Rajkot: અષાઢી બીજે રાજકોટમાં બાઇક અને કારની થઈ ધૂમ ખરીદી


Updated: July 2, 2022, 11:13 AM IST
Rajkot: અષાઢી બીજે રાજકોટમાં બાઇક અને કારની થઈ ધૂમ ખરીદી
સોની બજારમાં પણ લોકો ઉમટી ઉઠ્યા

અષાઢી બીજના (Ashadhi Bij) દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી (Shopping) માટે મુહૂર્ત જોવામાં આવતું નથી. અષાઢી બીજનું શુકનવંતુ મુહૂર્ત વર્ષમાં એકવાર જ આવે છે. ત્યારે રાજકોટમાં આજે નવા બાઇક અને કારની ધૂમ ખરીદી લોકો દ્વારા કરવામાં આવી હતી.

  • Share this:
Mustufa Lakdawala, Rajkot: અષાઢી બીજના(Ashadhi Bij) દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી(Shopping) માટે મુહૂર્ત જોવામાં આવતું નથી. અષાઢી બીજનું શુકનવંતુ મુહૂર્ત વર્ષમાં એકવાર જ આવે છે. ત્યારે રાજકોટમાં આજે નવા બાઇક અને કારની ધૂમ ખરીદી(Shopping ofBikes and cars in Rajkot)લોકો દ્વારા કરવામાં આવીહતી. શહેરમાં 2500થી વધુ બાઇક અને કારનું વેચાણ થતા ડિલર્સમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અષાઢી બીજના દિવસે શુભ કાર્યો થતા હોવાથી સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં પણ જ્વેલર્સને ચાંદી ચાંદી થઈહતી.મોટી સંખ્યામાં રાજકોટીયનોએ સોના-ચાંદીના દાગીનાની ખરીદી(Gold-silver ornaments)કરી છે. તેમજ આજે નવા મકાન કે જૂના મકાનની ખરીદી કરી હોય તેવા લોકોએ પણ ગૃહપ્રવેશ કર્યોહતો.

રાજકોટમાં બાઇકની ધૂમ ખરીદી નીકળી


કોરોનાના બે વર્ષ બાદ માર્કેટ ફરી ધમધમવા લાગી છે. કોરોનાના બે વર્ષ બાદ બજા૨માં રોનક જોવા મળી ૨હી છે. આજે 1500 બાઇક અને 1000 કારની ખરીદી લોકોએ કરી હતી. આથી ડિલર્સના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી. હાલ ચીપની અછતના કા૨ણે વેઈટિંગ મોટુ છે. પરંતુ આજના દિવસે ખાસ ડિલિવરી મેળવવા અનેક રિક્વેસ્ટ આવી હતી. ધાર્મિક ઉત્સવના દિવસોમાં કા૨નુ વેચાણ વધુ થાય છે. આથી આમહાપર્વના દિવસે સૌથી વધુ કારની ડિલીવરી થઈ હતી. કોરોના બાદ પ્રથમવા૨ માર્કેટમાં પ્રાણ પૂરાયો હોય તેવુ લાગી ૨હ્યું છે. આગામી તહેવારો પણ સારા જશે તેવી તમામ ડિલર્સઆશા સેવી રહ્યા છે.

આખો દિવસ સોનીબજાર ધમધમી


અષાઢી બીજના દિવસે શુકન માટે ખાસ સોના-ચાંદીની ખરીદીનું મહત્વ ૨હેલું છે. આજના દિવસે નાનીથી લઈ મોટી ખરીદી કરી લોકો શુકન કરે છે. ત્યારેઅષાઢી બીજના દિવસેસોની બજારમાં રોનક જોવા મળીહતી. સવારે વ૨સાદી માહોલ હોવાથી ઘરાકી ઠંડી હતી, પરંતુ સાંજ પડતા લોકોની સારી એવી ઘરાકી દુકાનોમાં જામી હતી. હાલમાં જ સ૨કારે 5 ટકા એક્સાઈઝ ડ્યૂટી વધારી હોવાથી તેની અસ૨ પણ બજારમાં જોવા મળી હતી.અષાઢી બીજના દિવસને ખાસ દિવસ ગણવામાં આવે છે. આથી ખાસ દિવસે લોકો ખાસ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખે છે. તેમાં પણ ધાર્મિક ઉત્સવો પર વધુ ખરીદી થાય છે. ત્યારે અષાઢી બીજ નિમિતે રાજકોટમાં સવારથી ઈલેક્ટ્રોનિક આઈટમની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. જેમાં મોબાઈલ, વોશિંગ મશીન, ટીવી, ફ્રીઝ, લેપટોપ સહિત અનેક એસેસરીઝની પણ ધૂમ ખરીદી થઈ હતી. બે વર્ષ બાદ તહેવારો પ૨ ખરીદીની ભીડ જામી હતી.

બાઇક અને કારની ખરીદીમાં 30 ટકાનો ગ્રોથ

કોરોના કા૨ણે બાઇક અને કારની માર્કેટમાં મંદીનો માહોલ છવાયો હતો. પરંતુ હવે જ્યારે કોરોનાનું ગ્રહણ ઘટતું ગયું ત્યારે બજા૨માં ખરીદીનો માહોલ જામ્યો હતો. બે વર્ષ બાદ આજે અષાઢી બીજનીધૂમ ખરીદી થઈ હતી. કોરોના બાદ 30 ટકા જેટલું માર્કેટમાં ગ્રોથ જોવા મળી ૨હ્યો છે. હાલ માર્કેટમાં ચીપની અછત છે પરંતુ ઓટો ડિલ૨નું કહેવુ છે કે, જુલાઈ માસથી આ અછત દૂ૨ થશે. કારણ કે ચાઈના અને મલેશીયામાંથી કોરોનાનું સંક્રમણ ઘટી ૨હ્યું છે. આથી ત્યાંની બજારો ફરી પહેલાની માફક શરૂ થઈ ૨હી છે. જેને પગલે હવે ચીપની અછતનું નીરાક૨ણ આવશે.
Published by: Vinod Zankhaliya
First published: July 2, 2022, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading