નવસારી ચીખલી નેશનલ હાઇવે પર ખાડાને કારણે ગયો જીવ, બહેનને મળવા જતા ભાઇનું મોત

News18 Gujarati
Updated: September 25, 2022, 8:33 AM IST
નવસારી ચીખલી નેશનલ હાઇવે પર ખાડાને કારણે ગયો જીવ, બહેનને મળવા જતા ભાઇનું મોત
નવસારી માર્ગ અકસ્માત

Navsari Accident: નવસારીમાં ખાડાને કારણે અકસ્માત સર્જાતા એક નિર્દોષ યુવાને જીવ ગુમાવ્યો, ચીખલી નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો, સ્થાનિકોએ દ્વારા રસ્તા પર પડેલા ખાડાને તાત્કાલિક પુરવામાં આવ્યો

  • Share this:
નવસારીઃ રાજ્યમાં આવાર-નવાર અકસ્માત થતા રહે છે. અકસ્માત કેટલાય લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે નવસારીમાં માર્ગ અકસ્માતમાં આજે એક વ્યક્તિનું મોત થયું છે. રસ્તા પર પડેલા ખાડાને લઈ એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે નવસારીમાં ચીખલીના હોન્ડ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમામે અકસ્માતનું કારણ એ રસ્તા પરના ખાડાઓ છે. આ ખાડાઓના કારણે અગાઉ પણ ઘણા અકસ્માતો થઈ ચૂક્યા છે.

ખાડાના કારણે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો


યુવાન વલસાડથી મોપેડ બાઈક પર સુરત બહેનને મળવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં ખાડાના કારણે તેને અકસ્માત નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોન્ડ નજીક ખાડામાં બાઈક પટકાતા બાઈક ચાલક યુવાને સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઈક ચાલક ખાડાથી થોડે દુર જઈ બાઈક સાથે રસ્તા પર પટકાતા તેનું મોત થયું હતું. અકસ્માત સર્જાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી,જેથી પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોચીની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં સ્થાનિકોએ માનવતા દાખવીને રસ્તા પર પડેલા ખાડાને તાત્કાલિક પુર્યો હતો, જેથી હવે બીજા કોઈ વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં ખાડાના કારણે મોત ન થાય.

આ પણ વાંચો: નવરાત્રીમાં યુવતીઓએ મોબાઈલનું GPS એક્ટિવ રાખવું

માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોત થાય છે


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મોત પણ થતા રહે છે. ત્યારે આમાં તંત્રની પણ ભૂલ છતી થાય છે, કારણ કે, રસ્તા પર ખાડા પડવા એ તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે. આગામી સમયમાં ચૂટણીઓ આવી રહી છે. છતા પણ તંત્રના પેટનું પાણી હલતુ નથી. લોકો પણ માંગણી કરી રહ્યા છે કે, આવા રસ્તાઓ પરની ખાડાઓ સત્વરે પુરવામાં આવે જેથી અકસ્માતની ઘટનાઓેને રોકી શકાય.આ પણ વાંચો : ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક

સારા રસ્તાઓ બનાવાની જવાબદારી સરકારની


સામાન્ય રીતે અકસ્માત થવાના કરણો ઘણા બધા હોય છે. જેમ કે, ઓવર સ્પીડ, ચાલું ગાડીએ ફોન પર વાતો કરવી, દારૂ પીને વાહન ચાલાવવું, ઓવરલોડેડ ગાડી, ગાડીની લાઈટમાં ખરાબી, રેડ લાઈટ જંપ, ઝડપી ઓવર ટેક કરવો, ખરાબ વાતાવરણ, ખરાબ રસ્તાઓ વગેરે. આવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. પણ જો રસ્તાઓ પરના ખાડાના કારણે અકસ્માત થતા હોય તો તેને કેવી રીતે રોકી શકાય? તેના માટે તો સરકારે જ આગળ આવવું પડશે. કારણ કે, રસ્તાઓ બનાવવા એ સરકારની જવાબદારી છે.
Published by: Vimal Prajapati
First published: September 25, 2022, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading