સુરત : અવિશ્વસનીય! ICICIના ATMમાંથી 3 કલાકમાં ચાઉ કર્યા 25 લાખ, વાપરી હતી ખાસ ટેકનિક 


Updated: June 7, 2021, 9:45 PM IST
સુરત : અવિશ્વસનીય! ICICIના ATMમાંથી 3 કલાકમાં ચાઉ કર્યા 25 લાખ, વાપરી હતી ખાસ ટેકનિક 
દિલ્હીના ગુપ્તા બંધુઓની આંતરાજ્ય એટીએમ ફ્રોડ કર્યાની કબૂલાત

સુરત એસઓજી અને કોલકત્તા ક્રાઇમ બ્રાન્ચે ATM Black Box Attackના ગુનાના આરોપીને ઝડપી પાડ્યા, ફિલ્મોના વિલનને આટી મારે એવા ઠગ

  • Share this:
સુરત : ટેકનોલૉજીના જેટલા લાભ છે એટલા જ ગેરલાભ છે. ખાસ કરીને સાયબર ફ્રોડ એ બેન્કિંગ (Banking) ક્ષેત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે. આવો જ એક મોટો સાયબર ફ્રોડ સુરત એસઓજી (Surat SOG) અને કોલકત્તા ક્રાઇમ બ્રાન્ચે (Kolkata Crime Branch) સંયુક્તમાં છતો કરી નાખ્યો છે. દેશની પ્રખ્યાત આઈસીઆઈસીઆઈ બેંકના (ICICI Bank ATM) એટીએમમાંથી ATM Black Box Attack દ્વારા 3 કલાકમાં 25 લાખ રૂપિયા ઉપાડી અને ચાઉ કરી જનારા ફિલ્મોના વિલનને આટી મારે એવા બે ઠગને આજે ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને શખ્સો સુરતમાંથી ઝડપાયા છે.

આ ચકચારી કેસની વિગતો એવી છે કે નવીન લાલચંદ ગુપ્તા અને મનોજ રાજપાલ ગુપ્તા દેશના અલગ અલગ મોટા શહેરમાં બેંકોના એટીએમના મશીનમાં ડુપ્લીકેટ ચાવીથી ખોલી ખાસ પ્રકારના એટીએમ કાર્ડ વડે એનલિમીટેડે રૂપિયા ઉપાડી લેતા હતા.

આ પણ વાંચો :  Gold price today : ખુશખબર! ખુલતી બજારે સોનાના ભાવ ઘટ્યા, રેકોર્ડબ્રેક કિંમત કરતાં 7,000 રૂ.નો કડાકો

આ પણ વાંચો : કચ્છ : લુખ્ખાતત્વોની 'દાદાગીરી'નો Live Video, પોલીસ કૉન્સ્ટેબલ પર છરાથી હુમલાનો પ્રયાસ

તેના માટે તેઓ ઉઝબેકિસ્તાનથી મંગાવેલા ATM Black Boxને બેંક સર્વર સાથે કનેક્ટ કરતાં અને કેબલમાં વચ્ચે મીડલવેર તરીકે જોડી અલગ અલગ કાર્ડ વડે અથવા એક જ એટીએમ કાર્ડ વડે મનફાવે તેટલા રૂપિયા ઉઠાવતા હતા. આ શખ્સોએ 14મી મેના રોજ 3 કલાકમાં કોલકત્તામાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી 25 લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી. ત્યારબાદ નાસી ગયા હતા.

ગઠિયાઓએ પોલીસ તપાસમાં નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બેંગ્લોરમાં પણ આવા ગુનાઓ કર્યા હોવાની રજૂઆત કરી હતી. બંને આરોપીના કોર્ટમાં રજૂ કરી અને કોલકત્તા પોલીસ તેમને લઈ ગઈ છે. આ બંને શખ્સો સુરતમાના અઠવા વિસ્તારમાં આવેલા ગોપીપુરા સુભાષ ચોક પાસેથી ઝડપાયા હતા.શું છે ATM Black Box

એટીએમ બ્લેક બોક્ષ એવું ડિવાઇસ છે જે એટીએમ મશીન અને બેંકના સર્વરને કનેક્ટ કરતા વાયર વચ્ચે જોજવામાં આવે છે. આના લીધે બેંક સુધી જતી માહિતી સર્વર સુધી પહોંચતી નથી અને મશીન સુધી આપવામાં આવતી માહિતી ફક્ત બ્લેક બોક્સ સુધી જ પહોંચે છે.

આ બોક્સનું સોફ્ટવેર સર્વરની જેમ કામ કરવા લાગ છે અને મશીનને વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. વધુમાં જેના ખાતામાંથી પૈસા ઉઠાવવામાં આવે તેના ખાતામાંથી પૈસા માઇનસ પણ થતા નથી.

આ પણ વાંચો : પંચમહાલ : પત્નીની હત્યા કરી પતિએ કૂવામાં લગાવી મોતની છલાંગ, સંતાનો થયા નિરાધાર

આ પણ વાંચો : જૂનાગઢ : 21મી સદીમાં પણ બાળલગ્નનું દૂષણ! એક નહીં બે-બે ઠેકાણે થવાનું હતું 'પાપ'

જોકે, બેંકની ફ્રોડ વિંગ અને ઇન્ટરનેલ ઑડિટ વિંગ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવતા ફ્રોડની જાણ બેંકને થાય છે. આ શખ્સોએ આ મશીન ઉઝબેકિસ્તાનથી મંગાવી અને તસ્કરી શરૂ કરી હતી.
Published by: Jay Mishra
First published: June 7, 2021, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading