રાજકોટ : માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા, આધેડ વાડીમાં એકલા હતા અને...


Updated: September 8, 2021, 10:37 PM IST
રાજકોટ : માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા, આધેડ વાડીમાં એકલા હતા અને...
આટકોટમાં આધેડની હત્યા

સંતાનમાં તેમને એક દીકરો અને દીકરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે દીકરો હાલ આર્થિક ઉપાર્જન અર્થે સુરત કામ કરતો હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું

  • Share this:
Rajkot: રાજકોટ જિલ્લાના આટકોટમાં હત્યા (Atkot Murder)નો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આટકોટમાં ગઢ ની પાછળ હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ પાદરડી વાળી તરીકે ઓળખાતી જગ્યામાં લાલજીભાઈ ખોખરીયા નામના વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ (Atkot Police) તેમજ રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાંચ (Rajkot Crime Branch)નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ઘરનો બધો જ સામાન વેરવિખેર હાલતમાં પડયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસને શંકા છે કે, મૃતકની હત્યા ચોરી લૂંટના ઇરાદે કરવામાં આવી હોઈ શકે છે. પોલીસની તપાસમાં મૃતક વાડીએ એકલા જ રહેતા હતા, હાલમાં તેમની પત્ની સુરત રહેતા તેમના દીકરાને ત્યાં ગઈ છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ડોગ સ્કોડ તેમજ એફએસએલની ટીમની મદદ પણ લેવામાં આવી છે.

પરિવારજન દિનેશભાઈ ખોખરીયાના જણાવ્યા પ્રમાણે, હું સવારે વાડીએ આવ્યો ત્યારે લાલજીભાઈનો મૃતદેહ મેં બહારના ભાગમાં જોયો હતો. જેથી મેં તાત્કાલિક અસરથી સરપંચ દેવશીભાઇને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ દેવશીભાઇ તેમજ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં લાલજીભાઈ હિરા ઘસવાનું તેમજ ખેતી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ સંતાનમાં તેમને એક દીકરો અને દીકરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે દીકરો હાલ આર્થિક ઉપાર્જન અર્થે સુરત કામ કરતો હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું છે.

આ પણ વાંચોરસ્તા વચ્ચે મહિલાઓ વચ્ચે ખતરનાક મારા મારી, જબરદસ્ત ચાલ્યા લાતો-મુક્કા, વિચલીત VIDEO

પોલીસે હાલ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ ના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં હત્યા અંગે શુ તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. લાલજી ભાઇની હત્યામાં કોઈ જાણભેદુ વ્યક્તિ સામેલ છે કે પછી તેમની હત્યા માત્ર લૂંટના ઇરાદે જ કરવામાં આવી છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by: kiran mehta
First published: September 8, 2021, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading