રાજકોટનો લાલબત્તી સમાન કિસ્સો, મહિલા 'માતાજી' બની રુપિયા ડબલ કરવાની લાલચ આપીને આ રીતે કરતી છેતરપિંડી

News18 Gujarati
Updated: July 31, 2022, 2:37 PM IST
રાજકોટનો લાલબત્તી સમાન કિસ્સો, મહિલા 'માતાજી' બની રુપિયા ડબલ કરવાની લાલચ આપીને આ રીતે કરતી છેતરપિંડી
વિધિ માટે વિવિધ વસ્તુઓ મંગાવતા હતા.

Rajkot News: વિધિ માટે બે મીટર સફેદ કપડુ, બે થી ત્રણ કિલો ગુલાબના ફુલ, અગરબતી, અઢીસો ચવાણું, અઢીસો પેંડા, બે પાણીની બોટલ, એક બ્રિસ્ટોલ સિગરેટનું પાકેટ વગેરે સાથે લાવવાનું કહેવામાં આવતુ હતું.

  • Share this:
રાજકોટ : કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. રાજકોટ (Rajkot) શહેરમાં આ કહેવત સાચી ઠરી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime branch) દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી (fraud) કરનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે કે ચાર આરોપીઓની શોધખોળ શરૂ છે.

આરોપીઓની ભૂમિકા કયા પ્રકારની હતી?

લતા ઉર્ફે માતાજી નામની મહિલા રૂપિયા એકના ડબલ કરી આપવાનો દાવો કરી લોકો સાથે છેતરપિંડી કરે છે. જ્યારે કે, ઈમ્તિયાઝ, સલીમ, શાંતનુજી, સલીમ, ભરત ભાઈ અને જીવાભાઈ નામના પાંચ શખ્સો લેતા ઉર્ફે માતાજી પાસે ગ્રાહકો શોધીને લાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આકાશ શર્મા નામના ટેક્સી ચાલકની પણ ધરપકડ કરી છે. જે માતાજીના કહેવા પ્રમાણે ગ્રાહકને માતાજી જે જગ્યાએ કહે તે જગ્યાએ પહોંચાડવાનું કામ કરતો હતો.

કઈ રીતે આપતા હતા આરોપીઓ છેતરપિંડીના ગુનાને અંજામ?

પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લઇ તેને 1 લાખના 2 લાખ 5 દિવસ અથવા 10 દિવસમાં ડબલ કરી આપશે તેવી લાલચ આપવામાં આવતી હતી. ગ્રાહકો શોધી લાવનારા શખ્શો ગ્રાહકની લતાબેન ઉર્ફે માતાજીની સાથે મુલાકાત કરાવતા હતા. તેમજ મુલાકાત કરાવ્યા બાદ માતાજી કહે તે રીતે વીધી કરાવી પડશે. માતાજી કહે તે વસ્તુઓ વિધિ સમયે સાથે રાખવાનું કહેવામાં આવતું હતું. તેમજ વિધિ માટે ફોન કરી સમય આપે તે સમયે ઘરે માતાજી (લતાબેન) કોઇ અવર- જવર ન હોય તેવા અલગ રૂમમાં વિધિ કરવાનો સામાન મંગાવતા અને તે ઘરમાં વચ્ચે સફેદ કલરના કપડામાં ફુલ પાથરી, અગરબતી કરી, પૈસા મુકાવી પૈસા ઉપર કંકુના ચાંદલા કરી અને કેટલા પૈસા જોઇએ છે? તેમ કહી ખાલી વાસણ મંગાવી પોતે વિધિ કરે છે તમે થોડી વાર દરવાજો બંધ કરી બહાર જતા રહો.

પોતે કહે ત્યારે આવજો તેમ કહી ખાલી વાસણમાં નીચે ફુલો ભરી તેના ઉપર રૂપિયાની છુટી નોટો રાખી બાદમાં પાર્ટીને બોલાવવાની અને કહેવાનું કે, આ વાસણ પૈસાનું ભરાઇ ગયેલ છે. તે ઢાંકણાથી બંધ કરી દઇ પાંચ દિવસ સુધી આ વાસણને અડતા નહી કે, વાસણને ખોલતા નહી અને દરરોજ અગરબતી કરજો. તમને ફોન આવે એટલે વાસણને ખોલી નાંખજો ડબલ પૈસા થઇ ગયા હશે તેમ કહી પાટ ઉપર મુકેલા રૂપિયા વિધિ માટેના છે. જે તમારે ન લેવાય તેમ કહી તે રૂપિયા લઇને નાસી જતી. બાદ પોત પોતાના કામ મુજબ રૂપિયાની વહેંચણી કરી લેતા. તો ક્યારેક ગ્રાહકને અન્ય રૂમમાં જતા રહેવાનું કહી બહારથી રૂમ બંધ કરી પાટ ઉપર મુકેલા રૂપિયા લઇ નાશી જતા હતા.વિધિ માટે કઈ કઈ વસ્તુઓ લાવવાનું કહેતા હતા

વિધિ માટે બે મીટર સફેદ કપડુ, બે થી ત્રણ કિલો ગુલાબના ફુલ, અગરબતી, અઢીસો ચવાણું, અઢીસો પેંડા, બે પાણીની બોટલ, એક બ્રિસ્ટોલ સિગરેટનું પાકેટ વગેરે સાથે લાવવાનું કહેવામાં આવતુ હતું.

ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓએ છેલ્લા એકથી દોઢ વર્ષમાં આઠ જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબુલાત આપી છે.

ક્યારે ક્યારે કઈ જગ્યાએ આચરી હતી છેતરપિંડી

ગુના નંબર 1
આજથી આશરે એકાદ વર્ષ પહેલા પાટણના દિયોદર ગામની વાડીમાં પ્રજાપતિ પરીવાર ના ઘરે એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી વીધી કરાવવાના બહાને રૂ. 5 લાખ પડાવી લતા તથા નરેશ નાશી ગયેલ હતા.

થરાદ - ધાનેરા હાઇવે પર પૂરપાટ ચાલતી કારે બાઇકને બચાવવા જતા ખાધી પલટી, જુઓ સીસીટીવી ફૂટેજ

ગુના નંબર 2
નવેમ્બર 2021 પીપલોદગામ જી. ગાંધીનગર મુકામે રહેતા પટેલ પરીવાર ના ઘરે એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી વીધી કરાવવાના બહાને રૂ. 2 લાખ પડાવી લતા તથા નરેશ નાશી ગયેલ હતા.

ગુના નંબર 3
ગત દિવાળી પહેલા ધનતેરસના દિવસે પીપળજ ગામ જી. ગાંધીનગર પાસે દરબાર પરીવાર ના ઘરે એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી વીધી કરાવવાના બહાને રૂ.80,000 પડાવી લતા તથા ઠાકોર દાદી નાશી ગયેલ હતા.

ગુના નંબર 4
ગત દિવાળીના દિવસે મહેસાણા જીલ્લાના પીલવાઇ ગામે આવેલ તબેલામાં વીધી કરવા લતા તથા ઠાકોર દાદી ગયેલ હતા અને વીધીમાં 5 લાખ મુકતા તે લોકોએ આ માતાજી તથા ઠાકોરદીદીને પકડી રાખેલા જેથી આજીજી, ભાયશાબ બાપા કરતા છોડવામાં આવ્યા હતા.

15 ઓગસ્ટ પહેલા ગુજરાતમાં NIA ના ધામા, ચાર મોટા શહેરોમાં તપાસનો ધમધમાટ

ગુના નંબર 5
આજથી બે મહિના પહેલા મહેસાણા જીલ્લાના ગણેશપુરાગામના કમલેશભાઇ ની વાડીએ એકના ડબલ કરવાની લાલચ આપી રૂપિયા 2.12 લાખ લતાબેન સહિતનાઓએ છેતરપિંડી આચરી હતી.

ગુના નંબર 6
આજથી બે મહિના પહેલા અંકલેશ્વરમાં બારોબાર ગામડાના પટેલના ખેતરમાં લતાબેન ગયેલ હતીઅને એકના ડબલ પૈસા કરવાની લાલચ આપી વીધી કરાવવાના બહાને લતાબેને રૂ. 5 લાખ પડાવી લીધા હતા. ૫,૦૦,૦૦૦/- પડાવી લીધેલ હતા આ છેતરપીંડીમાં (૧) લતાબેના (માતાજી) (૨) ઇમ્તિયાઝ (૩)સલીમભાઇ (૪) મહાકાલ (૫) સલીમભાઇ તથા (૬) સલીમભાઇના બે મીડીયેટર સંડોવાયેલ છે..

ગુના નંબર 7
ડીસેમ્બર-૨૦૧૯ માં થરાદ થી આગળ છેલ્લુ ગામ આવે છે ત્યાં રૂ. ૧૧ લાખ માં પાટ ઉપર પૈસા મુકી ડબલ કરી આપવાનું કામ રાખેલ હતુ ત્યાં આરોપીઓ લતાબેન કરણ અને અબ્બાસ ગયેલ હતા. પરંતુ તેઓના પુરોહીતે મુરત જતુ રહ્યુ તેમ કહેતા કામ થયેલ ન હતુ એટલે પરત આવતા રહેલ આ છેતરપીંડીના પ્લાન બનાવવામાં (૧) લતાબેન (માતાજી) (૨) અબ્બાસબાપુ (૩)ઇમ્તિયાઝ (૪) કરણ (૫) નરેશ સંડોવાયેલ હતા

ગુના નંબર 8
ફેબ્રુઆરી-૨૦૨૨ સુરત વરાછામાં રૂ. 11લાખ પાટ ઉપર પૈસા મુકી ડબલ કરી આપવાનું કામ રાખેલ હતું. ત્યાં આરોપીઓ લતાબેન તથા સલીમ તથા તેનો મીડીએટર ગયેલ હતા. ત્યાં પાટ ઉપર 2.5 લાખ મુકાવેલ હતા પરંતુ ત્યાં માણસો વધારે હતા પકડાઇ જવાની બીક લાગતા. તમારૂ કામ હાલ નહી થાય તેમ કહી પૈસા પરત કરી નાસી ગયેલ હતા.હાલ તો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 11 લાખ રોકડ સહિત 13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે બાકીના આરોપીઓ ઝડપાઈ જતા વધુ ગુના અંગે કોઈ માહિતી મળે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by: Kaushal Pancholi
First published: July 31, 2022, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading