Rajkot: શું તમારે જેલમાં લગ્ન કરવા છે? અંગ્રેજો વખતની જેલને મેરેજ હોલ બનાવ્યો, ભાડું જાણીને નવાઇ લાગશે!
Updated: February 3, 2023, 12:18 PM IST
જેલને રિનોવેટ કરી બનાવ્યો મેરેજ હોલ
રાજકોટમાં અંગ્રેજોના વખતની જેલને રિનોવેટ કરીને તંત્ર દ્વારા એક મેરેજ હોલ બનાવવામાં આવ્યો છે. જેથી કોઈ પણ વ્યક્તિ લગ્ન અને અન્ય સામાજીક પ્રસંગો અહિંયા ગોઠવી શકે છે. અહિંયા જેલની થીમ પર મેરેજ હોલને ડિઝાઈન કરવામાં આવ્યો છે.
Mustufa Lakdawala,Rajkot : જ્યારે એક છોકરા છોકરીના લગ્ન નક્કી થાય એટલે પહેલા થીમ કઈ રાખવી એ નક્કી કરવાનું શરૂ થઈ જાય.ત્યારે રાજકોટમાં હવે વર-કન્યા જેલની થીમમાં લગ્ન કરી શકશે. સવાલ એ થતો હશે કે આવુ કેમ.પણ આ હકિકત છે.કારણ કે રાજકોટમાં અંગ્રેજોના વખતની જેલને રિનોવેટ કરીને તંત્ર દ્વારા એક મેરેજ હોલ બનાવવામાં આવ્યો છે. જેથી કોઈ પણ વ્યક્તિ લગ્ન અને અન્ય સામાજીક પ્રસંગો અહિંયા ગોઠવી શકે છે. અહિંયા જેલની થીમ પર મેરેજ હોલને ડિઝાઈન કરવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ અહિંયા કેવી કેવી સુવિધા છે.
દોઢ કરોડના ખર્ચે જેલ કરાઈ રિનોવેટ
રાજકોટ શહેરના ACP મુનાફ ખાન પઠાને જણાવ્યું કે રાજકોટમાં જે બ્રિટિશના સમયની જેલ હતી તેને અત્યારે રિનોવેટ કરીને મેરોજ હોલ બનાવવામાં આવ્યો છે. અહિંયા જુની જેલની થીમ પ્રમાણે તમે અહિંયા મેરેજ ફંકશન રાખી શકો છો.આ જેલને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેટ કરવામાં આવી છે.
બહારના લોકો પણ આ હોલ ભાડે રાખી શકે છે.
અત્યારે આ જેલમાં મેરેજના અને એ સિવાયના સામાજીક પ્રસંગો રાખવામાં આવે છે.આ ખુબ સરસ થીમ છે અને તેને તૈયાર કરીને મેરેજ જેવા પ્રસંગોમાં યુઝ કરવામાં આવે છે.કોઈ પણ બહારની વ્યક્તિ પણ અહિંયા ફંકશન રાખી શકે છે.
અહિંયા છે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા
હોલની આજુબાજુ પણ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે.આ જુની જેલમાં કેદીઓને રાખવા માટે અલગ અલગ કોટડી હતી.જેને રિનોવેટ કરીને વર અને કન્યાના રૂમ બનાવવામાં આવ્યા છે.આ સાથે જ મહેમાનો માટે પણ રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં અટેચ ટોયલેટ બાથરૂમ પણ છે.
જાણો કેટલું છે ભાડુ?
અહિંયા રાજકોટના લોકો માટે 15000 રૂપિયામાં આ હોલ મેળવી શકે છે.આ સાથે જ તેમને 2 હજાર મેઈનટેન્સના રૂપિયા આપવા પડે છે.એટલે કે કુલ 17 હજાર રૂપિયામાં તેને આ હોલ ભાડે મળી જાય છે. આ સાથે જ જો તમે આ હોલનું બુકિંગ કરાવવા માંગતા હોય તો તમે 02812440411 આ નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો અને હોલ બુક કરાવી શકો છો.
First published:
February 3, 2023, 12:18 PM IST