રાજકોટ: વિદ્યાર્થિનીઓ મર્યાદા ભૂલી, વિદ્યાનું ધામ લજવ્યું


Updated: August 30, 2022, 4:58 PM IST
રાજકોટ: વિદ્યાર્થિનીઓ મર્યાદા ભૂલી, વિદ્યાનું ધામ લજવ્યું
રાજકોટનો વીડિયો વાયરલ

Rajkot college student viral video: વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી એટલી હદે દાદાગીરી કરી રહી છે કે તે બેંચ પર બેઠેલી વિદ્યાર્થિનીને એક પછીએક તમારા મારે છે. સામાન્ય રીતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે સમાજ પણ સારી અપેક્ષા રાખતો હોય છે.

  • Share this:
હાર્દિક જોશી, રાજકોટ: રાજકોટમાં બે યુવતીઓએ વિદ્યાનું ધામ લજવ્યું છે. બંને યુવતીઓએ એવું કૃત્ય કર્યું છે કે તેને જોનારા સૌ કોઈ તેમના પર ફીટકાર વરસાવવા લાગ્યા છે. રાજકોટ શહેરની ભાગોળે આવેલી એક ખાનગી કોલેજમાં બે વિદ્યાર્થિનીઓનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને યુવતીઓ એકબીજા સાથે મારામારી કરતી નજરે પડે છે. એટલું જ નહીં, બંને શરમથી માથું ઝૂકી જાય તેવા અપશબ્દો બોલતી નજરે પડી રહી છે. બંને વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝઘડાનું કારણ રૂપિયાની લેતી દેતી કે કોઈ મોટી વાત ન હતી પરંતુ બેંચ પર બેસવા મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એટલે કે સાવ સામાન્ય બાબતમાં બંને યુવતીઓ એકબીજા સાથે ઝઘડો કરવા લાગી હતી અને લાજ શરમને નેવે મૂકીને એકબીજા પર અપશબ્દો વરસાવવા લાગી હતી.

આ યુવતી પાસે બેઠેલી અન્ય વિદ્યાર્થિનીઓએ બંનેના ઝઘડાથી દૂર જ રહેવાનું યોગ્ય માન્યું હતું. બીજી તરફ અમુક વિદ્યાર્થિનીઓને બંનેને વીડિયો શૂટ કરીને આનંદ લીધો હતો. માતા-પિતા અનેક મુશ્કેલીઓ વેઠી મોંઘી ફી ભરીને સંતાનોને સારી સ્કૂલ-કૉલેજોમાં પ્રવેશ અપાવતા હોય છે. બીજી તરફ સંતાનોના આવા કૃત્યથી માતાપિતાને આઘાત લાગે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી એટલી હદે દાદાગીરી કરી રહી છે કે તે બેંચ પર બેઠેલી વિદ્યાર્થિનીને એક પછીએક તમારા મારે છે. સામાન્ય રીતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે સમાજ પણ સારી અપેક્ષા રાખતો હોય છે. સૌ કોઈ ઈચ્છા હોય છે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં દેશનું તેમજ નાગરિકોનું ભલું કરે. જોકે, વીડિયોમાં જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે.

આ પણ વાંચો: ભાડુતી હત્યારાઓને બોલાવી પતિએ કરી પત્નીની હત્યા, બનાસકાંઠાનો કિસ્સો

રાજ્યના અન્ય સમાચાર:


અમદાવાદના અટલ બ્રિજ પર હવે જવું પડશે મોંઘુ

અમદાવાદ શહેરના નવા આકર્ષણ 'અટલ બ્રિજ'ની મુલાકાત માટે ટિકિટના દર જાહેર કરી દેવામાં આવ્યા છે. મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની સંયુક્ત - કોમ્બો ટિકિટ પણ લઇ શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવનિર્મિત “અટલ બ્રીજ”નું વડાપ્રધાન પીએમ મોદી દ્વારા તા ૨૭/૦૮/૨૦૨૨ના રોજ લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

ખેલૈયાઓને રંગમાં ભંગ પડશે ભંગ


સામાન્ય રીતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન હોય છે. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં દેશના વાયવ્ય ખૂણામાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે સાથે જ ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જશે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ રહેવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ રહેવાનું હવાનું હવામાન વિષ્ણાતોનું અનુમાન છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: August 30, 2022, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading