રાજકોટ: પોલીસના દરોડા દરમિયાન ભાગવા જતાં યુવકનું હૃદય બેસી ગયું, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

News18 Gujarati
Updated: May 21, 2022, 9:23 AM IST
રાજકોટ: પોલીસના દરોડા દરમિયાન ભાગવા જતાં યુવકનું હૃદય બેસી ગયું, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો

Supedi village police raid: સુપેડી ગામ ખાતે દારૂ પીવા બેઠેલા અમુક લોકો પર પોલીસે દરોડો કર્યો હતો. આ દરમિયાન ભાગવા જતાં 45 વર્ષના કાંતિલાલ બાબુભાઈ સોલંકી નામના યુવકનું હૃદય બેસી ગયું હતું.

  • Share this:
રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામ ખાતે એક અચરજ પમાડતી ઘટના સામે આવી છે. જેમાં પોલીસના દરોડા દરમિયાન ભાગી રહેલા એક વ્યક્તિનું હૃદય બેસી જવાથી મૃત્યું નિપજ્યું છે. આ બનાવ ધોરાજીના સુપેડી ગામના આંબેડકરનગર ખાતે બન્યો છે. બનાવ બાદ મૃતકના પરિવારજોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. જે બાદમાં ધોરાજી સરકારી હૉસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે સુપેડી ગામ ખાતે દારૂ પીવા બેઠેલા અમુક લોકો પર પોલીસે દરોડો કર્યો હતો. આ દરમિયાન ભાગવા જતાં 45 વર્ષના કાંતિલાલ બાબુભાઈ સોલંકી નામના યુવકનું હૃદય બેસી ગયું હતું. જે બાદમાં તેનું નિધન થયું હતું. બાદમાં પોલીસે મૃતદેહને ધોરાજી સરકારી હૉસ્પિલ ખાતે ખસેડ્યો હતો. અહીં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા સિવિલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો. જે બાદમાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો:  બે માસની બાળકીને ભૂવાએ પેટના ભાગે આપ્યા ડામ

આ મામલે મૃતક કાંતિલાલ સોલંકીના પરિવારજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, "મૃતકને દારૂ પીવાની કુટેવ હતી. તેઓ બેઠા હતી ત્યારે પોલીસ આવી હતી. આ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ તેમની પાછળ દોડ્યો હતો. કાંતિલાલ ભાગ્યા હતા અને આ દરમિયાન દોડતાં દોડતાં તેમનું મૃત્યું થયું હતું. પોલીસે તેમની પાછળ લાકડી કે કોઈ હથિયારનો ઘા કર્યો હોઈ શકે છે. જ્યાં સુધી પોલીસ કોન્સ્ટેબલ અને તેની સાથે આવેલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ."


ધોરાજી સિવિલ ખાતે લોકો એકઠા થયા


સુપેડી ગામ ખાતે સાંજના સાત આઠ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. ત્યારબાદ મૃતકના મૃતદેહને પોલીસ ધોરાજી સિવિલ ખાતે લાવી હતી. અહીં ન્યાયની માંગણી સાથે મૃતકના પરિવારજનો એકઠા થયા હતા. આ દરમિયાન સિવિલ ખાતે પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજોએ એવી માંગણી કરી છે કે જ્યાં સુધી તેમને એફઆઈઆરની કોપી નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. સાથે જ પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મૃતકને શું ઈજા થઈ છે તે વિશે કહેવાનો પણ ડૉક્ટરો ઇન્કાર કરી રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: May 21, 2022, 9:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading