નકલી સોનાને અસલી બતાવીને બેંકથી છેતરપીંડી કરનાર વધુ એક આરોપી ઝડપાયો


Updated: November 6, 2020, 8:59 PM IST
નકલી સોનાને અસલી બતાવીને બેંકથી છેતરપીંડી કરનાર વધુ એક આરોપી ઝડપાયો
ગોલ્ડ લોન કૌભાંડનો આરોપી

આઈસીઆસીઆઈ બેન્કમાં મિશ્રધાતુનું સોનુ મૂકી કુલ 42 વખત ગોલ્ડ લોન મેળવીને કરોડો રૂપિયાનું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જો કે આ મામલે કૌભાંડ બહાર આવતા પોલીસે આ કેસમાં ઝડપી તાજવીજ શરૂ કરી છે.

  • Share this:
સુરત: નકલી સોનાને અસલી સોનું બતાવીને બેંકમાં ગોલ્ડ લોન નામે કૌભાંડ આચરનાર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. અને તેની વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે આ સમગ્ર નકલી ગોલ્ડ લોન કૌભાંડમાં કુલ 22 આરોપીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ આ કેસમાં એક પછી એક આરોપીની ધરપકડનો સિલસિલો ચાલુ છે. આજ અંતરગર્ત આજે ક્રાઇમ બ્રાંચે એક મોટી સફળતા મેળવી છે. અને વધુ એક આરોપીને જેલના સળિયાની પાછળ મોકલ્યો છે.

ઘટનાની વિગતો આ પ્રમાણે છે કે, આઈસીઆસીઆઈ બેન્કમાં મિશ્રધાતુનું સોનુ મૂકી કુલ 42 વખત ગોલ્ડ લોન મેળવીને કરોડો રૂપિયાનું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જો કે આ મામલે કૌભાંડ બહાર આવતા પોલીસે આ કેસમાં ઝડપી તાજવીજ શરૂ કરી છે. હાલ આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી હતી. વધુમાં ક્રાઈમ બ્રાંચે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે કુલ 22 વ્યક્તિઓએ એકબીજાનના રેફરન્સથી સાથે મળીને કુલ 41 વખત ગોલ્ડ લોન મેળવીને બેન્ક માં નકલી દાગીનાઓ રજુ કર્યા હતા અને સમગ્ર કૌભાંડ આચર્યું હતું.

વધુ વાંચો : Crackers Ban: દુકાનદાર કહ્યું, દરેક દુકાનમાં પડ્યો છે 5 થી 10 લાખનો માલ, તેનું શું કરીએ?

આરોપીઓ દ્વાર રજૂ કરવામાં આવેલ દાગીના મિશ્રધાતુઓના હોવાનું બહાર આવ્યું છે જે પર ફરિયાદ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરી હતી. કુલ 2 કરોડ 55 લાખ 81 હજારથી વધુ રૂપિયાનું કૌભાંડ આ કેસમાં થયું હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી વિશાલ સાજનભાઈ ભરવાડ નામના એક આરોપીને ઝડપી પાડયો હતો.

હાલ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પોલીસે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા. ત્યારે હવે આ રિમાન્ડની તપાસમાં આ કેસમાં બીજા વધુ નામો બહાર આવે તેવી સંભાવના છે. ત્યારે ગોલ્ડ લોનના નામે બેંક સાથે છેતરપીંડી કરનાર આ કેસ ભારે ચકચાર મચાવ્યો હતો. અને હવે ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
Published by: Chaitali Shukla
First published: November 6, 2020, 8:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading