આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે.એવામાં વિચારો કે જે લોકો ફુટપાથ પર સુતા હોય તે લોકોની હાલત ઠંડીમાં કેવી થતી હશે.ત્યારે જે પણ વ્યક્તિ આ કડકડતી ઠંડીમાં ઓઢ્યા વગર સુતુ હોય તો 'બા'નું ઘર નિરાધાર વૃદ્ધાશ્રમ, પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ તેમની વ્હારે આવ્યું છે.
જો તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ઠંડીમાં ઓઢ્યા વગર સુતુ જોવા મળે તો તમે કોઈ પણ જાતની પરવા કર્યા વગર 94267 37273 નંબર પર સંપર્ક કરવો. તેઓ આવા વ્યક્તિને ઓઢવાનું પહોંચાડી દેશે.આ કામ કરીને તમે આંગળી ચીંધ્યાનું પૂણ્ય મેળવી શકશો.
સેવાકર્મી મુકેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે 'બા'નું ઘર નિરાધાર વૃદ્ધાશ્રમ, પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી અમારા કર્મીઓ જે પણ ઓઢ્યા વગર સુતુ હશે તેને ધાબળા પહોંચાડી દેશે.
આ સંસ્થાઓ દ્વારા અત્યાર સુધીમાં 12 હજારથી વધારે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સંસ્થાના કર્મીઓ પણ પોતાની બચતમાંથી કેટલોક ભાગ દાનમાં આપે છે અને રાજકોટ, મેટોડ, શાપર, આજી, સાત હનુમાન અને ઝુંપડપટ્ટી અને ખુલ્લામાાં સુતેલા લોકોને ધાબળાનું વિતરણ કરે છે. આ સંસ્થાનો ઉદેશ હજુ પણ 2 હજાર જેટલા ધાબળાનું વિતરણ કરવાનો છે.
આ એક ધાબળાની કિંમત 120 રૂપિયા છે.જેથી કોઈ દાન કરવા માંગતુ હોય તેઓ આ 120 રૂપિયાનો ધાબળો લઈને અથવા તો રોકડા આપીને પણ દાન કરીને આ સેવામાં જોડાઈ શકે છે.આ સાથે જ સંસ્થાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવીને તમે દાન કરાવી શકો છો.
First published:
February 2, 2023, 5:00 AM IST