બીજા લગ્નમાં સમસ્યા પર સવાલ થતા ભડકી શ્વેતા તિવારી, આપ્યો આવો જવાબ


Updated: May 24, 2022, 10:26 AM IST
બીજા લગ્નમાં સમસ્યા પર સવાલ થતા ભડકી શ્વેતા તિવારી, આપ્યો આવો જવાબ
ટીવી ઍક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)એ અભિનવ કોહલી (Abhinav Kohli) સાથે બીજા લગ્ન કર્યા હતાં. તેમનાં લગ્નમાં પણ સમસ્યા આવી છે.

ટીવી ઍક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)એ અભિનવ કોહલી (Abhinav Kohli) સાથે બીજા લગ્ન કર્યા હતાં. તેમનાં લગ્નમાં પણ સમસ્યા આવી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ટીવી ઍક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) થોડા સમય પહેલાં જ તેનાં બીજા લગ્નની સમસ્યાઓને લઇને ચર્ચામાં રહી છે. શ્વેતાએ તેનાં બીજા પતિ અભિનવ કોહલી (Abhinav Kohli) પર પોતાની અને દીકરી સાથે હિંસાનો આરોપ લગાવ્યો હતો. શ્વેતાએ અભિનવ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ઘરેલૂ હિંસાનાં આરોપ લગાવતી ફરીયાદ કરાવી હતી. આ મામલે સમાચાર તો ઘણાં આવ્યાં પણ ક્યારેય શ્વેતાએ તેનો પક્ષ જાહેરમાં નહોત મુક્યો.

આ પણ વાંચો- સપના ચૌધરીનાં લટકા-ઝટકાએ સ્ટેજ પર લગાવી આગ, જુઓ PHOTOS

હાલમાં જ તે તેનાં અપકમિંગ ટીવી શો 'મેરે ડેડ કી દુલ્હન'નાં પ્રમોશનમાં આવી હતી. આ સમયે સીરિયલની પ્રેસ કૉન્ફરન્સમાં એક રિપોર્ટરે શ્વેતાને તેનાં અને અભિનવનાં સંબંધ અને સવાલ પુછી લીધો હતો ત્યારે તે નારાજ થઇ ગઇ હતી. શ્વેતાએ કહ્યું કે, 'હું તે લોકોને પુછવા અને કહેવાં ઇચ્છુ છું કે, લોક શું કહે છે. ફરીથી આની સાથે આવું થયું...' કેમ ન થઇ શકે ભાઇ? મારામાં એટલી હિંમત છે કે હું મારી સાથે આવું ફરી થયુ તો પણ મારા પગ પર ઉભી થઇ અને તેનાં વિરુદ્ધ અવાજ ઉઠાવી. એ પણ ન વિચાર્યું કે, લોકો મારા માટે શું કહેશે.. શું લખશે.. મને કોઇ ફરક પડતો નથી. મને ફરક ત્યારે પડે છે જ્યારે મારા બાળકોની વાત આવે છે. મારા બાળકો માટે યોગ્ય છે. મારા મા બાળકોનાં ગ્રોથ માટે યોગ્ય છે તે હું કરીશ.'

શ્વેતાએ ઉમેર્યું કે, હું તેવાં લોકોથી સારી છુ જેઓનાં ઘરમાં પતિ છે, બહાર બોયફ્રેન્ડ છે કે પછી ઘરમાં પત્ની છે અને બહાર ગર્લફ્રેન્ડ છે. તેનાંથી હું સારી છુ કે, મારે બહાર આવીને કહી તો શકું છું. 'બસ હવે મારે આ લગ્નમાં નથી રહેવું.' શ્વેતાનું કહેવું છે કે, 'મને તે વાતનો કોઇ ફરક પડતો નથી કે લોકો શું કહેશે, મને બસ આ ફરક પડે છે કે શું સાચુ છે કે ખોટું'

આ પણ વાંચો-Mirzyaની ઍક્ટ્રેસ સૈયામી ખેર પહોંચી માલદિવ, શૅર કરી બિકિની તસવીર

શ્વેતાએ કહ્યું કે, ' હું એક સ્ટેન્ડ રાખવા ઇચ્છું છું તે મહિાલઓ માટે જે કહેતા ડરે છે કારણ કે તેમને ડર છે કે લોકો શું કહે શે. જો બીજી વખત લગ્નમાં સમસ્યા આવી તો આ અંગે બોલતા તેઓ હમેશાં ડરે છે. '
First published: November 12, 2019, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading