ભારત-પાક. વચ્ચે પરમાણુ યુદ્ધ થશે તો 10 કરોડ લોકો માર્યા જશે : રિપોર્ટ


Updated: May 23, 2022, 4:54 PM IST
ભારત-પાક. વચ્ચે પરમાણુ યુદ્ધ થશે તો 10 કરોડ લોકો માર્યા જશે : રિપોર્ટ
વૈજ્ઞાનિકો મુજબ, યુદ્ધ દરમિયાન જે નુકસાન થશે, તેના વિશે તો લોકો જાણે છે, પરંતુ યુદ્ધ બાદ પણ લાખો લોકો મરતા રહેશે

વૈજ્ઞાનિકો મુજબ, યુદ્ધ દરમિયાન જે નુકસાન થશે, તેના વિશે તો લોકો જાણે છે, પરંતુ યુદ્ધ બાદ પણ લાખો લોકો મરતા રહેશે

  • Share this:
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) અનેકવાર ભારતને પરમાણુ હુમલા (Nuclear Attack)ની ધમકી આપી ચૂક્યા છે. પાકિસ્તાનની બોદી ધમકીનો જવાબ આપતાં ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારનું દુ:સાહસ કરવાનો પ્રયાસ કરે છે તો તેને છોડવામાં નહીં આવે. બંને દેશોની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકા (America)ના એક રિપોર્ટ (Report)એ ઘણા ડરાવનારા આંકડા રજૂ કર્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરમાણુ યુદ્ધ થયું તો 10 કરોડથી વધુ લોકો માર્યા જશે.

'સાયન્સ એડવાન્સ'માં પ્રકાશિત આ રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જો પરમાણુ યુદ્ધની સ્થિતિ ઊભી થાય છે તો બંને દેશોને ઘણું મોટું નુકસાન ઉઠાવું પડી શકે છે. રટગર્સ યુનિવર્સિટીના પ્રોફેસર એલન રોબૉક અને અન્ય વૈજ્ઞાનિકો મુજબ, યુદ્ધ દરમિયાન જે નુકસાન થશે, તેના વિશે તો તમામ જાણે છે, પરંતુ યુદ્ધ બાદ પણ લાખો લોકો મરતા રહેશે.

વૈજ્ઞાનિકો મુજબ, બંને દેશોની વચ્ચે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં પૃથ્વી પર પહોંચનારા સૂર્યના પ્રકાશની માત્રામાં ઘણી ઘટાડો થઈ જશે, જેના કારણે વરસાદમાં પણ ઘટાડો આવશે. આ બધાની સીધી અસર જમીન પર પડશે અને ખેતી નષ્ટ થઈ જશે અને મહાસાગરીય ઉત્પાદક્તામાં ભયાનક ઘટાડો આવશે.

શોધકર્તાઓ મુજબ, ભારત અને પાકિસ્તાનની પાસે 400-500 પરમાણુ હથિયાર છે. યુદ્ધની સ્થિતિમાં જો આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તો તેનો પ્રભાવ વૈશ્વિક પર્યાવરણ માટે વિનાશકારી હશે. રિપોર્ટ મુજબ, દક્ષિણ એશિયા પર પરમાણુ યુદ્ધનો પ્રભાવ ત્રણ પ્રકારે થશે.

શોધકર્તાઓ મુજબ, ભારત અને પાકિસ્તાનની પાસે 400-500 પરમાણુ હથિયાર છે. (પ્રતીકાત્મક તસવીર)


પહેલો પ્રભાવ - પરમાણુ યુદ્ધની સ્થિતિમાં વિસ્ફોટોમાંથી નીકળનારો ધૂમાડો 16થી 36 મિલિયન ટન કાળો કાર્બન છોડી શકે છે. આ કાર્બનની તીવ્રતા એટલી વધુ હશે કે થોડાક જ સપ્તાહોમાં દુનિયાભરમાં તેની અસર જોવા મળશે. આવી સ્થિતિમાં જે દેશોનો આ યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી, ત્યાં પણ લોકોને ગંભીર પરિણામ ભોગવવું પડશે.બીજો પ્રભાવ - પરમાણુ વિસફોટ બાદ વાયુમંડળમાં કાર્બન ભારે માત્રામાં સોલર રેડિએશનને એકત્ર કરી લેશે. તેનાથી હવામાં વધુ ગરમી આવી જશે અને ધૂમાડો આગળ નહીં જઈ શકે. તેના પરિણામે એવું થશે કે પૃથ્વી પર પહોંચનારા તડાકામાં 20થી 35 ટકાનો ઘટાડો આવશે. તેના કારણે વરસાદમાં ઘટાડો થશે.

ત્રીજો પ્રભાવ - વાયુમંડળમાં કાર્બનની માત્ર વધી જવાના કારણે સૂરજનો પ્રકાશ જમીન સુધી નહીં પહોંચે અને વરસાદ પણ નામ પૂરતો થશે. એવામાં ગરમીથી જમીન સૂકાઈ જશે અને ખેતી સમગ્રપણે બરબાદ થઈ જશે. આ કારણે વનસ્પતિ વિકાસ અને મહાસાગર ઉત્પાદકતા પર ગંભીર પ્રભાવ પડશે.

આ પણ વાંચો,

કાશ્મીર મુદ્દે ભારતને મોટી સફળતા, સાઉદી અરબે કર્યું ભારતનું સમર્થન
આગામી 48 કલાકમાં દેશના આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
First published: October 3, 2019, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading