રાજકોટમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 1નું મોત, 2 ઘાયલ

News18 Gujarati
Updated: January 15, 2023, 1:05 PM IST
રાજકોટમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 1નું મોત, 2 ઘાયલ
રાજકોટના દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે

Rajkot wall collapsed: રાજકોટમાં દીવાલ ધરાશાયી, 1નું મોત, 2 ઘાયલ. મીલપરા વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી. મકાન રિનોવેશનની કામગીરી દરમિયાન દુર્ઘટના.

  • Share this:
રાજકોટ: રાજ્યમાં ઉત્તરાયણ પર અનેક દુર્ધટઓના સમાચાર સામે આવી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં વધુ એક દુર્ઘટના બની છે. રાજકોટના દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાજકોટના મીલપરા વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ જોવા મળી રહી છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.

મકાન રિનોવેશનની કામગીરીમાં દુર્ઘટના

આજે સવારે રાજકોટના મીલપરા વિસ્તારમાં ઘરની દિવાલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. અહીં એક મકાનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી, તે સમયે અચાનક જ દિવાલ ધરાશાયી થઇ હતી. દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે ત્રણ લોકો દબાયા હતા. જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને બચાવવામાં આવ્યા હતા. આ બન્ને લોકોને ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



આ પણ વાંચો: રાજકોટ: પુત્રની સગાઇ કરવા જતાં પરિવારને નડ્યો અકસ્માત, મહિલાનું મોત, 4 ઘાયલ


ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

દિવાલ ધરાશાયી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળમાં દબાયેલા લોકોની બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે દિવાલ કેવી રીતે ઘરાશાયી થઇ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દિવાલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી.
Published by: Azhar Patangwala
First published: January 15, 2023, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading