રાજકોટનો વાયરલ વીડિયો: 'હું દારું પીવું છું, વેચું છું અને પોલીસનો હપ્તો પણ આપું છું'


Updated: August 25, 2022, 10:02 AM IST
રાજકોટનો વાયરલ વીડિયો: 'હું દારું પીવું છું, વેચું છું અને પોલીસનો હપ્તો પણ આપું છું'
યુવકનો વીડિયો વાયરલ

Rajkot Jasdan Viral Video: હાલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ નશામાં ચકચૂર જોવા મળી રહ્યો છે. તેની પરિચિત એક સ્ત્રી દ્વારા તેને ઘટના સ્થળથી લઈ જવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.

  • Share this:
રાજકોટ: થોડા દિવસો અગાઉ રાજકોટ જિલ્લાના સાપર વેરાવળમાં એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો કરતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ તપાસમાં વીડિયો છ મહિના અગાઉનો હોવાનું ખુલ્યું હતું. ત્યારે વધુ એક વખત રાજકોટ ગ્રામ્ય પોલીસ પર કેટલાક સવાલો ઉઠી રહ્યા હોય તે પ્રકારનો એક વીડિયો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામનો સામે સામે આવ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન પોલીસને માસિક 20 હજાર રૂપિયાનો હપ્તો આપતો હોય તે પ્રમાણે જણાવી રહ્યો છે. તો સાથે જ પોતે દારૂ વેચવાની તેમજ પીવાની કુટેવ પણ ધરાવતો હોવાનું વીડિયોમાં કબૂલી રહ્યો છે. વાયરલ વીડિયો મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

થોડા સમય અગાઉ અમદાવાદ તેમજ બોટાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડ બાદમાં કથિત કેમિકલકાંડમાં પરિવર્તિત થયો હતો. જેમાં સંખ્યાબંધ લોકોના મૃત્યુ પણ નીપજ્યા હતા. ત્યારબાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરની પોલીસ સફાળી જાગી ઉઠી હતી અને ધડાધડ દેશી તેમજ વિદેશી દારૂના સંખ્યાબધ કેસ પણ કર્યા હતા. સંખ્યાબધ દારૂના કેસમાં સંખ્યાબધ આરોપીઓની વિદેશી તેમજ દેશી દારૂના જથ્થા સાથે ધરપકડ પણ કરી હતી. રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા પણ પ્રોહિબિશનના કેસ અંતર્ગત આરોપીઓની ધરપકડ તેમજ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કૉલેજમાં વિદ્યાર્થિનીની છેડતી મામલે ધમાલ, પિતા-પુત્ર પર જીવલેણ હુમલો

હાલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ નશામાં ચકચૂર જોવા મળી રહ્યો છે. તેની પરિચિત એક સ્ત્રી દ્વારા તેને ઘટના સ્થળથી લઈ જવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. જોકે, તે પોતાની વાતથી ટસથી મસ નથી થઈ રહ્યો. સાથો સાથ પોતે રોજ દેશી દારૂ વેચતો હોવાનું પણ જણાવી રહ્યો છે. તેમજ પોલીસને માસિક હપ્તો આપતો હોવાનો પણ વીડિયોમાં ઉલ્લેખ કરે છે.યુવાન હપ્તા અંગે જે વાત કરી રહ્યો છે તેમાં કેટલું તથ્ય છે તેના વિશે પોલીસ અને યુવાન જ કંઈ કહી શકે! વાયરલ થયેલો વrડિયો થોડા દિવસ અગાઉનું હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, સમગ્ર મામલે વાયરલ થયેલા વીડિયોની પુષ્ટિ ન્યુઝ 18 ગુજરાતી નથી કરતું. વાયરલ થયેલા વીડિયો મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસમાં શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by: Vinod Zankhaliya
First published: August 25, 2022, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading