રાજકોટ: જાહેરમાં મારામારી કરવી ભારે પડી, યુનિવર્સિટી પોલીસે બે શખ્સોની કરી ધરપકડ


Updated: May 25, 2022, 7:25 AM IST
રાજકોટ: જાહેરમાં મારામારી કરવી ભારે પડી, યુનિવર્સિટી પોલીસે બે શખ્સોની કરી ધરપકડ
વાયરલ વીડિયો મામલો બેની ધરપકડ

Rajkot viral video: રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર એક યુવાનને ત્રણથી ચાર જેટલા યુવાનો દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University police station) વિસ્તારમાં જાહેરમાં એક યુવકને માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો (Viral video) મામલે યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. યુનિવર્સિટી પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બંને આરોપીઓ યુનિવર્સિટીની બાજુમાં આવેલા મુંજકા ગામ (Munjka Village)ના રહેવાશી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર એક યુવાનને ત્રણથી ચાર જેટલા યુવાનો દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જાહેરમાં માર મારવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસના ડી સ્ટાફના માણસોએ માર મારનાર યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન ડી સ્ટાફના માણસોને બાતમી મળતા વીડિયોમાં દેખાતા પાર્થ ઉર્ફે ભોલો જેઠાભાઇ મિયાત્રા (Parth Miyatra) તેમજ જયદીપ લાખાભાઈ જાદવ (Jaydeep Jadav) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે શું કહ્યું?યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજાના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી પાર્થ ઉર્ફે ભોલા વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 279, 337, 338 તેમજ એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાઇ ચૂક્યો છે. જ્યારે કે અન્ય આરોપી જયદીપ લાખાભાઈ જાદવ વિરૂદ્ધ ઈ.પી.કો.ની કલમ 135 મુજબ ગુનો નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો:  પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલાના કેરટેકરની હત્યા, પોલીસે મેળવ્યા CCTV

માર મારવાનો વીડિયો વાયરલ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પીડિત યુવાને આરોપીના ભત્રીજાને ગાળ આપી હોવાના કારણે મારામારીની ઘટના ઘટી હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં બે જેટલા યુવાનો સ્કૂલ ડ્રેસમાં બ્લેક કલરના ટી-શર્ટ પહેરેલા યુવાનને મારી રહ્યા છે. તેમજ એક ચેક્સવાળા શર્ટ પહેરેલો
યુવાન બેફામ રીતે પીડિત યુવાનને માર મારી રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે.

આ પણ વાંચો: હળવદમાં યુવાનની પ્રેમ સંબંધમાં તેના જ કૌટુંબિક મામાના દીકરાએ કરી હત્યા 

મારામારીની ઘટના સમયે થોડાક સમય માટે આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે. સરાજાહેર મારામારીની ઘટનામાં યુનિવર્સિટી પોલીસ તરફથી ઝડપી પાડવામાં આવેલા બંને આરોપીઓ મુંજકા ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: May 25, 2022, 7:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading