
સરદાર બાગ અતિથિ ગૃહ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું
મીડિયાને સંબોધતા નવ નિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, મારી રાજકોટમાં નિમણુંક કરવા બદલ સરકારનો આભાર માનું છું. જે અપેક્ષા સાથે મારી નિમણુંક કરવામાં આવી છે એ અપેક્ષા પુરી કરવા કોશિશ કરીશ.
- News18 Gujarati
- Last Updated: May 27, 2022, 4:37 PM IST
મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: 3 મહિનાબાદ આખરે રાજકોટને કાયમી પોલીસ કમિશનર (Commissioner of PoliceRajkot ) મળતા આજે સત્તાવાર રીતે રાજકોટના 27 માં પોલીસ કમિશનર (27th Commissioner of Police)તરીકે રાજુ ભાર્ગવે(Raju Bhargava) ચાર્જ સાંભળ્યો(Heard the charge) છે. આજે બપોરના સમયે રાજકોટના સરદાર બાગ અતિથિ ગૃહ (Circuit House) ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર(Guard of Honor) આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં રાજકોટ શહેરના જેસીપી , ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજકોટ ખાતે ચાર્જ સંભાળી આજે મીડિયાને સંબોધતા નવ નિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, મારી રાજકોટમાં નિમણુંક કરવા બદલ સરકારનો આભાર માનું છું. જે અપેક્ષા સાથે મારી નિમણુંક કરવામાં આવી છે એ અપેક્ષા પુરી કરવા કોશિશ કરીશ. આ સાથે જ પોલીસની ખરડાયેલી છબીને સુધારવા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવશે.રાજકોટમાં પોલીસ સામે ઘણા પડકારો પણ છે જનતા સાથે મળીને આ બધા પડકારોનો ઉકેલ લાવવામાં આવશે. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવાની એ મારી પ્રાથમિકતા છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કેખાસ તો પોલીસને બને તેટલો વધુ સહકાર આપવા રાજકોટના શહેરીજનોને અપીલ કરું છું. રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યાથી હું વાકેફ છું, જેનો મહદઅંશે દૂર કરવા પ્રયત્ન કરીશ. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી છેલ્લા 3 મહિનાથી રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ ખુરશીદ અહેમદ પાસે હતો જે હવે કાયમી કમિશનર તરીકે રાજુ ભાર્ગવની નિમણૂંક થતા તેમને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરત: કોલેજીયન યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવાને કપલ બોક્સમાં આચર્યું દુષ્કર્મ