Rajkot : કોલેજીયન યુવાને પાણીપુરીને બ્રાન્ડ બનાવવા ખોલ્યો બિઝનેસ, જાણો વિચાર ક્યાંથી આવ્યો?


Updated: September 28, 2022, 10:06 AM IST
Rajkot : કોલેજીયન યુવાને પાણીપુરીને બ્રાન્ડ બનાવવા ખોલ્યો બિઝનેસ, જાણો વિચાર ક્યાંથી આવ્યો?
રાજકોટના યુવાને પાણીપુરીનો બિઝનેસ શરૂ કર્યો અને તેને બ્રાન્ડ બનાવવા પ્રયાસ કરશે,

આજનું યુવાધન ધારે તો શુ ન કરી શકે એવુ આપણે સાંભળતા આવ્યા છીએ. આવું જ રાજકોટમાં એક કોલેજીયન યુવાને કરી બતાવ્યું છે. રાજકોટના યુનિવર્સીટી રોડ પર બીબીએ કરતા યુવાને પાણીપુરીને બ્રાન્ડ બનાવા એક શોપથી શરૂઆત કરી છે.

  • Share this:

Mustufa Lakdawala,Rajkot : આજનું યુવાધન ધારે તો શુ કરી શકે એવુ આપણે સાંભળતા આવ્યા છીએ. આવું રાજકોટમાં એક કોલેજીયન યુવાને કરી બતાવ્યું છે. રાજકોટના યુનિવર્સીટી રોડ પર બીબીએ કરતા યુવાને પાણીપુરીને બ્રાન્ડ બનાવા એક શોપથી શરૂઆત કરી છે. હવે યુવાન પાણીપુરીને બ્રાન્ડ બનાવવા માટે ભવિષ્યમાં અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ ખોલવા માંગે છે. યુવાને પોતાના મુખેથી તેમને કેવી રીતે વિચાર આવ્યો તે અંગે જણાવ્યુ છે.


જાણો પોતાના બીઝનેસ વિશે શુ કહે છે યુવાન


રાજેન્દ્ર હોથીએ જણાવ્યુ હતું કે, હું એક વર્ષથી આત્મીય યુનિવર્સિટીમાં કોલેજ કરી રહ્યો છું. મેં બીબીએ ઈએબી જેવો સુબજેક્ટ રાખ્યો છે. મને MBA ચાયવાલાની બ્રાન્ચ જોઈને મને વિચાર આવ્યો કે ચાની બ્રાન્ચ થઈ શકતી હોઈ તો પાણીપુરીની બ્રાન્ચ કેમ થઈ શકે. એટલે મેં પાણીપુરી શોપ ચાલુ કરી છે. જેનું નામ છોટે ભૈયા પાણીપુરીવાલા રાખ્યું છે. યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડનની બાજુમાં શોપ આવેલી છે. મારા ફેમિલીમાં મારાં પિતા કોટનનું ટ્રેડિંગ કરે છે અને સારી રીતે ધંધો ચાલી રહ્યો છે. મારો પાણીપુરીની શોપ પણ સારી ચાલે છે મારે આને બ્રાન્ડ બનાવવી છે. હું મારાં પગ ઉપર પગભર થવા માટે વિચાર કર્યો હતો. હું પણ આને બ્રાન્ડ બનાવીને બ્રાન્ચ બહાર પાડું એવુ મારું સપનું છે. પાણીપુરી બધાની પ્રિય વસ્તુ છે.



યુવાને જણાવ્યું કે તેની પાણીપુરી વૃદ્ધ, બાળકો પણ થાય શકે તે પ્રકારની છે.

જાણો યુવાનોને શુ સંદેશ આપ્યો


વધુમાં જણાવ્યું હતું કે, અન્ય યુવાનોને સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ ધંધો નાનો નથી. નાનો ધંધો હોઈ કે મોટો ધંધો હોઈ ધંધો ધંધો છે. ચા વેચવાવાળા છે ચાયવાળા થઈ શકે તો પાણીપુરી વેચવાવાળા ભવિષ્યમાં મોટા થઈ શકે છે. તમારે પણ નાનો હોઈ કે મોટો ધંધો પણ એવુ નહિ વિચારવાનુ કે નાનો ધંધો છે. આજે રેકડી પર ધંધો કરનાર એસી ઓફિસમાં બેસતા માણસ કરતા જાજુ કમાય છે. યુવાનોને બીજો એક સંદેશ આપીશ કે તમે તમારા પિતાના પૈસે કોલેજ કરો છો અને મોજ મસ્તી કરો છો. એના કરતા સાઈડમાં ભલે નાનો ધંધો હોઈ પણ શરુ કરો અને તમારા પગ પર ઉભા થાવ.

ભવિષ્યમાં રોજગારી માટે આખી ટીમ બનાવવાનો છું


વધુમાં જણાવ્યું હતું કે, મારી પાણીપુરીની શોપ પર બાળકોથી માંડી મોટા વૃદ્ધ લોકો ખાય શકે એવી પાણીપુરી બનાવીયે છીએ. ભવિષ્યની અંદર અન્ય યુવાનો માટે રોજગારી માટે વિચાર્યું છે. અમે એક આખી ટીમ ઉભી કરીશું. જેમાં કારીગરો, માર્કેટિંગ તેમજ મેનેજમેન્ટ માટે અમે માણસો રાખવાના છીએ. હું પણ રોજગાર આપું એવી આખી વ્યવસ્થા કરવા માંગુ છું.

Published by: Vijaysinh Parmar
First published: September 28, 2022, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading