કેવડિયાના વિકાસને કારણે અહીંનો આદિવાસી આખા વિશ્વ સાથે જોડાયો: CM રૂપાણી

News18 Gujarati
Updated: January 17, 2021, 12:14 PM IST
કેવડિયાના વિકાસને કારણે અહીંનો આદિવાસી આખા વિશ્વ સાથે જોડાયો: CM રૂપાણી
સીએમ વિજય રૂપાણી

આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ અમારા માટે એક પ્રતિમા જ નથી પરંતુ દેશની એકજૂટતાનું ઉદાહરણ

  • Share this:
કેવડિયાને (Kevadia) દેશના વિવિધ પ્રદેશોથી જોડતી 8 ટ્રેનોને પીએમ મોદી​​​​​એ (PM Narendra Modi) વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી છે. આ ટ્રેનો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને (Statue Of Unity) સીમલેસ ક્નેક્ટિવિટી પ્રદાન કરી છે. આ ઉપરાંત દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું (Green building Railway Station) વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) જણાવ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ અમારા માટે એક પ્રતિમા જ નથી પરંતુ દેશની એકજૂટતાનું ઉદાહરણ છે

રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા સરદાર વલ્લભભાઇ પટેલના આશીર્વાદની ઝાંખી કરાવે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ અમારા માટે એક પ્રતિમા જ નથી પરંતુ દેશની એકજૂટતાનું ઉદાહરણ છે. આ પ્રતિમા આજે આખા વિશ્વમાં અનેકતામાં એકતા, સ્વતંત્રતા માટેના સંઘર્ષમાં સરદાર વલ્લભભાઇ પટેલનો સંદેશ આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રેલવેએ દેશને જોડ્યો છે અને આજે દેશના ખૂણે ખૂણેથી કેવડિયા માટે ટ્રેન શરૂ થવાની છે. આ ઘણી આનંદ અને ખુશીની વાત છે. પીએમ મોદીના આગવા દ્રષ્ટિકોણને કારણે જ કેવડિયા આજે વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવામાં આગળ વધી રહ્યું છે.'

અમદાવાદથી કેવડિયા- SOU જવું હવે મોંઘું નહીં પડે, માત્ર 120 રૂપિયામાં પહોંચી જવાશે

સીએમ રૂપાણીએ જણાવ્યુ કે, 'કેવડિયાના વિકાસ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિના નિરંતર વિકાસને કારણે સ્થાનિક લોકોનો વિકાસ પણ થઇ રહ્યો છે. આજે દેશ વિદેશથી લોકો કેવડિયા આવે છે. જેનાથી કેવડિયાની સ્થાનિક સંસ્કૃતિ, ત્યાંની પરંપરાને પણ આગવી ઓળખ મળી રહી છે. એટલે કહી શકાય કે, અહીંનો આદિવાસી સમાજ આખા વિશ્વ સાથે જોડાયો છે. અલૌકિક સપના જોવાની ક્ષમતા અને તેને સાકાર કરવા માટેનો પુરુષાર્થ વડાપ્રધાન મોદીએ જે રીતે સાકાર કર્યો છે તે આપણા બધા માટે ગૌરવની વાત છે. અકલ્પનીય સપનું કઇ રીતે સાકાર થાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. મને આશા છે કે, કેવડિયા આગામી સમયમાં પર્યટન અને વર્લ્ડ ક્લાસ આર્કિટેકમાં નવી મિશાલ બનાવશે.'

PM મોદીએ કહ્યું, 'સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી કરતા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા વધી'


મહત્વનું છે કે, વડાપ્રધાન ડભોઇ-ચંડોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઇ જંક્શન, ચાંદોદ અને કેવડિયા નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું.આ ઇમારતો સ્થાનિક સુવિધાઓ અને આધુનિક મુસાફરોની સવલતોથી સુંદર રીતે બનાવવામાં આવી છે. કેવડિયા સ્ટેશન એ ભારતનું પહેલું રેલવે સ્ટેશન છે જેણે ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવ્યું છે. આ પ્રોજેક્ટ આજુબાજુના આદિજાતિ વિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં વધારો કરશે.
Published by: Kaushal Pancholi
First published: January 17, 2021, 12:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading