
તલવાર રાસનું આયોજન રણજીત વિલાસ પેલેસમાં થયું છે. બહેનો જ આ ગરબાનું આયોજન કરે છે. આ રાસ અમે 15 વર્ષથી થાય છે.
નવલી નવરાત્રિનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઇ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રિના બે દિવસ સુધી રાજકોટના રાજવી પેલેસમાં પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- News18 Gujarati
- Last Updated: September 28, 2022, 2:25 PM IST
Mustufa Lakdawala,Rajkot : નવલી નવરાત્રિનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઇ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રિના બે દિવસ સુધી રાજકોટના રાજવી પેલેસમાં પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજા નોરતે ક્ષત્રિય સમાજની બહેનોએ બાઇક પર ઉભા રહીને બન્ને હાથે તલવાર સમણતા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. છેલ્લા 15 વર્ષથી ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રાસ-ગરબાનું આયોજન થાય છે.
રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરીદેવીએ જણાવ્યું હતું કે, તલવાર રાસનું આયોજન રણજીત વિલાસ પેલેસમાં થયું છે. બહેનો જ આ ગરબાનું આયોજન કરે છે. આ રાસ અમે 15 વર્ષથી થાય છે. દર વર્ષે અમે રાજપૂત સમાજની સંસ્કૃતિને જાળવવા માટે પ્રયાસ કરીએ છીએ. આ એક માતાજીના આરાધનાનું પ્રતિક છે. પરંપરા લુપ્ત થતી જાય છે તેને બચાવી રાખવા અમે આ આયોજન કરીએ છીએ. 300 જેટલી બહેનોએ તલવાર રાસની પ્રેક્ટિસ કરી હતી.
રાજકોટ: ક્ષત્રિય બહેનોનો તલવાર રાસ જોઈને હૃદય ધબકારા ચૂકી જશે! pic.twitter.com/Xv6z0nyeAZ
— News18Gujarati (@News18Guj) September 28, 2022
રાજપૂત સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કરીએ છીએ
કાદમ્બરીદેવીએ વધુમાં જણાવ્યું હતું કે, આયોજન કરવાનું કઠિન નથી પણ તલવાર રાસની પ્રેક્ટિસ અમારી સંસ્થાની બહેનો દ્વારા કરાવવામાં આવે છે. આ બહેનો સમાજને કઈક દઈ શકે છે. આ બહેનોની પ્રેરણા એકબીજાને દે છે અને મળીને શીખે છે તે ટીમ વર્કમાં થાય છે. આ વર્ષે તલવાર રાસ, પરંપરાગત રાસ જેવા રાસો રાખવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજ તો પરંપરાને જાળવી રાખવા માટે કામ કરે છે. આથી અમે ટ્રેડિશનલ રાસ જેમ કે, તાલી રાસ, થાલી રાસ, દીવડા રાસ, તલવાર રાસનો સમાવેશ થાય છે. આ વર્ષે તલવાર રાસમાં બહેનો નવું લઈને આવી છે જેમાં બાઇક પર ઉભા રહીને બન્ને હાથથી તલવાર રાસ રમે છે.
જાણો કેટલા કિલોની હોઈ છે તરવાર અને દીકરીઓ કેટલી તલવાર સમણે છે
તલવાર રાસ રમનાર જાનકીબા ઝાલાએ જણાવ્યું હતું કે, બીજા નોરતે ભગિની ફાઉન્ડેશન દ્વારા અહીં રાસ-ગરબાનું આયોજન થયું છે. જેમાં અમે 15 વર્ષથી અમે તલવાર રાસ કરીએ છીએ. બહારના રાસમાં જોઈએ તો ખોટી તલવાર હોય છે જ્યારે અમે અસલી તલવાર સાથે રાસ લઈએ છીએ. જેનું વજન એક કિલો જેવું હોય છે. દરેક દીકરી બે-બે તલવાર સમણે છે. તલવાર રાસ શીખડાવવા માટે અમને થોડી મહેનત થાય છે. અમારા સમાજની દીકરીઓના લોહીમાં છે તલવાર સમણવી એ. તલવાર રાસ શીખડાવવામાં અઠવાડિયું કે 10 દિવસ જેવો સમય લાગે છે.