શમીનું મોટું નિવેદન, કહ્યું - આજકાલ ખેલાડીઓ પર સવાલ ઉઠાવવાના પૈસા મળે છે


Updated: June 17, 2022, 5:17 PM IST
શમીનું મોટું નિવેદન, કહ્યું - આજકાલ ખેલાડીઓ પર સવાલ ઉઠાવવાના પૈસા મળે છે
વન-ડેમાં બુમરાહના ખરાબ પ્રદર્શન પછી ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા છે

વન-ડેમાં બુમરાહના ખરાબ પ્રદર્શન પછી ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા છે

  • Share this:
હેમિલ્ટન : ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)નું પ્રદર્શન સારુ રહ્યું નથી. ટી-20 શ્રેણીમાં બુમરાહ મોંઘો સાબિત થયો છે. વન-ડે શ્રેણીમાં પણ તેને એકપણ વિકેટ મળી ન હતી. વન-ડેમાં બુમરાહના પ્રદર્શન પછી ઘણા દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા છે. જેનો જવાબ મોહમ્મદ શમીએ આપ્યો છે. શમીએ નિવેદન કરતા કહ્યું હતું કે લોકોને ફક્ત ટીકા કરવાના પૈસા મળે છે.

મોહમ્મદ શમીએ બુમરાહનો બચાવ કરતા કહ્યું હતું કે કોઈપણ ખેલાડીની બહાર બેસી ટીકા કરવી સહેલી છે પણ વાપસી કરવી એટલી આસાન હોતી નથી. આજકાલ લોકો ખેલાડીઓની ટીકા કરીને પૈસા કમાવી રહ્યા છે. બુમરાહે જે દેશ માટે કર્યું છે તેને તમે કેમ ભુલી રહ્યા છો. એ યોગ્ય નથી કે લોકો બુમરાહ વિશે વાત કરી રહ્યા છે. ફક્ત 3 કે 4 વન-ડે પછી તમે નિર્ણય પર પહોંચી શકો નહીં. તમારે સકારાત્મક બાબતો પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તેનાથી ખેલાડીઓને ફાયદો થાય છે.

આ પણ વાંચો - વિરાટ-હાર્દિકના રસ્તે અન્ય એક ભારતીય ક્રિકેટર, બાહુબલીની અભિનેત્રી સાથે કરશે લગ્ન!

શમીએ આગળ કહ્યું હતું કે જ્યારે તમે કેટલીક મેચોમાં સારું નથી કરતા તો લોકો ઘણી અલગ રીતે વિચારવાનું શરુ કરે છે અને તેનો તમારા વિશે વલણ બદલી જાય છે. જેથી આપણે વધારે વિચારવું જોઈએ નહીં.

બુમરાહને કોઇ શ્રેણીમાં એકપણ વિકેટ મળી ના હોય તેવું પ્રથમ વખત બન્યું છે. જોકે ન્યૂઝીલેન્ડ ઇલેવન સામે પ્રેક્ટિસ મેચમાં બુમરાહે 2 વિકેટ ઝડપી ફોર્મમાં પાછા ફરવાનો સંકેત આપ્યો છે.
First published: February 15, 2020, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading