સુરત : પોલીસનો AAPની મહિલા નગરસેવિકાઓ સાથે 'અભદ્ર' વ્યવહાર, Video થયો Viral

Updated: March 30, 2021, 9:20 PM IST
સુરત : પોલીસનો AAPની મહિલા નગરસેવિકાઓ સાથે 'અભદ્ર' વ્યવહાર, Video થયો Viral
સુરત પોલીસે આપની મહિલા નગરસેવિકાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો

સુરત પોલીસે મહિલા પોલીસને સાથે રાખ્યા વગર મહિલા નગરસેવિકાઓને 'ઘેરી' લીધી

  • Share this:
સુરત : સુરત (Surat) શહેરમાં આજે પાલિકાની (SMC) બજેટની સામાન્ય સભાના મુદ્દે હંગામો થયો હતો. રાજ્યમાં વિધાનસભા કાર્યરત છે પરંતુ પાલિકાએ બજેટની સામાન્ય સભા ઑનલાઇન રાખતા આપના નગરસેવકોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. દરમિયાન આપના વિરોધની વચ્ચે અચનાક પોલીસે (Surat Police) ફિલ્મી ઢબે એન્ટ્રી લીધી હતી અને લોકશાહીમાં પ્રજા દ્વારા ચૂંટવામાં આવેલા નગરસેવકોને 'વિરોધ' કરવા બદલે ધક્કા મારી અને ઢસડી ઢસડીનને પૂરવામાં આવ્યા હતા. જોકે, વરવા દૃશ્યો તો ત્યારે સર્જાયા જ્યારે પોલીસના પુરૂષ જવાનોએ મહિલા જવાનોને સાતે રાખ્યા વગર આપની મહિલા નગરસેવિકાઓને (AAP Women Counselors) 'ઘેરી' લીધી અને 'અભદ્ર' વ્યવહારો કર્યો. આ ઘટનાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ અંગે સોશિયલ મીડિયામાં આકરા પ્રહારો કર્યા. ઈટાલિયાએ લખ્યું કે ' સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ સભામાં ભાજપનો 300 કરોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને સી.આર.પાટીલના ઈશારે આવી રીતે ટીંગાટોળી કરીને, ઢસડીને, બહેનો મારીને બહાર કાઢવામાં આવ્યા.'

જોકે, આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના રાજકીય આક્ષેપો અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ રાજકીય આક્ષેપોને બાદ કરતા પોલીસે મહિલાઓ સાથે જે વર્તન કર્યુ તે સુરત શહેરની ગરીમાને છાજે તેવું નહોતું. નગરસેવિકાઓને પોલીસે ચારેકોરથી ઘેરી લીધી હોવાનો આ જઘન્ય વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

આ પણ વાંચો : સુરત : કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધી, શરમજનક દૃશ્યો સર્જાયા

જોકે, પોલીસે આ મામલે કોઈ ખુલાસો આપ્યો નથી પરંતુ પ્રાપ્ત અહેવાલો મુજબ પોલીસની ધક્કા મુક્કીમાં આપની મહિલા નગરસેવિકાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે. આમ આદમી પાર્ટીએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ કરી હોવાના અહેવાલ પણ છે. આમ સુરત શહેરમાં એક બાજુ કોરોના વાઇરસનો ભરડો અને બીજી બાજુ રાજકીય ધમસાણ વચ્ચે તંત્રની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. આ બધાની વચ્ચે પ્રજાની સ્થિતિ પણ દિવસે દિવસે કફોડી બની રહી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ અંગે સોશિયલ મીડિયામાં આકરા પ્રહારો કર્યા. ઈટાલિયાએ લખ્યું કે ' સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ સભામાં ભાજપનો 300 કરોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને સી.આર.પાટીલના ઈશારે આવી રીતે ટીંગાટોળી કરીને, ઢસડીને, બહેનો મારીને બહાર કાઢવામાં આવ્યા.'

જોકે, આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના રાજકીય આક્ષેપો અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ રાજકીય આક્ષેપોને બાદ કરતા પોલીસે મહિલાઓ સાથે જે વર્તન કર્યુ તે સુરત શહેરની ગરીમાને છાજે તેવું નહોતું. નગરસેવિકાઓને પોલીસે ચારેકોરથી ઘેરી લીધી હોવાનો આ જઘન્ય વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

આ પણ વાંચો :   સુરત : વધુ 644 વ્યક્તિ Coronavirusની ઝપટમાં, શહેરનાં આ વિસ્તારો છે હોટસ્પોટ

જોકે, પોલીસે આ મામલે કોઈ ખુલાસો આપ્યો નથી પરંતુ પ્રાપ્ત અહેવાલો મુજબ પોલીસની ધક્કા મુક્કીમાં આપની મહિલા નગરસેવિકાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાના અહેવાલ છે. આમ આદમી પાર્ટીએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ કરી હોવાના અહેવાલ પણ છે. આમ સુરત શહેરમાં એક બાજુ કોરોના વાઇરસનો ભરડો અને બીજી બાજુ રાજકીય ધમસાણ વચ્ચે તંત્રની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. આ બધાની વચ્ચે પ્રજાની સ્થિતિ પણ દિવસે દિવસે કફોડી બની રહી છે.
Published by: Jay Mishra
First published: March 30, 2021, 9:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading