સુરત: બોમ્બે માર્કેટમાં યુવાન દુકાનદારે દુકાનમાં જ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત


Updated: October 30, 2020, 10:50 PM IST
સુરત: બોમ્બે માર્કેટમાં યુવાન દુકાનદારે દુકાનમાં જ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

દુકાનદારે બોમ્બે માર્કેટમાં આવેલી પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

  • Share this:
સુરત : શહેરમાં આપઘાતનો સીલસિલો ચાલુ જ છે. એક-પછી એક આપઘાતની ઘટનાથી શહેરમાં હાહાકાર મચી ગયો છે. શહેરમાં વધુ એક વેપારીએ આર્થિક સંકડામણમાં માનસિક તમાવમાં આવી જતા આપઘાત કરી લેતા કાપડ માર્કેટમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુણાગામના એક દુકાનદારે બોમ્બે માર્કેટમાં આવેલી પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. દુકાનદારે ઉછીનો દીધેલ મટીરીયલના સમયસર પૈસા નહીં આવતા માનસિક તાણમાં આવીને પગલું ભરી લીધું હતું.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના વતની અને હાલ પુણાગામ વિસ્તારમાં આવેલ ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા 23 વર્ષિય સચિન કાળુભાઇ ધોરી બોમ્બે માર્કેટમાં પહેલા માળે ડ્રેસ મટીરીયલની દુકાન ચલાવે છે. તેઓએ પોતાની દુકાનમાં ગુરુવારે બપોરે છતના હુક સાથે કાપડનો દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સચિન અવારનવાર ડ્રેસનું મટીરીયલ લોકોને ઉછીનું દેતો હતો. જેથી સમયસર નાણાં નહીં મળતા પોતે માનસિક તણાવમાં આવીને પગલું ભરી લીધું હતું. વધુમાં તેમને અન્ય બે બહેન છે. બનાવ અંગે વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો  - સુરત: Corona 'કાળ' બન્યો, Lockdown બાદ નોકરી ન મળતા મકાન પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત

તમને જણાવી દઈએ કે, સુરતમાં આજે અન્ય બે આપઘાતની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રથમ ઘટનાની વાત કરીએ તો એક એમ્બ્રોડરી કારકાનાના માલિકે લોકડાઉન બાદ ધંધો બંધ થઈ જતા આર્થિક મુશ્કેલીના અભાવે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. તો બીજી ઘટનામાં એક આધેડે નોકરી ગુમાવતા પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું તેના તણાવમાં પોતાના મકાન પરથી મોતની છલાંગ લગાવી લીધી છે.સુરત : હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, 5 મહિલા 'શકુની' સહિત આઠ ઝડપાયા, તમામના નામ જાહેર થયા

સુરત : હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, 5 મહિલા 'શકુની' સહિત આઠ ઝડપાયા, તમામના નામ જાહેર થયા

ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પણ એક યુવાનની આપઘાતની ગટના સામે આવી હતી, જેમાં સુરતનાં ડિંડોલી વિસ્તારમાં ફુટની લારી ચલાવતા અને પબજી ગેમના રવાડે ચઢેલા યુવાનને પિતાએ ઠપકો આપતાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો. મુળ ઉત્તરપ્રદેશનો વતની દિપક રાધેશ્યામ મિશ્રા ઘર નજીક ફુટની લારી ચલાવતો હતો. દિપકે મંગળવારે રાત્રી દરમિયાન ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિજનોએ હૈયાફાટ કલ્પત કર્યો હતો.
Published by: kiran mehta
First published: October 30, 2020, 10:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading