હિમાચલ: ઝાડ પર લટકતી મળી 'પરિણીતાની નિર્વસ્ત્ર લાશ', પતિ અને સાસુ-સસરાની ધરપકડ


Updated: May 24, 2022, 10:27 AM IST
હિમાચલ: ઝાડ પર લટકતી મળી 'પરિણીતાની નિર્વસ્ત્ર લાશ', પતિ અને સાસુ-સસરાની ધરપકડ

  • Share this:
ઉના- પરિણીતાનો મૃત દેહ નિર્વસ્ત્ર હાલતમાં તેમજ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા, પોલીસે આ કેસમાં સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી લીધી છે. આ ઘટના હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ઉના (Una) જિલ્લાની છે. મૃતકની ઓળખાણ ઉનાના અજનોલી નિવાસી 27 વર્ષીય મીનાક્ષીના રૂપમાં કરવામાં આવી છે. પોલીસે સુસાઈડ માટે ઉશ્કેરવા માટેનો કેસ દાખલ કરેલ છે.

આત્મહત્યા માટે ઉશ્કેરાવવામાં આવી હતી
મળતી માહિતી અનુસાર, મૃતકના ભાઈએ સાસરિયા પર મીનાક્ષીને હેરાનગતિ પહોંચાડવા અને તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસે સાસરિયા પક્ષ વિરુદ્ધ મીનાક્ષીને હેરાનગતિ પહોંચાડવાના આરોપસર ફરિયાદ દાખલ કરી છે. મૃતકનો પતિ જતિંદ્રપાલ સિંહ, સસરા ધન્ના સિંહ અને સાસુ શારદા દેવીની ધરપકડ કરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે ટાંડા મોકલવામાં આવ્યું છે. તેમજ આ ઘટનાની તપાસ પણ શરૂ થઈ ગઈ છે.

ઘર પાસેના ઝાડ પર લટકતી હતી પરિણીતાની નિર્વસ્ત્ર લાશ
રવિવારે રાત્રે અજનોલીમાં કોઈ વ્યક્તિએ મીનાક્ષીના મૃતદેહને દૂર એક ઢાજ ઉપર લટકતા જોઈ હતી. તેણે તરત જ આ બાબતની જાણકારી તેના પરિવારજનોને આપી. તેમણે તરત જ ત્યાં પહોંચી પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોતાના કબ્જામાં લીધી હતી.

પરિણીતાના વસ્ત્રો નાળીમાંથી મળ્યા, દુપટ્ટાનો લાગ્યો હતો ફંદોમૃતકના કપડાં નજીકના એક નાળા નજીકની ઝાડીઓમાંથી મળ્યા હતા. જ્યારે મૃતદેહ દુપટ્ટાથી બનેલા ફંદા પર લટકતો મળ્યો. આ ઘટનાની જાણ મૃતકના પીયર પક્ષને કરવામાં આવી હતી. પંજાવરથી આવેલા મૃતકના ભાઈ અજય કુમારે મીનાક્ષીના પતિ, સાસુ અને સસરા પર હિરાનગતિનો આરોપ લગાવ્યો હતો. પોલીસે અજયકુમારની ફરિયાદ પર મીનાક્ષીના સાસરિયા પક્ષ વિરુદ્ધ આઇપીસીની ધારા 498 એ, 306 અને 34 ના અંતર્ગત કેસ દાખલ કરી તેમને તરત જ એરેસ્ટ કરી લીધા છે. મૃતકને લગભગ 3 વર્ષની દીકરી પણ છે.

પોલીસ આરોપીઓની કરી રહી છે પૂછપરછ
એસ.પી. દિવાકર શર્માએ જણાવ્યું છે કે પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી ગયેલ છે, મૃતકનો પતિ, સાસુ-સસરાને પોલીસ કેસની તપાસ કરી હતી. ભૂકાના પતિ અને સાસ-સસરાની પૂછપરછ ચાલી રહી છે. આગળની કાર્યવાહી અમલમાં લાવવામાં આવી રહી છે.

શું ફરીથી પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય? આ નવી તસવીરો જોઈ Internet પર ઉઠ્યા આવા સવાલો

મનાલી હાઈવે-21 પર 2 બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 1 યુવકનું મોત 4 ગંભીર ઘાયલ
First published: November 13, 2019, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading