Fake Seeds: ગીર સોમનાથમાં ખેડૂતો સાથે મોટી મજાક થઇ, પાકમા ચોળીના બદલે તરબુચની જેમ વેલા ઉગી નીકળ્યા
Updated: May 24, 2022, 4:50 PM IST
વાવડી ગામના ખેડૂત હરિભાઈ ગોહિલનું કહેવું છે કે, સુત્રાપાડાના મહાબળેશ્વર ખાનગી એગ્રો પરથી બિયારણ ખરીદ્યું હતું.
GirSomnath: વારંવાર ગીરના ખેડૂતોને નકલી બિયારણ ઠોકી બેસાડવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં પણ સામે આવી છે ત્યારે ગીરના ખેડૂતો આવા નકલી બિયારણ બનાવતી કંપની ઓને બ્લેક લિસ્ટમાં નાંખી દેવા સરકારને રજૂઆત કરી રહ્યા છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સુત્રાપડાના ત્રણ ગામના ખેડૂતો (Farmer)ને પડયા પર પાટુ જેવા હાલ થયો છે. ઉનાળુ પાક (Summer crop) ચોળીનું નકલી બિયારણ (Fake seeds) આવી જતા ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. દેશના ખેડૂતો જ્યાં પોતાના પાકની યોગ્ય રકમ માટે મંથામણ કરી રહ્યા છે ત્યારે આ ખેડૂતો સાથે નકલી બીયારણ આપી છેતરપિંડી કરવામાં પણ લોકો પાછા નથી પડી રહ્યા.
ગીરના સુત્રાપાડા તાલુકાના બાવાની વાવ અને વાવડી ગામમાં ત્રણ મહિના પહેલા ખેડૂતોએ હોંશે હોંશે ચોળીના પાકનું વાવેતર કર્યું હતું. અને ખેડૂતોને હતું કે તેઓને મબલખ પાકનું ઉત્પાદન થશે. પરંતુ આ પાકમા ચોળી આવવાના બદલે તરબુસની જેમ વેલા થયા હતા. એટલુંજ નહીં જેટલા પણ પાકમાં ચોળી આવી છે. તેમાં દાણો ન હોવાનો અહીંના ખેડૂતોનો આરોપ છે. ખેડૂતોનું કહેવું છે કે ઉમિયા સિડસ નામની કંપનીનું ડુપ્લીકેટ બિયારણ અમને પકડાવી દીધું છે. જેથી આ કંપનીને બ્લેકલીસ્ટ કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચુકવવામાં આવે.
આ પણ વાંચો- સુરતમાં કચરાપેટીમાંથી આવતો હતો વિચિત્ર અવાજ, પ્લાસ્ટિકની બેગ ખોલતા જ પોલીસ બોલાવીબીજી તરફ વાવડી ગામના ખેડૂત હરિભાઈ ગોહિલનું કહેવું છે કે, સુત્રાપાડાના મહાબળેશ્વર ખાનગી એગ્રો પરથી બિયારણ ખરીદ્યું હતું. જેથી અમે એગ્રો સંચાલકનો કોન્ટેક કર્યો હતો. ત્યારે એગ્રો સંચાલકે એ વાત સ્વીકારી કે તેમને ત્રણ ગામના ખેડૂતોને ઉમિયા કંપનીનું બિયારણ વહેચ્યું અને ખેડૂતોને નુકશાન થયું. એગ્રો સંચાલકે આ સમગ્ર મામલે કૃષિ અધિકારીને ફરિયાદ પણ કરી છે. અને ઉમિયા કંપનીને આ સમગ્ર મામલે રજુઆત પણ કરી અને કંપનીના અધિકારી ઓએ ખેડુતોના ખેતરોની મુલાકાત પણ લીધી હતી. પરંતુ તે લોકોના બીયારણમાં કોઈ પ્રોબ્લેમ ન હોવાનું કહી હાથ ખંખેરી લીધા છે.
આ પણ વાંચો- મહેસાણા: ગોપાલ ડોનની તેની જ પત્ની અને સાળાએ કરી હત્યા, આડા સંબંધમાં થઈ હત્યા
વારંવાર ગીરના ખેડૂતોને નકલી બિયારણ ઠોકી બેસાડવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં પણ સામે આવી છે ત્યારે ગીરના ખેડૂતો આવા નકલી બિયારણ બનાવતી કંપની ઓને બ્લેક લિસ્ટમાં નાંખી દેવા સરકારને રજૂઆત કરી રહ્યા છે.
Published by:
rakesh parmar
First published:
May 24, 2022, 4:50 PM IST