સુરત : ગાંજાની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ, 80 લાખની કિંમતનો 800 કિલો માલ ઝડપાયો

News18 Gujarati
Updated: September 26, 2021, 8:29 PM IST
સુરત : ગાંજાની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ, 80 લાખની કિંમતનો 800 કિલો માલ ઝડપાયો
માંગરોળના કોસંબાની હદમાં પોલીસે ટ્રકમાં તપાસ કરતા ચોરખાનામાંથી 800 કિલો ગાંજો પકડાયો

Surat News: સુરતના કોસંબામાં (Kosamba Surat) હાઇવે પર પાર્ક થયેલા ટેમ્પામાંથી પોલીસે ઝડપી પાડ્યો માતબર ગાંજો (Marijuana)

  • Share this:
કેતન પટેલ, સુરત : આજે સુરત શહેરમાંથી (Surat Couple Caught Selling Marijuana Drugs) એક દંપતિ ડ્રગ્સ અને ગાંજાની ગોળીઓ વેચવાના આરોપમાં ઝડપાયું હોવાની ઘટના બની છે જોકે, તે પહેલાં આજે વહેલી સવારે અને ગઈકાલે મોડી રાતના સુમારે સુરતના માંગરોળના કોસંબામાંથી પોલીસે ગાંજાની હેરફેરની નવી ટેકનિકનો પર્દાફાશ કરતા માતબર જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે માંગરોળના કોસંબામાંથી 800 (Surat Police Caught 800 KGs of Marijuana from Kosamba Mongol) કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ ગાંજાનો બજાર ભાવ પોલીસના મતે 80 લાખ (Marijuana worth of 80 Lakhs caught in Surat) રૂપિયા જેટલો થાય છે. સુરત સહિત ગુજરાતમાં નશાના કાળા કોરાબારના વેપલાનો વધુ એકવાર પર્દાફાશ થઈ રહ્યો છે.

યુવાધન નશાના રવાડે ચઢી રહ્યુ છે ત્યારે નશાના સોદાગરો કાળી કમાણી થકી રૂપિયા કમાઈ રહ્યા છે. નશીલા પદાર્થોની માંગ વધતા તેની હેરફેર માટે અવનવી ટેકનિક શોધવામાં આવી રહી છે. સુરતમાં ઓરિસ્સાથી આવતી ટ્રેન ગાંજાની હેરફેર માટે હોટફેવરિટ માધ્યમ છે પરંતુ તેમાં અવારનવાર લાખો રૂપિયાનો ગાંજો પકડાઈ રહ્યો છે.

ગાંજાની હેરફેર માટે ટ્રકમાં આવું અલાયદુ ચોર ખાનું બનાવ્યું હતું.


દરમિયાન આજે સુરત જિલ્લાના માંગરોળના કોસંબા પોલીસની હદમાં મહારાષ્ટ્ર પાસિંગનો એક ટ્રક પાર્ક કરેલો હતો. પોલીસે આ ટ્રક ચેક કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ટ્રકમાં એક ચોરખાનું બનાવી અને તેમાં ગાંજાની ગુણો ભરી અને સંતાડવામાં આવી હતી. પોલીસ તપાસ કરતા આ ચોરખાનામાંથી કુલ 800 કિલો ગાંજો મળી આવ્યો હતો.

 આ પણ વાંચો : સુરત : રેસ્ટોરન્ટ માલિક પતિ-પત્ની કરતા હતા ડ્રગ્સનો ધંધો, ગાંજાની હાઇબ્રિડ ગોળી-ચરસ-LSD પકડાયું

આ ગાંજા સાથે પોલીસ ટેમ્પો ચાલકની ધરપકડ કરી ત્યારે સળગતા સવાલો ઉભા થઈ રહ્યા છે કે બોર્ડર પરથી કેવી રીતે આ પ્રકારે ગાંજા જેવા નશીલા પદાર્થો ગુજરાતમાં આવી રહ્યા છે. આ ગાંજો કોણે મંગાવ્યો, ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે તો વધુ તપાસમાં જ ખૂલશે.


સવારે ગાંજાની 17-18 લાખની હાઇબ્રિડ ગોળીઓ સાથે દંપતી પકડાયું

દરમિયાન આજે સવારે સુરતમાં દિલ્હી એનસીબી અને સુરત એસઓજીના એક સંયુક્ત ઓપરેશનમાં ગોળવાળા દંપતી 17-18 લાખ રૂપિયાની કિંમતની હાઇબ્રિડ ગાંજાની ગોળીઓ સાથે ઝડપાયું હતું. આ દંપતિ ડાર્કવેબના માધ્યમથી ડ્રગ્સ મંગાવી અને વેચતું હોવાનો ખુલાસો થયો છે ત્યારે સુરત શહેર સાથે જિલ્લામાં પણ આજે પોલીસ માટે મહત્ત્વનો દિવસ રહ્યો છે. સુરત શહેર ડ્રગ્સના વેપલાનું કેન્દ્ર બની રહ્યુ હોય ત્યારે આગામી દિવસોમાં આ ગાંજા મામલે શું તપાસ સામે આવે છે તે જોવું જ રહ્યુ
Published by: Jay Mishra
First published: September 26, 2021, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading