રાજકોટ: જાહેરમાં દારૂની મહેફિલ માણનારા પ્યાસીઓનો વીડિયો ઉતારનાર વેપારીને પડ્યો માર


Updated: August 16, 2022, 1:15 PM IST
રાજકોટ: જાહેરમાં દારૂની મહેફિલ માણનારા પ્યાસીઓનો વીડિયો ઉતારનાર વેપારીને પડ્યો માર
વીડિયો ઉતારવા ભારે પડ્યો

Rajkot Liquor Party: થોડા દિવસો પૂર્વે રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં દારૂની મહેફિલ માણનારાઓનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસની પૂછપરછમાં મહેફિલ માણનારાઓએ ગ્લાસમાં રહેલું પ્રવાહી દારૂ નહીં પરંતુ એપ્પી હોવાનું જણાવ્યું હતું.

  • Share this:
રાજકોટ: ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. રાજ્યમાં ગેરકાયદે રીતે દારૂની ખરીદી કરવી તેમજ વેચાણ કરવા પર પાબંધી છે, છતાં ગાંધીના ગુજરાતમાં વાર્ષિક હજારો કરોડો રૂપિયાના ગેરકાયદેસર દારૂનું ખરીદ-વેચાણ (Liquor selling in Gujarat) થાય છે. રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ દારૂની મેહફિલ માણતા હોવાનો વીડિયો વાયરલ (Liquor viral video) થયો છે. દારૂની મહેફિલ માણનારાનો વીડિયો ઉતારવો વેપારીને મોંઘો પડ્યો હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિક તરીકે સરાજાહેર દારૂની મહેફિલ માણનારા પ્યાસીઓનો વીડિયો ઉતારનાર વેપારીને પ્યાસીઓએ છરી સહિતના તીક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથક (Pradyuman Nagar Police station)માં વિજય નેપાળી (Vijay Nepali) અને લાલા ભરવાડ (Lala Bharwad) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.

ઢીકાપાટુનો માર માર્યો


પ્રાપ્ત માહિતી અનુસાર જયસનભાઇ નારણભાઈ કપુરીયા (Jaysanbhai Kapuriya)એ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, "હું ગત રાત્રિના મારા ઘરે દુકાન બંધ કરીને જઈ રહ્યો હતો. આ સમયે એક્ટિવાની ઘોડી ચડાવી બે ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ સમયે મેં તેમનું વીડિયો શૂટિંગ કર્યું હતું. ત્યારે મહેફિલ માણનારા આ બંને ઈસમો મારી પાસે આવ્યા હતા. બાદમાં મને કહ્યું હતું કે તું શા માટે અમારો વીડિયો ઉતારે છે? તે પછી મને જેમ ફાવે તેમ શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. ઇસમો પૈકી એક ઈસમના નેફામાં રાખેલી છરી બહાર કાઢી મારા આંખ ઉપર ઈજા પણ પહોંચાડી હતી."

આ પણ વાંચો: મધ્ય પ્રદેશનો વરસાદ ગુજરાતમાં લાવી શકે છે આફત

ફરિયાદીની હોસ્પિટલ ખસેડાયા


સમગ્ર મામલે જયસનભાઈ કપુરીયાને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં દારૂની મહેફિલ માણનારાઓનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસની પૂછપરછમાં મહેફિલ માણનારાઓએ ગ્લાસમાં રહેલું પ્રવાહી દારૂ નહીં પરંતુ એપ્પી હોવાનું જણાવ્યું હતું.

દારૂ મહેફિલનો વીડિયો થયો હતો વાયરલ


સમગ્ર મામલે પ્રથમ છ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી તેમને સીપી કચેરી ખાતે પણ લઈ જવામાં પણ આવ્યા હતા. તેમજ ત્યાં તેમને ડાન્સ પણ કરાવવામાં આવ્યો હતો. જે તે સમયે પોલીસ કમિશનરે કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા. જોકે, સૂત્રોનું માનીએ તો કથિત 25 લાખથી વધુનો વહીવટ થતાં રાત્રિના બે વાગ્યા બાદ જ અટકાયત કરવામાં આવેલા વ્યક્તિઓને જવા દેવામાં આવ્યા હતા. તેમજ વહીવટ બાદ પોલીસે પણ ગ્લાસમાં દેખાનાર પ્રવાહી દારૂ નહીં પરંતુ એપ્પી જ હોવાનું માની લીધું હતું. હાલ વાયરલ થયેલા વીડિયોમાં દેખાનાર પ્રવાહી દારૂ જ નીકળશે કે પછી તે પણ એપ્પી બની જશે તે સૌથી મોટો સવાલ છે.
Published by: Vinod Zankhaliya
First published: August 16, 2022, 1:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading