Rajkot: આ દાદા આત્મવિશ્વાસના જોરે લડશે ચૂંટણી, પેન્શનના પૈસે કરશે પ્રચાર!
Hyperlocal Updated: November 28, 2022, 9:44 AM IST
મારી પાસે કોઈ સ્થાવર મિલકત નથી મારા જીજાજીના નામે લડીશ ચૂંટણી
ભુપેન્દ્ર પટોડિયાએ જણાવ્યું હતું કે મારી આવક મારા પેન્શનમાંથી થાય છે. મને 30 હજાર રૂપિયા આપે છે. મારી પાસે સંપત્તીના નામે કંઈ નથી. મારી પાસે કોઈ સ્થાવર મિલકત નથી.
- Hyperlocal
- Last Updated:
November 28, 2022, 9:44 AM IST
Mustufa Lakdawala, Rajkot : ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યુ છે. એટલે ઉમેદવારો પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહ્યાં છે. ત્યારે આજે અમે રાજકોટના એક એવા ઉમેદવાર વિશે જણાવીશું કે જેની ઉંમર 60થી વધુ છે અને તેની પાસે કોઈ પણ પ્રકારની સંપત્તી નથી. તેમ છતાં તે તેના આત્મવિશ્વાસના બળ પર ચૂંટણી લડશે. વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ભુપેન્દ્ર પટોડિયાએ જણાવ્યું હતું કે હું આ આગામી ચૂંટણીમાં જોડાયો છું. ગુજરાત વિધાનસભા ચૂંટણી નંબર 69 છે. મે મારૂ ફોર્મ આપ્યું છે. મને ચૂંટણીમાં ઉભા રહેવા માટે ડેપ્યુટર કલેક્ટરે મંજુરી આપી છે. મારા ઘરમાં 4 સભ્યો છે. જેમાં બે મહિલા છે અને બે પુરૂષ છે. મારા દિકરાની આવક જોબ દ્વારા થાય છે.
મારી પાસે સંપત્તીના નામે કંઈ નથી.
વધુમાં ભુપેન્દ્ર પટોડિયાએ જણાવ્યું હતું કે મારી આવક મારા પેન્શનમાંથી થાય છે. મને 30 હજાર રૂપિયા આપે છે. મારી પાસે સંપત્તીના નામે કંઈ નથી. મારી પાસે કોઈ સ્થાવર મિલકત નથી. હવે કુદરતના હાથમાં વાત છે. લંડનમાં પૈસાવાળો વ્યક્તિ પણ હારી ગયો હતો પણ હું ગરીબ છુ તો પણ જીતી જાઈશ.
મને પૂરો વિશ્વાસ છે કે હું આ ચૂંટણીમાં જીતીશ જ
કારણ કે મારા જીજાજી પાટીદાર હતા. અને હું તેના નામથી પ્રચાર કરીશ. નસીબ હશે એ ઉમેદવાર જીતશે. ઘણાઘણા મોટા ઉમેદવાર પણ હારી ગયા છે.આવુ ભારતમાં બને છે. 3 વખતથી ભાજપ જીતે છે. એટલે ભગવાન દર વખતે એક સરખુ ના આપે કંઈક તો બદલાવ લાવશેને અને મને જીતાડશે. મને પૂરો વિશ્વાસ છે કે હું આ ચૂંટણીમાં જીતીશ જ.
મતદાન ક્યારે થશેગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 89 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાવાની છે. બીજી તરફ, બાકીની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના પરિણામ ત્રણ દિવસ પછી 8મી ડિસેમ્બરે આવશે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે આ વખતે મુકાબલો ત્રિકોણીય બની ગયો છે. આ વખતે ભાજપે ભૂપેન્દ્ર પટેલના ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે AAPએ ઇસુદાનગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.
Published by:
Vijaysinh Parmar
First published:
November 28, 2022, 9:00 AM IST