video_બારડોલીઃ તોરીક મેમણે જાહેરમાં થાર ગાડી પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, 'રોલો' પાડવા જતાં થયો જેલ ભેગો

News18 Gujarati
Updated: June 5, 2021, 9:21 PM IST
video_બારડોલીઃ તોરીક મેમણે જાહેરમાં થાર ગાડી પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, 'રોલો' પાડવા જતાં થયો જેલ ભેગો
બૂટલેગરે જન્મદિવસની ઉજવણી

યુવાનો અલંકાર નજીક ભેગા થયા બાદમાં લિકરોડ પર મહિન્દ્રા થાર ગાડીમાં જોરજોરમાં ગીતો વગાડી આટા ફેરાઓ માર્યા હતા. અને જાહેર માર્ગ પર ગાડીના બોનેટ પર કેક કાપી અને વર્ષગાથની ઉજવણી કરી હતી.

  • Share this:
કેતન પટેલ, બારડોલીઃ સુરત જિલ્લામાં (surat) એક પછી એક જાહેરમાં કોરોનાની ગાઈડલાઈનનો (corona guideline) ભંગ કરી વર્ષગાંઠ ઉજવવાના વીડિયો (birthday celebration video) સામે આવી રહ્યા છે. ગતરોજ પલસાણા (Palsana) તાલુકાના ટૂંડી ગામના (tundi village) બૂટલેગરે (Bootlegger) ટોળું ભેગું કરી ડી.જેના તાલે નાચી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. જે વીડીયો વાયરલ થવા પામ્યો હતો.

બાદ આજરોજ બારડોલી નગરમાં પણ એક યુવાનનો જાહેરમાં વર્ષગાંઠ ઉજવતો વીડિયો વાયરલ (video viral) થયો હતો, યુવાન આશીયાના નગરનો રહીશ તોરીક મેમણે હતો. જેણે પોતાની વર્ષગાંઠ બારડોલીના અલંકાર નજીક આવેલ લિંકરોડ ખાતે જાહેરમાં ઉજવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તોરીકની ધરપકડ કરી હતી.

પહેલા તો યુવાનો અલંકાર નજીક ભેગા થયા બાદમાં લિકરોડ પર મહિન્દ્રા થાર ગાડીમાં જોરજોરમાં ગીતો વગાડી આટા ફેરાઓ માર્યા હતા. અને જાહેર માર્ગ પર ગાડીના બોનેટ પર કેક કાપી અને વર્ષગાથની ઉજવણી કરી હતી. જે વીડિયો બારડોલી નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા વગરની 12 વર્ષની દીકરીનો દેહ પિંખનાર ત્રણ નરાધમો ઝડપાયા, વીરુ, અક્ષય અને અવી આવ્યા કાયદાના સકંજામાં

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

આ પણ વાંચોઃ-દુલ્હનની જેમ સજી પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, અવાજ પણ બદલ્યો છતાં પકડાયો, પછી શું થયું જુઓ જોરદાર videઆ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ રીસામણે ગયેલી પત્નીને મળવા ગયો પતિ, સાસરિયાઓએ ભેગા મળીને પથ્થરના ઘા મારીને જમાઈની કરી હત્યા

આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

એક તરફ પોલીસ જાહેરમાં 20થી વધુ લોકો એકત્ર થતા હોય ત્યાં કાયદેસર કાર્યવાહી કરે છે ત્યારે ગતરોજ મધરાત્રીએ ગામમાં જાહેર માર્ગ પર ટોળું કરી વર્ષગાંઠ ઉજવનાર આવા યુવાન સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે.



ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં બૂટલેગરો દ્વારા જાહેરમાં કેક કાપીને ઉજવણી કરવાના વીડિયો સામે આવવા સામાન્ય વાત છે. પરંતુ નેતાઓ અને પોલીસના પણ વીડિયો સામે આવી રહ્યા છે.
Published by: ankit patel
First published: June 5, 2021, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading