Gujarat election 2022: લોકોના દિલમાં વસી ગયા બાદ પક્ષે રૂપાણીને CM પદેથી કેમ હટાવ્યા?


Updated: August 27, 2022, 7:50 PM IST
Gujarat election 2022: લોકોના દિલમાં વસી ગયા બાદ પક્ષે રૂપાણીને CM પદેથી કેમ હટાવ્યા?
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

Former CM Vijay Rupani profile: ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાના સમયથી જ એટલે કે ઈ.સ. 1971થી વિજય રૂપાણી પક્ષના કાર્યકર્તા છે. ઈ. સ. 1976ના વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગર અને ભુજનાં કારાગારમાં બંદી હતા. જ્યાં તેઓ અગિયાર મહિના સુધી રહ્યા હતા.

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat election Assembly 2022):  મુખ્યમંત્રી પદે સૌરાષ્ટ્રના આગેવાનને બેસાડવામાં આવે તેવી લાખો લોકોની ઝંખના હતી અને થોડા વર્ષો પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન કરીને લોકોની આ ઈચ્છાને પુરી કરાઈ હતી. જોકે, તેઓ કાર્યકાળ પૂરો કરે તે પહેલાં જ ખુરશી ગઈ હતી. તેમના રાજીનામા બાબતે આજે પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

વિજયભાઈનું જીવન અને રાજકીય પરિચય (Life and Political Introduction of Vijaybhai)

વિજયભાઈનો (Former CM Vijay Rupani) જન્મ 1956માં 2 ઓગસ્ટના રોજ મ્યાનમારના રંગુન શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ રમણિકભાઈ અને માતાનું નામ માયાબેન હતું. તેમના પત્ની અંજલિબેન પણ સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. વિજય રૂપાણી વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા હતા અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એલ.એલ.બી થયા હતા. વિદ્યાર્થીકાળમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને RSSના એક્ટિવ સભ્ય રહી ચુક્યા છે. સાથે જ તેઓ ધર્મેન્દ્રસિંહજી કૉલેજનાં સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે.

તેઓ જનસંઘ સાથે પણ જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાના સમયથી એટલે કે ઈ.સ. 1971થી વિજય રૂપાણી પક્ષના કાર્યકર્તા છે. ઈ. સ. 1976ના વર્ષમાં ભારતની કટોકટી વખતે વિજય રૂપાણી ભાવનગર અને ભુજનાં કારાગારમાં બંદી હતા. જ્યાં તેઓ અગિયાર મહિના સુધી રહ્યા હતા. વર્ષ 1976માં વિજય રૂપાણીને M.I.S.A એક્ટ હેઠળ જેલ થઈ હતી. વિજય રૂપાણી 1978થી 1981 તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રચારક પણ રહ્યા હતા.

વર્ષ 1987માં રૂપાણી રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા અને જલ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. એ જ વર્ષે તેઓ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. તેઓ 1988થી 1996 સુધી આ પદ પર રહ્યા. 1995માં ફરીથી તેઓ રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને 1996થી 1997 સુધી તેઓ રાજકોટ મહાનગરના મેયર રહ્યા. વર્ષ 1988થી 1996 સુધી વિજય રૂપાણી રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

Gujarat election 2022 : પાટીદારોની આસ્થાનુ કેન્દ્ર ખોડલધામ: જાણો રાજકારણમાં શું છે તેનું મહત્વ

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે વિજય રૂપાણી ભાજપના ગુજરાત વિભાગના ચાર બખત અધ્યક્ષ બન્યા હતા. 2014માં ઓગસ્ટ માસમાં જ્યારે ગુજરાત વિધાનસભાના વક્તા વજુભાઈ પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કર્ણાટક રાજ્યના રાજ્યપાલ બન્યા, ત્યારે ભાજપ દ્વારા વિજય રૂપાણીનું નામાંકન એ સ્થાન માટે થયું હતું. 19 ઑક્ટોબર 2014ના રોજ ધારાસભ્ય પદના નિર્વાચનમાં વિજય રૂપાણી બહુમતે જીત્યા હતા.

સંવેદનશીલ સરકાર તરીકેની ઓળખ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારને સંવેદનશીલ સરકાર તરીકે ઓળખવામાં આવતી હતી. વિજયભાઈ રૂપાણી 2016માં 7 ઓગસ્ટના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. મુખ્યમંત્રી તરીકે તેમણે બે ટર્મમાં કુલ 5 વર્ષ પૂર્ણ કર્યા હતા. કાર્યકાળ દરમિયાન તેઓને કોમનમેન તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ નરમ બોલતા, સરળ માણસ તરીકેની છબી ઉભી કરી હતી અને ગુજરાતના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહ્યા હતા.

ડિસેમ્બર 2017ની વિધાનસભા ચૂંટણી

2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજયભાઈ રૂપાણીની કસોટી થઈ હતી. તે સમયે નરેન્દ્ર મોદી અને અમિત શાહ દિલ્હીમાં હતા, બીજી તરફ ગુજરાત પાટીદાર આંદોલનની અસરમાં હતું. આવા સમયે પણ વિજયભાઈ કસોટીમાં ખરા ઉતર્યા હતા. ગુજરાતમાં ભાજપે 182માંથી 99 બેઠકો પર બહુમતી મળવી હતી.

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની સૌથી મોટી સફળતા એ છે કે, ફેબ્રુઆરી 2021માં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની તમામ છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં જીત મેળવી અને 81 નગરપાલિકા પરિષદમાંથી 75 અને 231 તાલુકા પંચાયતોમાંથી 196 પર જીત મેળવી હતી. કુલ મળીને ગુજરાતના 90% પ્રદેશ પર ભાજપનું નિયંત્રણ સ્થપાયું હતું. રાજ્યના કોઈ મુખ્યમંત્રીએ આવડી મોટી જીત મેળવી ન હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કાર્યકાળ 11 સપ્ટેમ્બર 2021 સુધી ચાલ્યો હતો.

Gujarat election 2022: શું 30 વર્ષનો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી થઈ જશે?


વિજયભાઈ રૂપાણીની સંપત્તિ

વિજયભાઈ રૂપાણીએ 2017 વિધાનસભા ચૂંટણી સમયે રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે તેમણે સોગંદનામું રજૂ કર્યું હતું. આ એફિડેવિટ મુજબ, રૂપાણીની સંપત્તિમાં તેમની અને તેમની પત્નીના નામે જંગમ અને સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યમંત્રી પાસે તે સમયે રૂ. 3.45 કરોડની રોકડ અને ઝવેરાત સહિતની જંગમ મિલકતો છે. જ્યારે તેમનાં પત્ની અંજલીબેનની માલિકીની જંગમ મિલકતોની કિંમત રૂ.1.97 કરોડ છે.

રૂપાણી પાસે 14 લાખની કિંમતની ઇનોવા કાર છે, જ્યારે તેમની પત્ની મારુતિ વેગનઆર ધરાવે છે. આ દંપતી 3.65 કરોડ રૂપિયાની જમીન અને રહેણાંક મિલકતો જેવી સ્થાવર મિલકતો ધરાવે છે, એમ સોગંદનામામાં જણાવાયું હતું.

રૂપાણી 1.47 કરોડની સ્થાવર મિલકત ધરાવે છે, જ્યારે તેમની પત્ની 2.18 કરોડની બજાર કિંમત ધરાવતી સ્થાવર મિલકતો ધરાવે છે. સોગંદનામા મુજબ રૂપાણીની વાર્ષિક આવક 18.01 લાખ રૂપિયા છે, જ્યારે તેમના પત્નીએ વર્ષ 2016-17 માટે તેમના દ્વારા દાખલ કરવામાં આવેલા આઇટી રિટર્ન મુજબ વાર્ષિક 3.37 લાખ રૂપિયાની આવક જાહેર કરી છે.

વિજય રૂપાણી તથા અંજલીબેને પીપીએફ અને એલઆઈસીમાં પણ રોકાણ કર્યાનું જાહેર કર્યુ છે. જેમાં રૂપાણી પીપીએફમાં 2 લાખ 22 હજાર તથા એલઆઈસીમાં 10 લાખ 79 હજાર, જયારે તેમની પત્નીનું બંનેમાં 10 લાખ જેટલું રોકાણ છે. બીજી તરફ વિજયભાઈએ 73 લાખની, જયારે તેમના પત્નિ અંજલીબેને 9.69 લાખની લોન લીધી હોવાનું પણ જાહેર કર્યુ હતું.

Gujarat election 2022: AAPને ત્રીજા વિકલ્પ તરીકે મજબૂત કરનાર ગોપાલ ઇટાલિયા કોણ છે? કઈ રીતે થયો રાજકારણમાં તેમનો ઉદય


પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની કામગીરી

વિજયભાઈ રૂપાણીએ સત્તા સાંભળતાની સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના પ્રાણ પ્રશ્ન સમાન પાણીના પ્રશ્નને નિવારવા પ્રયાસ કર્યા હતાં. આ પ્રયાસો ઘણા અંશે સફળ પણ થયા છે. આ ઉપરાંત ભુમાફિયાઓ સામે પણ કડક નિર્ણયો લીધા હતા. કોરોના કાળમાં લેવાયેલા સંવેદનશીલ નિર્ણયોની ચોમેર પ્રશંસા થઈ હતી. વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓ સમયે તેમણે ખડેપગે રહી બચાવ અને રાહત કામગીરીનું સુકાન સાંભળ્યું હતું.

આ ઉપરાંત લોકોને યોજનાકિય લાભો આપવા અને પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓનું ઘર આંગણે સુચારૂ નિવારણ લાવવા 2016માં ઐતિહાસિક નિર્ણય કરીને ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવેલો. મુખ્યમંત્રીશ્રીએ આ સેવા સેતુ કાર્યક્રમમાં 8થી 10 ગામોનું કલસ્ટર બનાવી નિશ્ચિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે. એટલું જ નહીં, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો પ્રજાહીતકારી ઉદેશ્ય આ સેવાસેતુમાં દર્શાવેલો. આ ઉપરાંત GIDC, નારી સુરક્ષા, લઘુ ઉદ્યોગકારો, જાહેર પરિવહનનું આધુનિકરણ સહિતની બાબતે સંવેદનશીલ નિર્ણયો લીધા હતા.

વિજયભાઈને શા માટે કરી દેવાયા સાઈડલાઈન?

આનંદીબેનની જેમ જ વિજયભાઈની પણ અચાનક જ વિદાય થઈ હતી. રૂપાણીએ આગેવાનો સાથે બેઠક કર્યા બાદ અચાનક રાજ્યપાલને રાજીનામું આપી દેતા સનસનાટી મચી ગઇ હતી. વિધાનસભા ચૂંટણીઓ નજીકના સમયમાં યોજવા જઈ રહી છે, ત્યારે વિધાનસભા જીતવા માટે ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજને રાજી રાખવા માંગતી હોવાથી પાટીદાર નેતાને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવા આ પગલું લેવાયું હોવાનું માનવામાં આવતું હતું.

આ ઉપરાંત કેટલાકનું કહેવું હતું કે, કોરોના સમયે તંત્રની નિષ્ફળતા પણ રૂપાણીને નડી ગઈ હતી. વિજયભાઈ હવે રાજકોટમાં રહી પક્ષને વધુ મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. તો ક્યારેક અન્ય આગેવાનો સાથે તેમના મતભેદના સમાચાર પણ સાંભળવા મળે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
Published by: mujahid tunvar
First published: August 17, 2022, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading