નવસારીઃ દાદાગીરીનો live video, 'ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો..', ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી

News18 Gujarati
Updated: May 22, 2021, 9:42 PM IST
નવસારીઃ દાદાગીરીનો live video, 'ભીખારી..કાચના રૂ.300 આપ નહીં તો..', ખુલ્લી તલવાર બતાવી ટ્રક ડ્રાઈવરની પોલીસને ધમકી
વીડિયો પરથી તસવીર

'મને મારા કાચના 300 રૂપિચા જોઈએ... નહીં તો હું ગાડીને આગ લગાડી દઈશ બસ. 40 લાખ જોયા છે કદી ભીખારી આ તારા બાપે 40 લાખની લીધી છે. હું તને બતાવીશ કે કેવી રીતે ગાડીનો કાચ તોડાય છે'.

  • Share this:
ભાવિન પટેલ, નવસારીઃ છાસવારે પોલીસ (police) સામાન્ય લોકોને ધમકી આપતી હોય એવી ઘટનાઓના વીડિયો (video) બનતા રહે છે. પરંતુ નવસારીમાંથી એક વીડિયો વાયરલ (video viral) થયો હતો. જેમાં એક ટ્રક ચાલક (truck driver) ખુલ્લી તલવાર (Open Sword) લઈને પોલીસને ધમકી આપી રહ્યો છે. જોકે, પોલીસે ધમકી આપનાર ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે નવસારીના બોરિયાચ ટોલ પ્લાઝા ઉપર એક ટ્રક ચાલક ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો. નવસારી ગ્રામ્ય પોલીસ જવાને દંડો મારીને ટ્રકનો સાઈડ ગ્લાસ તોડી નાંખ્યો હતો. જેના કારણે ટ્રક ચાલક ભડક્યો હતો. અને ટ્રકમાં રહેલી તલવાર લઈને નીચે ઉતર્યો હતો.

ટોલપ્લાઝા પાસે બનાવેલા પોલીસ બુથે આવી પહોંચ્યો હતો. અને ખુલ્લી તલવાર બતાવીને કાચ તોડનાર પોલીસ કર્મચારી પાસે કાચના 300 રૂપિયા માંગ્યા હતા. અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. અને જો પૈસા નહીં મળે તો ગાડી એટલે કે પોલીસ જીને સળગાવી દેવાની પણ ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

નજીક રહેલા એક યુવકે સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. આ વીડિયો જોત જોતામાં વાયરલ થયો હતો. વીડિયોમાં યુવક બોલી રહ્યો છે કે.. '40 લાખ જોયા છે ક્યારે 40 લાખની ગાડી છે આ, મારી મહેનતની કમાણીની છે ભીખારી. તારી જેમ મફતની નથી. પૈસા આપી દે મારા કાચના પૈસા આપી દે તેને કહી રહ્યો છું.આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-પોલીસે પતિને ફટકાર્યો દંડ, બાઈકની હેડલાઈટ ફોડી, રણચંડી બનેલી પત્ની SDMને ચપ્પલ મારવા દોડી, હંગામાનો video

300 રૂપિયા મારા કાચના આપ. કશમથી કહી રહ્યો છું તારી ગાડીને આગ લગાડી દઈશ. મારા પૈસા આપો. મારા કાચના 300 રૂપિયા આપ..મને મારા કાચના 300 રૂપિચા જોઈએ... નહીં તો હું ગાડીને આગ લગાડી દઈશ બસ. 40 લાખ જોયા છે કદી ભીખારી આ તારા બાપે 40 લાખની લીધી છે.તારી જેમ ભીખ માંગીને નથી લીધી આ મહેનતની કમાણી છે મારી. તને ખબર પડવી જોઈએ કેવી રીતે ગાડીનો કાચ તોડાય. મહેનતથી બાળકો પાળીએ છીએ.. તારી જેમ ભીખ માંગીને નહીં.. ચાલું ગાડીને દંડો મારી કાચ તોડી દીધો..શું ચોરીનો માલ લઈને આવું છું. હું તને બતાવીશ કે કેવી રીતે ગાડીનો કાચ તોડાય છે'. આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહીની તજવીજ હાથધરી છે.
Published by: ankit patel
First published: May 22, 2021, 9:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading